Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 28 guj

Show guj only
Verse × ×
1 Our Father said to Moses, યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
2 "Command the Israelites, say to them: Be sure to present my offering, my food for my food offerings, a pleasing aroma to me, at its set time. "ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, 'તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
3 Say to them: This is the food offering you are to present to me: two flawless year-old lambs daily, a regular burnt offering. તારે તેઓને કહેવું, "આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખામી વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
4 Offer one lamb in the morning, the second lamb at twilight, એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું.
5 with about two quarts of fine flour for a grain offering, mixed with about one quart of pressed oil. ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.
6 A regular burnt offering, ordained at Mount Sinai for a pleasing aroma, a food offering to me. તે રોજનું દહનીયાપર્ણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.
7 Its drink offering is a quart for each lamb; pour it out to me in the holy place as strong drink. પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.
8 Offer the second lamb at twilight, with a grain offering and drink offering like the morning's, a food offering, a pleasing aroma to me. બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.
9 "On the Sabbath, offer two flawless year-old lambs, about four quarts of fine flour mixed with oil as grain offering, plus its drink offering. "વિશ્રામવારને દિવસે તમારે ખોડખામી વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
10 The burnt offering for each Sabbath, besides the regular burnt offering and its drink offering. દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
11 "On the first of each of your months, offer me a burnt offering: two young bulls, one ram, seven male lambs a year old, without defect, દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખામી વગરના બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
12 about six quarts of fine flour mixed with oil as a grain offering for each bull, about four quarts of fine flour mixed with oil as a grain offering for the one ram, પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
13 and two quarts of fine flour mixed with oil as a grain offering for each lamb - a burnt offering, a pleasing aroma, a food offering to me. અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાપર્ણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
14 Their drink offerings: two quarts of wine for the bull, just over a quart for the ram, and a quart for the lamb. This is the burnt offering for the new moon, month by month, all year. તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.
15 Offer me one male goat as a sin offering, besides the regular burnt offering and its drink offering. એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.
16 "In the first month, on the fourteenth day of the month, is the Passover to me. પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે.
17 On this month's fifteenth day is a feast; bread without yeast is eaten seven days. આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
18 On the first day there is to be a holy assembly; you must do no ordinary work. પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
19 Present me a food offering, a burnt offering: two young bulls, one ram, seven yearling male lambs; see that they are without defect. પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખોડખામી વગરના સાત હલવાનો ચઢાવ.
20 Their grain offering: fine flour mixed with oil—about six quarts for the bull, four quarts for the ram, બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
21 and with each of the seven lambs, about two quarts; સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
22 and one male goat as a sin offering to make atonement for you. તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
23 Offer these in addition to the morning burnt offering, which is the regular burnt offering. સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો.
24 Do this daily for seven days—food, a pleasing aroma to me—besides the regular burnt offering and its drink offering. સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે.
25 On the seventh day you are to hold a holy assembly; you must do no ordinary work. સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
26 "On the day of firstfruits, when you bring me a new grain offering at your Feast of Weeks, hold a holy assembly; do no ordinary work. પ્રથમફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાના પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ.
27 Present a burnt offering, a pleasing aroma to me: two young bulls, one ram, seven year-old male lambs. તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાપર્ણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટો તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.
28 With them comes a grain offering of fine flour mixed with oil: about six quarts for each bull, about four quarts for the one ram, તેઓનું ખાદ્યાપર્ણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
29 and about two quarts for each of the seven lambs; તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
30 with one male goat to make atonement for you. તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
31 Offer these besides the regular burnt offering and its grain offering; see that they're flawless, with their drink offerings." રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]