Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 9 guj

Show guj only
Verse × ×
1 Jesus stepped into a boat, crossed over, and came to his own town. ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.
2 Some brought him a paralyzed man lying on a mat. Seeing their faith, Jesus told the paralyzed man, "Take heart, son; your sins are forgiven." ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, "દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે."
3 At this, some of the teachers of the law said to themselves, "This man is blaspheming." ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, "એ દુર્ભાષણ કરે છે."
4 Knowing their thoughts, Jesus said, "Why do you harbor evil in your hearts? ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, "તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો?
5 Which is easier: to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે 'તારાં પાપ તને માફ થયાં છે,' અથવા એમ કહેવું કે 'ઊઠીને ચાલ્યો જા?'"
6 But so you know the Son of Man has authority on earth to forgive sins"—then he told the paralyzed man, "Get up, take your mat, and go home." પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યુંકે "ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા."
7 And the man got up and went home. અને તે ઊઠીને પોતાને ઘરે ગયો.
8 Seeing this, the crowds were awed and praised our Father, who gave people such authority. તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમનો મહિમા કર્યો.
9 Moving on from there, Jesus saw a man named Matthew sitting at the tax booth. "Follow me," he said. Matthew got up and followed him. ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામે એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, 'તું મારી પાછળ આવ.' ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.
10 As Jesus ate in Matthew's house, many tax collectors and sinners joined him and his disciples at the table. ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.
11 Seeing this, the Pharisees asked his disciples, "Why does your teacher eat with tax collectors and sinners?" ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, "તમારો ઉપદેશક જકાત લેનારાઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?"
12 On hearing this, Jesus said, "It is not the healthy who need a doctor, but the sick. ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, "જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે.
13 But go and learn what this means: 'I want mercy, not sacrifice.' For I didn't come to call the righteous, but sinners." પણ, 'બલિદાન કરતાં હું દયા ચાહું છું,' એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું."
14 Then John's disciples came, asking him, "Why do we and the Pharisees fast often, but your disciples don't?" ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહ્યું કે "અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?"
15 Jesus replied, "Can the groom's friends mourn while he's with them? But days are coming when the groom is taken from them—then they'll fast. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, "જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 No one sews an unshrunk patch on an old garment; the patch pulls away from it, leaving a worse tear. વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ નથી દેતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.
17 People don't pour new wine into old wineskins; otherwise the skins burst, the wine spills, and they're ruined. Instead, new wine goes into new wineskins, so both are kept." વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, અને દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, મશકોનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે."
18 While he spoke, a synagogue leader came, knelt before him, and said, "My daughter just died. But come, lay your hand on her, and she will live." ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, "મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે."
19 Jesus got up and went with him, and so did his disciples. ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.
20 Just then a woman bleeding twelve years came up behind and touched his cloak's edge. ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી;
21 She kept saying to herself, "If I only touch his cloak, I will be healed." કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, "જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ."
22 Jesus turned, saw her. "Courage, daughter," he said, "your faith has healed you." The woman was healed at that moment. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, "દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;" અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
23 When Jesus entered the synagogue leader's house and saw the flute players and the noisy crowd, પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા;
24 he said, "Go away. The girl is not dead but asleep." But they laughed at him. ત્યારે તેમણે કહ્યું કે, "અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે." અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.
25 When the crowd was sent out, he went in, took her hand, and the girl got up. લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી.
26 News of this spread through all that region. તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
27 As Jesus left there, two blind men followed, shouting, "Have mercy on us, Son of David!" ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, "ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!"
28 Entering the house, the blind men came to him. He asked, "Do you believe I am able to do this?" "Yes, Lord," they said. ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહ્યું છે કે, "હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?" તેઓ તેમને કહ્યું કે, 'હા પ્રભુ.'
29 Then he touched their eyes and said, "Let it be done to you according to your faith". ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ."
30 Their eyes opened. Jesus warned them sternly, "See that no one knows about this." તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, "જોજો, કોઈ આ વિષે જાણે નહિ."
31 But they went out and spread the news about him all over that region. પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
32 As they went out, a mute, demon-possessed man was brought to Jesus. તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલા એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા.
33 Once the demon was driven out, the mute man spoke. The crowds were amazed and said, "Nothing like this has ever appeared in Israel." દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!"
34 But the Pharisees said, "He drives out demons by the prince of demons." પણ ફરોશીઓએ કહ્યું કે, "તે ભૂતોના સરદારથી જ ભૂતોને કાઢે છે."
35 Jesus traveled every town and village, teaching in their synagogues, announcing the good news of our Father's kingdom, and healing every disease and sickness. ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.
36 Seeing the crowds, he felt compassion for them, because they were troubled and helpless, like sheep without a shepherd. લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.
37 Then he said to his disciples, "The harvest is plentiful but the workers are few. ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહ્યું કે, "ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.
38 So ask the Father of the harvest to send out workers into his harvest field." એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]