Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Mark 7 guj

Show guj only
Verse × ×
1 The Pharisees and some of the scribes who had come from Jerusalem gathered around Jesus, ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.
2 and they saw that some of his disciples were eating bread with unclean hands—that is, unwashed. અને તેમના કેટલાક શિષ્યોને તેઓએ ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.
3 (For the Pharisees and all the Jews don't eat unless they wash their hands ceremonially, keeping the elders' tradition. કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોનો રિવાજો પાળીને સારી રીતે હાથ ધોયા વિના ખાતા ન હતા.
4 When they come from the market, they don't eat without washing. They also hold to many other traditions they've received—washing cups, pitchers, and copper vessels.). બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
5 Then the Pharisees and scribes asked him, "Why don't your disciples follow the elders' tradition, but eat bread with unclean hands?" પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, 'તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?'
6 He replied, "Isaiah prophesied truly about you hypocrites, as written: 'These people honor me with their lips, but their heart is far from me.' ઈસુએ તેઓને કહ્યું કે, 'ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક બોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
7 'They worship me in vain, teaching as doctrines the commandments of men.' પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.
8 You abandon the commandment of our Father and hold to the tradition of men." ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.'
9 He said to them, "You do a fine job setting aside our Father's commandment to keep your own tradition!" તેણે તેઓને કહ્યું કે, 'તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.
10 For Moses said, 'Honor your father and your mother,' and 'Whoever curses father or mother must be executed.' કેમ કે મૂસાએ કહ્યું કે, "તારાં માતાપિતાને માન આપ" અને "જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય";
11 "But you say: if anyone tells his father or mother, 'Whatever you'd have gained from me is Corban' (a gift devoted to our Father), પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
12 then you no longer let him do anything for his father or mother. તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
13 So you cancel the word of our Father with your handed-down tradition. You do many things like this." અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.'
14 He called the crowd again and said to them, "Listen to me, all of you, and understand: લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે બધા મારું સાંભળો તથા સમજો.
15 Nothing outside a person entering him can make him unclean; rather, what comes out of a person is what makes him unclean." માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
16 Not in this edition જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
17 When he had left the crowd and entered the house, his disciples asked him about the parable. જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
18 He said to them, "Are you also this dull? Don't you understand nothing entering a person from outside can make him unclean, ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
19 since it doesn't enter his heart but his stomach, and then goes out into the sewer?" (Saying this, he declared all foods clean.). કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
20 He said, "What comes out of a person—that makes him unclean. વળી તેમણે કહ્યું કે, 'માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
21 For from within, out of the human heart, come evil thoughts—sexual sin, theft, murder, કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે વ્યભિચાર, ચોરીઓ, હત્યાઓ,
22 adultery, greed, malice, deceit, sensuality, envy, slander, pride, and foolishness. વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
23 All these evils come from inside and make a person unclean." એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
24 Jesus left there for the region of Tyre. He entered a house, wanting no one to know, but couldn't stay hidden. પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
25 Instead, a woman whose little daughter had an unclean spirit heard about him at once, came, and fell at his feet. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
26 The woman was Greek, Syrophoenician by birth. She kept asking him to drive the demon out of her daughter. તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી ભૂતને કાઢવાને તેમને વિનંતી કરી.
27 He told her, "Let the children eat first, for it's not right to take their bread and toss it to the dogs." પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.'
28 But she replied to him, "Sir, even the dogs under the table eat the children's crumbs." પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'.
29 He said to her, "Because of this answer, go—the demon has left your daughter." ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.'
30 And she went home and found the child lying on the bed, and the demon gone. તેણે પોતાને ઘરે આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.'
31 Then Jesus left the territory of Tyre, went through Sidon to the Sea of Galilee, into the region of the Decapolis. ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
32 They brought him a deaf man who could hardly speak, begging him to lay his hand on him. લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
33 Jesus took him aside privately, away from the crowd, put his fingers in the man's ears, spit, and touched his tongue. ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
34 Then, looking up to heaven, he sighed deeply and said to him, "Ephphatha!" (that is, "Be opened!"). અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, 'એફફથા,' એટલે 'ઊઘડી જા.'
35 And immediately his ears were opened, his tongue was released, and he began to speak plainly. તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
36 Jesus ordered them to tell no one; but the more he ordered, the more they proclaimed it. ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'તમારે કોઈને કહેવું નહિ;' પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
37 They were completely amazed: "He has done everything well—he makes the deaf hear and the mute speak." લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, 'તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]