Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 4 guj

Show guj only
Verse × ×
1 Then the Holy Spirit led Jesus into the wilderness to be tempted by the devil. પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.
2 And after fasting forty days and forty nights, he was hungry. ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
3 The tempter came and said, "If you're the Son of God, tell these stones to become bread." પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.'
4 But he answered, "It is written, 'People do not live by bread alone, but by every word from our Father's mouth.'" પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'
5 Then the devil took him into the holy city, stood him on the temple's highest point, ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઉભો રાખો;
6 and told him, "If you're God's Son, throw yourself down, since Scripture says, 'He will command his angels about you, and they will carry you on their hands, so you won't strike your foot on a stone.'" અને તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.'
7 Jesus said to him, "Again it is written, 'You must not put your Father to the test.'" ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.'
8 Again the devil took him to a very high mountain and showed him all the world's kingdoms and their glory. ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું;
9 He said to him, "All these I will give you, if you bow down and worship me." અને તેને કહે છે કે, 'જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.'
10 Then Jesus told him, "Get away, Satan! For Scripture says, 'Worship your Father, and serve only him.'" ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.'
11 Then the devil left him, and suddenly angels came and took care of him. ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
12 Now when he heard that John had been arrested, he withdrew into Galilee. યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
13 He left Nazareth and settled in Capernaum, by the sea, in the territory of Zebulun and Naphtali, પછી નાસરેથ મૂકીને ઝબુલોનનાં તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
14 so that what was spoken by the prophet Isaiah might be fulfilled: એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
15 "The land of Zebulun and the land of Naphtali, the way of the sea, beyond the Jordan, Galilee of the Gentiles, 'ઝબુલોનનાં પ્રાંતના, નફતાલીના પ્રાંતના, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલમાંના
16 the people dwelling in darkness have seen a great light, and for those dwelling in the region and shadow of death, on them a light has dawned." જે લોકો અંધકારમાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને મરણસ્થાનમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.'
17 From that time Jesus began to preach, saying, "Repent, for the kingdom of our Father is near." ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'
18 Walking by the Sea of Galilee, he saw two brothers, Simon called Peter and his brother Andrew, casting a net into the sea—they were fishermen. ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
19 And he said to them, "Follow me, and I will make you fishers of people." ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.'
20 Immediately they left their nets and followed him. તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
21 Going on from there, he saw two more brothers—James son of Zebedee and John his brother—in the boat with their father Zebedee, mending nets, and called them. ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ બોલાવ્યા.
22 Immediately they left the boat and their father and followed him. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
23 He went all through Galilee, teaching in their synagogues, announcing the good news of the kingdom, and healing every disease and sickness among the people. ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
24 News of him spread through all Syria. They brought him all who were sick—gripped by various diseases and pains, oppressed by demons, epileptic, paralyzed—and he healed them. ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીથી પીડાતાઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
25 Large crowds followed him from Galilee, the Decapolis, Jerusalem, Judea, and beyond the Jordan. ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]