Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 25 guj

Show guj only
Verse × ×
1 While Israel lived in Shittim, the people began sexual sin with Moab's daughters. ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.
2 They invited the people to their gods' sacrifices; the people ate and bowed to their gods. કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી.
3 So Israel joined himself to Baal of Peor, and the anger of our Father burned against Israel. ઇઝરાયલના માણસો પેઓરના બઆલની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.
4 Our Father said to Moses, "Take all the people's leaders and execute them before me in daylight, so my burning anger turns away from Israel." યહોવાહે મૂસાને કહ્યું કે, "લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય."
5 Moses told Israel's judges, "Each of you kill his men joined to Baal of Peor." તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, "તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે."
6 Then an Israelite man brought a Midianite woman to his brothers in front of Moses and Israel's whole assembly, while they wept at the entrance of the tent of meeting. ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.
7 Phinehas son of Eleazar, son of Aaron the priest, saw this, rose from the assembly, and took a spear in his hand. જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો.
8 He followed the Israelite man into the chamber and pierced them both—the Israelite man and the woman, through her belly. Then the plague against the Israelites stopped. તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ.
9 Those who died in the plague were 24,000. જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.
10 Then our Father said to Moses, પછી યહોવાહે મૂસાને કહ્યું,
11 "Phinehas son of Eleazar, son of Aaron the priest, has turned my anger from the Israelites by his zeal for my zeal among them, so I didn't destroy the Israelites in my zeal. "હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા ક્રોધને શાંત કર્યો છે. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.
12 Therefore say: I am giving him my covenant of peace. તેથી કહે કે, 'યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.
13 He and his descendants after him will have a covenant of lasting priesthood, because he was passionate for me and made atonement for the Israelites." તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું."'"
14 The name of the Israelite killed with the Midianite woman was Zimri son of Salu, a Simeonite clan leader. જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો.
15 The Midianite woman killed was named Cozbi, daughter of Zur, head of a clan in Midian. જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.
16 Then our Father said to Moses, પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,
17 "Treat the Midianites as enemies and strike them down, "મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,
18 for they are your enemies through their trickery, by which they tricked you in the matter of Peor, and of Cozbi, daughter of Midian's leader, their sister, struck down on the day of the plague over Peor." કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]