Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 4 OGCB

Side by side with the Father's Heart Bible™

સાચા પ્રેષિતપણાંનો સ્વભાવ

1તો, પછી, દરેક માણસે અમને મસીહના સેવકો ગણવાં જોઈએ: મસીહના સેવકો તરીકે અમે ઈશ્વરે પ્રગટ કરેલાં મમોઁના કારભારી છીએ. 2હવે જેમને સોંપવામાં આવેલું છે તે પ્રમાણે તેઓએ વિશ્વાસુ થવું જરૂરી છે. 3તમારા દ્ગારા કે કોઇ માનવીય અદાલત દ્ઘારા મારો ન્યાય કરવામાં આવે તો મને કંઇ પડી નથી; ખરેખર, હું મારો પોતાનો ન્યાય કરતો નથી. 4મારો અંતરઆત્મા મને દોષિત ઠરાવતો નથી. તોપણ તેથી હું ન્યાય ઠરતો નથી મારો. ન્યાય કરનાર તે પ્રભુ છે. 5તેથી સમય પહેલાં એટલે કે પ્રભુનું પુનરાગમન થાય તે પહેલાં કોઈનો ન્યાય ન કરો; કેમકે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને પ્રકાશમાં લાવશે અને હૃદયની ધારણાઓ બહાર પાડશે. તે સમયે ઈશ્વર તરફથી દરેક વ્યક્તિ પોતાની પ્રશંસા પામશે.

6હવે, ભાઈઓ અને બહેનો, આ વાતો તમારા હિત માટે મેં દ્રષ્ટાંતરૂપે મેં મારો અને અપોલસનો દાખલો આપ્યો છે, જેથી તમે અમારા દાખલા પરથી શીખો, “જે લખેલું છે તેની બહાર જવું નહિ.” એટલે તમે આપણામાંના એકના અનુયાયી બનીને બીજાની વિરુધ્ધ કોઈ અભિમાન ન કરે. 7તમને એકબીજાથી અલગ કોણ કરે છે? અને તમને મળ્યું ન હોય એવું તમારી પાસે શું છે? અને જો તે તમને મળ્યું હોય, તો મળ્યું ન હોય એમ તમે કેમ અભિમાન કરો છો?

8તમારી પાસે પહેલેથીજ બધું જ છે જે તમે ઈચ્છો છો! તમે પહેલેથીજ ધનવાન બની ગયા છો! તમે રાજ કરવા લાગ્યા છો, અને તે પણ અમારા વિના! હું કેવું ઈચ્છું છું કે તમે ખરેખર રાજ કરવાનું શરૂ કર્યુ હોત જેથી અમે પણ તમારી સાથે રાજ કરત! 9કારણ કે મને લાગે છે કે અમને પ્રેષિતોને ઈશ્વરે મૃત્યુદંડ પામનારાની જેમ, જેમને અખાડામાં રજૂ કયાઁ છે. અમે આખા જગત માટે, માણસો અને દૂતોની દ્રષ્ટિમાં અમે તમાશારૂપ બન્યા છીએ. 10અમે મસીહને લીધે મૂખઁ છીએ, પણ તમે મસીહમાં ઘણા બુધ્ધિમાન છો! અમે નબળાં છીએ, પણ તમે બળવાન છો! તમે માન પામનારા છો, પણ અમે અપમાન! 11આજ સુધી અમે ભૂખ્યા અને તરસ્યા છીએ, વસ્ત્રો પૂરતાં નથી, અમારી સાથે ખરાબ વતઁન કરવામાં આવે છે, અમે બેઘર છીએ, 12અમે અમારા પોતાના હાથે સખત પરિશ્રમ કરીએ છીએ. જ્યારે અમને શાપ આપે છે, ત્યારે અમે આશીઁવાદ આપીએ છીએ; જ્યારે અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ; 13જ્યારે અમારી નિંદા થાય છે, ત્યારે અમે દયાળુપણે જવાબ આપીએ છીએ. પૃથ્વીનો મેલ, જગતના કચરા જેવા છીએ, અમે આજ સુધી.

પાઉલની વિનંતી અને ચેતવણી

14તમને શરમિંદા બનાવવાં માટે નહિ પરંતુ મારાંં વહાલાં બાળકો ગણીને તમને ચેતવણી આપવાં માટે આ વાતો હું લખું છું. 15જો તમને મસીહમાં દસ હજાર શિક્ષક હોય, તોપણ તમને તમારાં ઘણાં પિતા નથી, કેમકે ઈસુ મસીહમાં સુસમાચાર દ્રારા હું તમારો પિતા થયો છું. 16તેથી હું તમને વિનંતી કરું છું કે મને અનુસરો. 17આટલા માટે જ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે. તે પ્રભુમાં મારો પ્રિય પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું અને પ્રભુમાં વિશ્વાસુ છે. જેમ હું દરેક મંડળીમાં જે શિક્ષણ આપું છું તે મસીહ ઈસુમાં મારા વિશે તમને યાદ કરાવશે.

18જાણે હું તમારી પાસે આવવાનો ન હોઉં તેમ સમજીને તમારાંમાંના કેટલાક ઘમંડી બની ગયા છે. 19પણ ઈશ્વરની ઈચ્છા હશે તો હું જલદી તમારી પાસે આવીશ, પછી હું જોઈશ કે આ ઘમંડી લોકો કેવી વાત કરે છે, પણ તેમની પાસે શું શક્તિ છે. 20કેમકે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નથી, પણ સામર્થ્યમાં છે. 21તમે શું પસંદ કરશો? શું હું તમારી પાસે શિસ્તતાની સોટી લઈને આવું તે કે પછી પ્રેમ અને નમ્રતા સાથે આવું?

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]