Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 29 guj

Show guj only
Verse × ×
1 "In the seventh month, on the first day, hold a holy assembly. Do no ordinary work; it is a day for you to sound the trumpets. સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.
2 Offer a burnt offering, a pleasing aroma to our Father: one young bull, one ram, seven male lambs a year old, all without defect. તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.
3 Their grain offering: fine flour mixed with oil—about six quarts for the bull, about four quarts for the ram, તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ.
4 and about two quarts for each of the seven lambs; સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ.
5 and one male goat as a sin offering, to make atonement for you. પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
6 Besides the new-moon burnt offering and its grain offering, the daily burnt offering and its grain offering, and their drink offerings, by their rule—a soothing aroma, a fire offering to our Father. દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.
7 "On the tenth day of this seventh month, hold a sacred gathering and practice self-denial; do no work at all. સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને ખાવાથી રોકવું અને કોઈ કામ ન કરવું.
8 Present a burnt offering to our Father as a pleasing aroma: one young bull, one ram, and seven male lambs a year old, all without blemish. તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.
9 Their grain offering: fine flour mixed with oil—about six quarts for the bull, about four quarts for the one ram, તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો,
10 and about two quarts for each of the seven lambs; એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.
11 also one male goat as a sin offering, besides the atonement sin offering, the regular burnt offering, its grain offering, and their drink offerings. વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.
12 "On the fifteenth day of the seventh month, hold a holy assembly. Do no ordinary work; celebrate a feast to our Father for seven days. સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો.
13 Present a burnt offering, a fire offering, a pleasing aroma to our Father: thirteen young bulls, two rams, fourteen male lambs a year old, all without defect. તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.
14 Their grain offering: fine flour mixed with oil—about six quarts for each of the thirteen bulls, about four quarts for each of the two rams, તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે,
15 and about two quarts for each of the fourteen lambs; એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે.
16 and one male goat as a sin offering, besides the daily burnt offering, its grain offering, and its drink offering. નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
17 "On the second day: twelve young bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
18 with their grain and drink offerings for the bulls, the rams, and the lambs, by number, as required; તેઓનું ખાદ્યાપર્ણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં.
19 also one male goat as a sin offering, besides the regular burnt offering, its grain offering, and their drink offerings. તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.
20 "On the third day: eleven bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા.
21 with their grain and drink offerings for the bulls, rams, and lambs, by number, as required. તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં.
22 One male goat as a sin offering, besides the regular burnt offering with its grain and drink offerings. પ્રતિદિન થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
23 "Fourth day: ten bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.
24 with grain and drink offerings for the bulls, rams, and lambs, by their number, as required; તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
25 plus one male goat as a sin offering, besides the daily burnt offering with its grain and drink offerings. પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
26 "On the fifth day: nine bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના પાંચમા દિવસે નવ વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
27 with grain and drink offerings for the bulls, rams, and lambs, by number, as required. તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
28 Also one male goat as a sin offering, besides the continual burnt offering, its grain offering, and its drink offering. પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ માટે એક બકરો ચઢાવવો.
29 "Sixth day: eight bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા.
30 with their grain offering and drink offerings for the bulls, rams, and lambs, by number, as required; તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
31 and one male goat as a sin offering, besides the regular burnt offering, its grain offering, and its drink offerings. પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં.
32 "On the seventh day: seven bulls, two rams, fourteen year-old male lambs, all without defect, સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં.
33 with their grain and drink offerings for the bulls, rams, and lambs, by number, as prescribed; તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.
34 and one male goat as a sin offering, besides the daily burnt offering, its grain offering and its drink offering. પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
35 "On the eighth day, hold a closing assembly; do no laborious work. આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ.
36 Present a burnt offering, a fire offering, a pleasing aroma to our Father: one bull, one ram, seven male lambs a year old, all without defect, તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.
37 with their grain and drink offerings for the bull, ram, and lambs, by number, as prescribed. તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવા.
38 One male goat for a sin offering, besides the continual burnt offering, its grain offering and its drink offering. પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.
39 "Offer these to our Father at your appointed feasts, besides your vow and voluntary offerings—whether burnt, grain, drink, or peace offerings." તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યાર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં."
40 Moses told the Israelites everything, just as our Father had commanded Moses. યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]