Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 14 guj

Show guj only
Verse × ×
1 Then the whole congregation raised their voices and cried out, and the people wept that night. અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા.
2 All the Israelites complained against Moses and Aaron; the whole community said to them, "If only we had died in the land of Egypt, or if only we had died in this wilderness! અને સર્વ ઇઝરાયલીઓએ મૂસા અને હારુનની વિરુદ્ધ કચકચ કરી. સમગ્ર સમુદાયે તેઓને કહ્યું "આ અરણ્ય કરતાં તો અમે મિસરમાં જ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું થાત.!
3 Why is our Father bringing us to this land to fall by the sword? Our wives and children will be plunder. Wouldn't it be better to return to Egypt?" તરવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!"
4 And they said to one another, "Let us appoint a leader and return to Egypt." અને તેઓએ એકબીજાને કહ્યું કે, "ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ."
5 Then Moses and Aaron fell facedown before the whole assembly of Israel. ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.
6 Joshua son of Nun and Caleb son of Jephunneh, among those who scouted the land, tore their clothes. અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.
7 They told the whole Israelite community, "The land we passed through and explored is exceedingly good. અને તેઓએ ઇઝરાયલપુત્રોના સમગ્ર સમુદાયને કહ્યું કે, "અમે જે દેશની જાસૂસી કરવા ગયા હતા તે ખૂબ ઉતમ દેશ છે.
8 If our Father delights in us, he'll bring us into this land and give it to us, a land flowing with milk and honey. જો યહોવાહ આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લઈ જશે અને તે આપણને આપશે. તે તો દૂધમધની રેલછેલવાળો દેશ છે.
9 Only don't rebel against our Father, and don't fear the people of the land—they are food for us. Their protection is gone; our Father is with us. Don't fear them." પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ."
10 The whole community called for stoning Joshua and Caleb. Then our Father's glory appeared at the tent of meeting to all Israel's people. પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.
11 And our Father said to Moses, "How long will this people despise me? And how long will they not believe in me, despite all the signs I've done among them? અને યહોવાહે મૂસાને કહ્યું કે, "આ લોકો કયાં સુધી મને ધિક્કારશે? તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં પણ તેઓ કયા સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?
12 I will strike them with the plague and disinherit them, then make you a nation greater and stronger than they." હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ."
13 But Moses said to our Father, "The Egyptians will hear of it, for you brought this people up from among them by your might, પણ મૂસાએ યહોવાહને કહ્યું કે, જો તમે આમ કરશો, તો મિસરીઓ તે વાત સાંભળશે. કેમ કે, તમે તમારા પરાક્રમથી તેઓ મધ્યેથી આ લોકોને બહાર લાવ્યા છો.
14 and they will tell the residents of this land, who have heard that you, our Father, are among this people, that you, our Father, are seen face to face, that your cloud stands over them, and you go before them in a pillar of cloud by day and a pillar of fire by night. તેઓ આ દેશના રહેવાસીઓને કહેશે કે, તેઓએ સાભળ્યું છે કે, તમે યહોવાહ આ લોક મધ્યે છો. કેમ કે યહોવાહ તેઓને મુખ સમક્ષ દેખાય છે. અને તમારો મેઘ તમારા લોકની ઉપર થોભે છે. અને દિવસે મેઘસ્થંભમાં અને રાત્રે અગ્નિસ્થંભમાં તેઓની આગળ તમે ચાલો છો.
15 If you kill this people all at once, the nations who heard your fame will say, હવે જો તમે આ લોકોને એક માણસની જેમ મારી નાખશો તો જે દેશજાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે,
16 'Because God couldn't bring this people into the land he swore to them, he slaughtered them in the wilderness.' 'યહોવાહે આ લોકોને જે દેશ આપવાના સોગન ખાધા હતા તેમાં તે તેઓને લાવી શક્યા નહિ, એટલે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.'
