Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1મસીહ ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ઈસુ મસીહનો પ્રેષિત પાઉલ,

2મારા વહાલાં દીકરા તિમોથી: ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ.

આભારસ્તુતિ

3મારા પૂવઁજોની જેમ, હું પણ શુધ્ધ અંતઃકરણથી સેવા કરું છું તેમનો આભાર માનું છું, અને રાતદિવસ મારી પ્રાથઁનાઓમાં તને યાદ કરું છું. 4તારા આંસુઓને યાદ કરીને, હું તને જોવાને ઘણો ઉત્સુક છું, કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં. 5જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકામાં હતો, અને મને ખાતરી છે કે હવે તારામાં પણ છે.

પાઉલ અને સુસમાચાર પ્રત્યે વફાદારી માટે અપીલ

6માટે હું તને યાદ કરાવું છું કે તારા માથે મારા હાથ મૂકવાંથી તને મળેલ ઇશ્વરનું કૃપાદાન, જે તારામાં છે, તેને પ્રજવલિત રાખજે. 7કારણ કે ઈશ્વરે આપણને જે આત્મા આપ્યો છે તે આપણને ભયભીત કરતો નથી, પણ સામથ્યઁનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે. 8માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે બંદિવાન છું તેના લીધે શરમાઈશ નહિ. પણ સુસમાચારને લીધે ઇશ્વરના સામથ્યઁ પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. 9તેમણે આપણને બચાવ્યાં અને પવિત્ર જીવન માટે આપણને બોલાવ્યા, આપણી કોઇ કરણીઓને કારણે નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે અને કૃપાને કારણે એ કૃપા મસીહ ઈસુમાં અનાદિકાળથી આપવામાં આવી હતી, 10પણ હવે આપણા તારનાર મસીહ ઈસુના પ્રગટ થવાથી તે હમણાં પ્રગટ કરવામાં આવી છે. તેમણે મરણનો નાશ કયોઁ અને સુસમાચાર દ્રારા જીવન અને અમરપણું પ્રગટ કયુઁ. 11અને આ સુસમાચારના ઉપદેશક, પ્રેષિત અને શિક્ષક નીમવામાં આવ્યો. 12તેથી જ હું એ દુઃખ સહન કરું છું તોપણ હું શરમાતો નથી. કારણ કે જેનાં પર મેં વિશ્વાસ કર્યો છે, તેને હું ઓળખું છું. મને ખાતરી છે કે તે દિવસ સુધી મેં તેમને સોંપેલી અનામત સંભાળી રાખવાને તે શકિતમાન છે.

13મારી પાસેથી જે તે સાંભળ્યું છે, તેને મસીહ ઈસુમાં પ્રેમ તથા વિશ્વાસમાં પકડી રાખ. 14જે સારી અનામત તને સોંપેલી છે તેને આપણામાં વસતાં પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.

બેવફાદારી અને વફાદારીનાં ઉદાહરણો

15તને ખબર છે કે આસિયા પ્રાંતના બધા લોકોએ મને છોડી દીધો છે, તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.

16ઓનેસિફરસ તથા તેના કુટુંબ પર પ્રભુ દયા કરો, કારણ કે વારંવારની તેની મુલાકાતોએ મને તાજગી બક્ષી છે; અને મારા સાંકળના બંધનો માટે તેણે કદી શરમ અનુભવી નથી. 17તેનાથી વિપરીત, જયારે તે રોમમાં હતો, ત્યારે તેણે ખંતથી મને શોધ્યો, અને તે મને મળ્યો. 18પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર દયા થાય! એફેસસમાં તેણે મને કેટલી બધી મદદ કરી છે તે તું સારી રીતે જાણે છે!

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]