Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Gujarati-2019

Amos 8 IRVGuj

Side by side with the Father's Heart Bible™

ફળોની ટોપલી વિષે સંદર્શન

1પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળાંમાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી! 2તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું,“મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે;હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.

3વળી પ્રભુ યહોવાહ કહે છે કે,તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે.મૃતદેહોના ઢગલા પડ્યા હશેઅને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે!”

ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ)

4જેઓ તમે ગરીબોને લૂંટો છોઅને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો.

5તેઓ કહે છે કે,ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય,અને અમે અનાજ વેચીએ?અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ?અને એફાહ નાનો રાખી,અને શેકેલ મોટો રાખીને,તેને ખોટાં ત્રાજવાં,અને કાટલાંથી છેતરપિંડી કરીએ,

6અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ,ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂસું વેચીએ છીએ.”

7યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ.”

8શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ,અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ?હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે,તે ખળભળી જશે,અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.

9“તે દિવસે એમ થશે કે”હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ,અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ.એમ પ્રભુ યહોવાહ કહે છે.

10વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશઅને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ,હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશઅને સર્વના માથાના વાળ મૂંડાવીશ.હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ,તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.

ઇઝરાયલના વિનાશ વિષે (શોષણખોરો પરનો રોષ)

11પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે,“જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ,તે અન્નનો દુકાળ નહિ,કે પાણીનો નહિ,પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.

12તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી;અને ઉત્તરથી છેક પૂર્વ સુધીયહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે,પણ તે તેઓને મળશે નહિ.

13તે દિવસે સુંદર કન્યાઓઅને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.

14જેઓ સમરુનના પાપના સોગન ખાઈને કહે છે કે,હે દાન, તારા દેવના સોગન,અને બેરશેબાના દેવના સોગન,તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Gujarati-2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]