Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Thessalonians 4 OGCB

Side by side with the Father's Heart Bible™

ઇશ્વરને પસંદ પડે તેવું જીવો

1ભાઈઓ અને બહેનો, બીજી બાબતો વિષે અમે તમને શિખવ્યું છે કે તમારે કેવી રીતે જીવવું ને ઇશ્વરને પ્રસન્ન કરવાં, હવે પ્રભુ ઈસુના નામમાં અમે તમને વિનંતી કરીએ છીએ કે તેમાં તમે વિશેષ વૃધ્ધિ પામતાં જાઓ. 2કારણ કે તમે જાણો છો કે પ્રભુ ઈસુ તરફથી તમને કંઈ આજ્ઞાઓ આપી છે.

3તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; 4અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. 5જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો; 6અને આ બાબતમાં કોઇએ પોતાના ભાઈ કે બહેનનું ખોટું ન કરવું, અને તેમનો ફાયદો ન ઉઠાવવો જોઈએ, જેમ અમે તમને પહેલેથી કહ્યું અને ચેતવણી આપી હતી, તેમ એવાં પાપ કરનારને પ્રભુ ભારે શિક્ષા કરશે. 7કેમકે ઈશ્વરે આપણને અશુધ્ધતાને સારું નહિ પણ પવિત્ર જીવન જીવવા માટે તેડું આપ્યું છે. 8માટે જે કોઈ આ સૂચનાનો અનાદર કરે છે, તે માણસનો નહિ પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.

9હવે એકબીજા પ્રત્યેના પ્રેમ વિષે અમારે લખવાની જરૂર નથી, કારણ કે એકબીજા પર પ્રેમ કરવાનું ઈશ્વરે જ તમને શીખવ્યું છે. 10અને ખરેખર, મકદોનિયાના સમગ્ર ઇશ્વરના પરિવારને તમે પ્રેમ કરો છો, છતાં પણ ભાઈઓ અને બહેનો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો. 11અને એમ શાંતિમય જીવન જીવવાનું લક્ષ માટે રાખો: જેમ અમે તમને કહ્યું હતું તેમ, તમારે પોતાના કામમાં ઘ્યાન આપવું જોઈએ, અને પોતાના હાથે મહેનત કરવી જોઈએ. 12તેથી તમારા રોજીંદા જીવનમાં બહારનાં લોકોનું માન જીતો અને કોઇની ઉપર નિભઁર ન રહો.

વિશ્વાસીઓ કે જેઓ મૃત્યું પામ્યાં છે

13ભાઈઓ અને બહેનો, અમે નથી ચાહતા કે તમે મરણમાં ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ રહો, જેથી તમે બીજા લોકો જેઓની પાસે કોઇ આશા નથી તેઓની માફક તમે દુઃખી થાઓ. 14કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. 16કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. 17ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. 18તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]