Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 8 guj

Show guj only
Verse × ×
1 When he came down from the mountain, great crowds followed him. પહાડ પરથી ઈસુ ઊતર્યા, ત્યાર પછી અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા.
2 A man with leprosy approached, knelt before him, saying, "Lord, if you're willing, you can make me clean." અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, "ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો."
3 Jesus reached out his hand and touched him: "I am willing; be clean." His leprosy vanished at once. ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, "હું ચાહું છું, તું શુદ્ધ થા." અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.
4 Jesus told him, "Tell no one, but go show yourself to the priest and offer the gift Moses commanded, as testimony to them." પછી ઈસુ તેને કહ્યું કે, "જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ."
5 When he entered Capernaum, a centurion came to him, appealing to him, ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે,
6 and saying, "Lord, my servant is lying at home paralyzed, suffering terribly." "ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે."
7 He said to him, "I will come and heal him." ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "હું આવીને તેને સાજો કરીશ."
8 The centurion replied, "Lord, I'm not worthy for you to come under my roof; just say the word, and my servant will be healed. સૂબેદારે ઉત્તર આપતાં કહ્યું કે, "ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે.
9 For I too am a man under authority, with soldiers under me. I tell one, 'Go,' and he goes; another, 'Come,' and he comes; my servant, 'Do this,' and he does it." કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે; એકને હું કહું છું કે, જા, ને તે જાય છે; બીજાને કહું છું કે, આવ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, એ પ્રમાણે કર, ને તે કરે છે."
10 Hearing this, Jesus was amazed and told his followers, "Truly, I tell you, I have found no one in Israel with such faith. ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, "હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
11 I tell you, many will come from east and west and sit at the table with Abraham, Isaac, and Jacob in our Father's kingdom, હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે, ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે;
12 but the kingdom's sons will be thrown into the outer darkness, where there will be weeping and grinding of teeth." પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે."
13 Jesus told the centurion, "Go, let it be done for you as you believed." His servant was healed that hour. ઈસુએ તે સૂબેદારને કહ્યું કે, "જા, જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ." તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.
14 When Jesus entered Peter's house, he saw Peter's mother-in-law lying in bed with a fever. ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ.
15 He touched her hand; the fever left her, and she rose and served him. ઈસુ તેના હાથને સ્પર્શ્યા; એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
16 That evening they brought him many oppressed by demons; he expelled the spirits with a word and healed everyone sick. સાંજ પડી ત્યારે તેઓ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં.
17 This fulfilled the prophet Isaiah's words: "He took our weaknesses and carried our diseases." એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, "તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા."
18 When Jesus saw a crowd around him, he ordered them to cross to the other side. ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી.
19 And a scribe came up and said to him, "Teacher, I will follow you wherever you go." એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, "ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ."
20 Jesus told him, "Foxes have dens and birds of the sky have nests, but the Son of Man has nowhere to lay his head." ત્યારે ઈસુએ તેને કહ્યું કે, "શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી."
21 Another of the disciples said to him, "Lord, let me first go and bury my father." તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, "પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું."
22 But Jesus said to him, "Follow me, and leave the dead to bury their own dead." પણ ઈસુએ તેને કહ્યું કે, "તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો."
23 When he got into the boat, his disciples followed him. ઈસુ હોડી પર ચઢ્યાં ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા.
24 Suddenly a great storm arose on the sea, so waves covered the boat—but he was asleep. જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા.
25 So they woke him: "Lord, save us! We're dying!" ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, "ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ."
26 He said to them, "Why are you afraid, you of little faith?" Then he stood and rebuked the winds and sea, and a great calm followed. પછી ઈસુ તેઓને કહ્યું કે, "ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?" પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ.
27 The men were amazed: "What kind of man is this—even winds and sea obey him?" ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, "એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?"
28 Crossing to the other side, to the region of the Gadarenes, two demon-possessed men came out of the tombs to meet him, so violent no one could pass that way. જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા, તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું.
29 They shouted, "What do you want with us, Son of God? Have you come here to torment us before the time?" જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, "ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?"
30 Now a herd of many pigs was feeding at some distance from them. હવે તેઓથી બહુ દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું.
31 And the demons begged him, "If you cast us out, send us into the herd of pigs." દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, "જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળામાં અમને મોકલો."
32 He told them, "Go." They came out and entered the pigs, and the whole herd rushed down the cliff into the sea and died in the waters. ઈસુએ તેઓને કહ્યું કે, 'જાઓ.' પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.
33 The herdsmen fled into the city and reported everything, including what had happened to the demon-possessed men. ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું.
34 The whole city came out to meet Jesus; seeing him, they begged him to leave their region. ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું; તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]