Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 20 OGCB

Show OGCB only
Verse × ×
1 After the uproar ended, Paul sent for the disciples, encouraged them, said goodbye, and left for Macedonia. જયારે ધાંધલ શાંત પડયાં, પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેમને ઉત્તેજન આપ્યું, વિદાય આપીને મકદોનિયા તરફ જવા નીકળ્યો.
2 When he had passed through those regions and given the believers much encouragement, he came to Greece. તેણે વિસ્તારમાંથી પસાર થઇને લોકોને ઉત્તેજનના ઘણાં શબ્દો કહયાં અને અંતે તે ગ્રીસ પોહચ્યો.
3 He stayed three months; when the Jews plotted against him as he was about to sail for Syria, he decided to return through Macedonia. ત્યાં તે ત્રણ માસ સુધી રહ્યો, પછી તે જળમાર્ગે સિરીયા જવા નિકળ્યો, કેટલાક યહૂદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડયું હતુ, તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
4 Sopater son of Pyrrhus of Berea, Aristarchus and Secundus of Thessalonica, Gaius of Derbe, Timothy, and Tychicus and Trophimus of Asia accompanied him. તેની સાથે બરૈયાના પુર્હસનો દીકરો સોપાતર, થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી, આસિયાના તુર્ખીકસ અને ત્રોફીમસ હતા.
5 These went on ahead and were waiting for us at Troas. આગળ જઈને તેઓ ત્રોઆસમાં અમારી રાહ જોતાં હતા.
6 We sailed from Philippi after the days of Unleavened Bread, reaching them at Troas in five days and staying there seven days. બેખમીર રોટલીનું પર્વ પૂરું થયું ત્યારે અમે ફિલિપ્પીથી વહાણમાં બેસીને નીકળ્યાં અને પાંચ દિવસ પછી ત્રોઆસમાં તેઓની પાસે આવી પહોંચ્યા. ત્યાં અમે સાત દિવસ રોકાયા.
7 On the first day of the week, when we gathered to break bread, Paul talked with them; planning to leave the next day, he kept talking until midnight. અઠવાડિયાને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને માટે એકઠા થયા. પાઉલે ઉપદેશ આપ્યો. બીજે દિવસે તે ત્યાંથી જવાનો હતો, તેથી તેણે મધરાત સુધી ઉપદેશ ચાલુ રાખ્યો.
8 There were many lamps in the upper room where we were gathered. અમે ઉપલી મેડીમાં એકઠા થયા હતા, ત્યાં ઘણાં દીવા સળગતાં હતા.
9 A young man named Eutychus sat in the window, sinking into deep sleep as Paul kept talking. Overcome by sleep, he fell from the third story and was picked up dead. પાઉલનું ભાષણ ચાલતું હતું. તે દરમિયાન બારીએ બેઠેલા યુતુખસ નામનાં એક જુવાન ભર ઊંઘમાં હતો ત્યારે તે ત્રીજે માળેથી નીચે પડયો અને મૂએલો ઉપાડયો.
10 Paul went down, bent over him, and embracing him said, "Don't be alarmed; his life is in him." પાઉલે જુવાન પર પડીને તેને બાથમાં લીધો અને કહ્યું, “ચિંતા કરશો નહિ, તે જીવે છે.”
11 He went back up, broke bread, ate, and talked with them a long time, until daybreak, then left. પછી તે ઉપર ગયો અને રોટલી ભાંગીને ખાધી અને પરોઢ સુધી વાત કરી અને પછી વિદાય લીધી.
12 And they brought the young man home alive, and were greatly comforted. લોકો તે જુવાનને જીવતો ઘરે લઇ ગયા, અને તેઓ ઘણો દિલાસો પામ્યા.
13 We went ahead by ship to Assos, planning to take Paul aboard; he had chosen to go by land. અમે આગળ જઈને વહાણમાં આસસ ગયા, જયાં અમે પાઉલને વહાણમાં લેવાનાં હતા. તે પગપાળા જવાનો હોવાથી તેણે આ વ્યવસ્થા કરી હતી.
14 And when he met us at Assos, we took him on board and came to Mitylene. જયારે તે અમને આસસમાં મળ્યો ત્યારે ત્યાંથી અમે તેને વહાણમાં લઇને મિતુલેને ગયા.
15 Sailing from there, we came opposite Chios the next day, put in at Samos the day after, and reached Miletus the following day. બીજે દિવસે અમે હંકારીને ખીઓસ આવી પહોંચ્યા. બીજે દિવસે અમે સામોસ ગયા અને પછીના દિવસે મિલેતસ ગયા.
16 Paul had decided to sail past Ephesus, avoiding time in Asia; he was hurrying to reach Jerusalem, if possible, by Pentecost. પાઉલે આસિયામાં સમય ગાળવો ન પડે માટે એફેસસને બાજુ પર મુંકીને વહાણમાં જવાનું નક્કી કયુઁ, કેમકે શકય હોય તો પચાસમાના દિવસે તે યરુશાલેમ પહોંચવાની ઉતાવળ હતી.
17 From Miletus he sent to Ephesus and called the elders of the church to come to him. મિલેતસથી, પાઉલે એફેસસની મંડળીના વડીલોને સંદેશો મોકલ્યો.
18 When they came, he said, "You know how I lived among you the whole time, from the first day I set foot in Asia, જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે તેઓને કહ્યું: “તમે જાણો છો કે આસિયા પ્રાંતમાં આવ્યો તે બધો સમય હું તમારી સાથે રહીને કેવી રીતે વત્યોઁ છું.