17 And now, please, let the power of the Sovereign Father be great, as you have spoken, saying, માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે,
18 'Our Father is slow to anger, overflowing in covenant love, forgiving guilt and wrongdoing—yet he will by no means clear the guilty, bringing the fathers' sin on children to the third and fourth generation.' યહોવાહ ક્રોધ કરવામાં ધીમા તથા પુષ્કળ દયાળુ છો. અને અન્યાય તથા અપરાધોની ક્ષમા આપનાર છે. તથા કોઈ પણ પ્રકારે દોષિતને નિર્દોષ નહિ ઠરાવનાર અને પિતાઓના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં બાળકો પાસેથી લેનાર છે.
19 Please pardon this people's guilt according to the greatness of your covenant love, just as you've forgiven them from Egypt until now." હું તમને વિનંતી કરું છું કે, તમારી દયાના માહાત્મય પ્રમાણે અને જેમ તમે મિસરથી માંડીને આજ પર્યંત તેઓને પાપની માફી આપી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો."
20 Then our Father said, "I have pardoned, according to your word. યહોવાહે કહ્યું કે, "તારા કહેવા મુજબ મેં તેઓને ક્ષમા કરી છે,
21 "But truly, as I live, and as all the earth will be filled with my glory, પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,
22 surely all the men who saw my glory and the signs I did in Egypt and the wilderness, yet tested me ten times and did not listen to my voice, જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.
23 shall not see the land I swore to their fathers. None who despised me will see it. મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.
24 But my servant Caleb has a different spirit and has followed me fully—I will bring him into the land he entered, and his descendants will possess it. સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.
25 The Amalekites and the Canaanites live in the valleys. Tomorrow, turn and head into the wilderness toward the Red Sea." હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ."
26 And our Father spoke to Moses and Aaron, saying, યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,
27 "How long will this evil congregation grumble against me? I have heard the Israelites' grumbling against me. "આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.
28 Tell them, 'As I live, declares our Father, I will do to you exactly what I heard you say: તેઓને કહે કે, 'હું જીવિત છું,' જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;
29 'Your corpses will fall in this wilderness—all of you counted, your whole number, twenty years old and up, who grumbled against me. અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો.
30 None of you will enter the land I swore to settle you in, except Caleb son of Jephunneh and Joshua son of Nun. મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.
31 But your little ones, whom you said would become plunder, I will bring in; they will know the land you rejected. પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે!
32 But as for you, you will fall dead in this wilderness. પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે.
33 Your children will be shepherds in the wilderness forty years, bearing your unfaithfulness, until the last of your corpses lies in the wilderness. અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.
34 As the days you scouted the land—forty days—a day for a year, you will carry your guilt forty years, and know my opposition to you. જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.
35 I, your Father, have spoken: surely I will do this to this whole evil assembly gathered against me—they will end in this wilderness, and die there.'" હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.
36 The men Moses sent to scout the land returned, making the whole community grumble against Moses with a bad report about it. અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
37 The men who brought up a bad report of the land died by plague before our Father. જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.
38 But Joshua son of Nun and Caleb son of Jephunneh survived, of those men who went to explore the land. પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.
39 When Moses told these words to all the children of Israel, the people mourned greatly. જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો.
40 They got up early in the morning and went up to the hilltop, saying, "Here we are. We will go up to the place our Father promised, for we have sinned." અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, ''જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે."
41 But Moses said, "Why now are you disobeying our Father's command? It won't succeed. પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ.
42 Do not go up, for our Father is not among you, or you'll be struck down before your enemies. આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે.
43 For the Amalekites and Canaanites are there before you; you'll fall by the sword. Since you've turned back from following our Father, he won't be with you." પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તરવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે."
44 But they dared to climb to the hill country's crest, though the ark of the covenant of our Father and Moses did not leave the camp. હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા.
45 Then the Amalekites and the Canaanites living in that hill country came down, struck them, and crushed them as far as Hormah. પછી અમાલેકીઓ અને કનાનીઓ જેઓ તે પર્વતોમાં રહેતા હતા તેઓ નીચે ઊતરી આવ્યા. અને તેઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને તેઓને હોર્મા સુધી નસાડ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]