19 serving our Lord Jesus with complete humility, tears, and trials brought on by the Jews' plots against me, મેં ખુબજ નમ્રતાથી અને આંસુસહિત, અને મારા યહૂદી વિરોઘીઓના કાવતરાઓથી, કઠીન પરિક્ષણો વચ્યે પ્રભુનું કામ કર્યું છે.
20 how I held nothing back that would help you, but declared it and taught you publicly and house to house, તમે જાણો છો કે તમારા માટે ઉપયોગી કંઇ પણ ઉપદેશ આપવામાં હું અચકાયો નથી પણ જાહેરમાં કે ઘરે ઘરે ઉપદેશ આપ્યો છે.
21 testifying to both Jews and Greeks: repentance toward our Father and faith in our Lord Jesus. મેં યહૂદીઓ અને ગ્રીકોને કહ્યું છે કે તેઓએ પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરી આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો જોઈએ.
22 Now bound by the Spirit, I'm heading to Jerusalem, not knowing what awaits me there, “અને હવે, હું પવિત્ર આત્માની દોરવણીથી યરુશાલેમ જાઉં છું. ત્યાં મને શું થશે તે હું જાણતો નથી;
23 except the Holy Spirit tells me in every city that chains and sufferings await me. હું ફકત એટલું જ જાણું છું કે પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે દરેક શહેરમાં મારે જેલ અને સતાવણી સહન કરવાનાં છે.
24 But I place no value on my life, nor treasure it for myself, only that I finish my course and the ministry I received from our Lord Jesus, testifying to the gospel of our Father's grace. પણ હું મારો જીવ વહાલો ગણીને તેની દરકાર કરતો નથી; મારો એક માત્ર ધ્યેય દોડ પુરી કરવાનો પ્રભુ ઈસુએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાનો છે. તે કાયઁ અને ઈશ્વરની મહાન કૃપાની સુવાર્તાની સાક્ષી આપું.
25 And now I know none of you among whom I went preaching the kingdom of our Father will see my face again. “હું જાણું છું કે તમારાંમાંનો કોઇ પણ, જેમને મેં રાજ્યનો ઉપદેશ આપ્યો છે તેઓમાંથી કોઈ પણ મને ફરીથી જોનાર નથી.
26 Therefore I testify to you this day that I am innocent of the blood of all, તેથી હું તમને જાહેર કરું છું કે હું તમારા કોઈનાં પણ લોહી માટે નિદોઁષ છું.
27 for I did not shrink from declaring to you the whole purpose of our Father. કેમકે મેં તમને ઈશ્વરનો સંપૂર્ણ ઇરાદો તમારી આગળ પ્રગટ કરવામાં કોઇ સંકોચ કયોઁ નથી.
28 Watch yourselves and all the flock the Holy Spirit made you overseers of, to shepherd our Father's church, which he purchased with the blood of his own Son. તમે પોતાના પર અને પવિત્ર આત્માએ તમને જે ટોળા પર અધ્યક્ષ નિમ્યા છે તે વિશે સાવધાન રહો. ઈશ્વરનની મંડળીના પાળક બનો જેને તેમના પોતાના લોહી દ્વારા ખરીદી છે.
29 I know that after my departure fierce wolves will come in among you, not sparing the flock. હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારાંમાં ઊભા થશે. તેઓ ટોળા પ્રત્યે જરા પણ દયા બતાવશે નહિ.
30 Men from among you will rise, speaking distorted things, to draw the disciples away after them. વળી ખુદ તમારાં પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે કે જેઓ સત્યનો અવળો અર્થ કરીને શિષ્યોને પોતાની પાછળ ગેરમાર્ગે દોરી જશે.
31 So watch, remembering that for three years, night and day, I never stopped warning each one of you with tears. તેથી સાવધ રહો! અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી મેં રાતદિવસ આંસુઓ વહેવડાવીને તમને દરેકને ચેતવવાનું બંધ કયુઁ નથી.
32 Now I entrust you to our Father and to the word of his grace, able to build you up and give you the inheritance among all who are made holy. “હવે હું તમને ઈશ્વરની તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. જે તમને મજબૂત બનાવી શકે છે અને પવિત્ર થયેલા બધાં લોકોમાં તમને વારસો આપી શકે.
33 I coveted no one's silver or gold or clothing. મેં કોઇના ચાંદી કે સોના કે વસ્ત્રનો લોભ કયોઁ નથી.
34 You yourselves know that these hands provided for my needs and for those who were with me. વળી તમે જાણો છો કે મારી તથા મારા સાથીદારોની જરૂરિયાત પૂરી પાડવા માટે મેં મારે હાથે જ મહેનત કરી છે.
35 In everything I showed you that, working hard this way, we must help the weak, remembering the words of our Lord Jesus, that he himself said, It is more blessed to give than to receive." મેં જે કંઇ કયુઁ તેમાં મેં તમને બતાવ્યું કે આ પ્રકારની સખત મહેનતથી આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તે તમારે યાદ રાખવું જોઈએ કે ‘લેવાં કરતાં આપવામાં વિશેષ ધન્યતા છે.’ ”
36 And when he had said these things, he knelt down with them all and prayed. જયારે પાઉલે વાત પુરી કયાઁ પછી, તેણે સવઁએ ઘુંટણે પડીને તેઓની સાથે પ્રાર્થના કરી.
37 They all wept; they embraced Paul and kissed him, તેઓ સઘળા બહુ રડયા અને કોટે વળગીને તેને ચુંબન કયુઁ.
38 grieving most over his words—that they'd never see his face again—they walked him to the ship. પાઉલે કહ્યું હતું કે તમે મારું મોં ફરીથી જોવા પામશો નહિ એને લીધે તેઓ વધારે દુઃખી થયા. પછી તેઓ વહાણ સુધી તેની સાથે ગયા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]