Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 9 guj

Show guj only
Verse × ×
1 On the eighth day Moses called Aaron and his sons and the elders of Israel. આઠમા દિવસે મૂસાએ હારુનને, તેના પુત્રોને તથા ઇઝરાયલના વડીલોને બોલાવ્યા.
2 He told Aaron, "Take a bull calf for yourself as a sin offering, a ram as a burnt offering, both without defect, and offer them before our Father. તેણે હારુનને કહ્યું, "તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર.
3 Tell the Israelites: Take a male goat for a sin offering, and a yearling calf and lamb, without defect, for a burnt offering. તું ઇઝરાયલી લોકોને કહે કે, 'તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા ઘેટો, બન્ને એક વર્ષના તથા ખામી વગરના લેવા.
4 An ox and a ram for a peace offering, to sacrifice before our Father, plus a grain offering mixed with oil—for today our Father will appear to you." આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.'"
5 They brought what Moses commanded to the tent of meeting's entrance; the whole assembly drew near and stood before our Father. આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી.
6 Moses said, "Do what our Father commanded, so the glory of our Father will appear to you." પછી મૂસાએ કહ્યું, "યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે."
7 Moses told Aaron, "Come to the altar. Offer your sin offering and burnt offering, atone for yourself and the people. Offer the people's offering and atone for them, as our Father commanded." મૂસાએ હારુનને કહ્યું, "વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ."
8 So Aaron approached the altar and slaughtered the sin-offering calf, which was for himself. માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
9 Aaron's sons brought him the blood; he dipped his finger in it, put it on the altar's horns, and poured the rest at its base. હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.
10 But he burned the sin offering's fat, kidneys, and liver lobe on the altar, as our Father commanded Moses. પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
11 He burned the flesh and the skin with fire outside the camp. અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું.
12 He killed the burnt offering. Aaron's sons handed him the blood, and he splashed it against the altar's sides. હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
13 They handed him the burnt offering in pieces, with the head, and he burned them on the altar. પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું.
14 He washed the intestines and legs, burning them on the altar with the burnt offering. તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.
15 Then he brought the people's offering: took their sin-offering goat, slaughtered it, and offered it for sin, like the first. હારુને લોકોનું અર્પણ રજૂ કર્યું, લોકોના પાપાર્થાર્પણના બકરાંને લઈને પહેલાં બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું.
16 He presented the burnt offering and offered it as prescribed. તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું.
17 He brought the grain offering, took a handful, and burned it on the altar, besides the morning burnt offering. તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું; તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનીયાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું.
18 He slaughtered the ox and the ram, the people's peace offering sacrifice, and Aaron's sons brought him the blood, which he threw against the altar's sides. તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
19 But the fat of the ox and ram: the fat tail, fat covering, kidneys, and long liver lobe, બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.
20 they placed the fat portions on the breasts, and he burned the fat portions on the altar. તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું.
21 But Aaron waved the breasts and the right thigh as a wave offering before our Father, as Moses had commanded. મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.
22 Aaron raised his hands toward the people and blessed them, then came down from making the sin, burnt, and peace offerings. પછી હારુને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો; પછી પાપાર્થાર્પણ, દહનીયાર્પણ તથા શાંત્યર્પણના અર્પણ કરીને તે નીચે ઊતર્યો.
23 Moses and Aaron entered the tent of meeting, came out, and blessed the people; the glory of our Father appeared to all the people. મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા.
24 Fire came from our Father's presence and consumed the burnt offering and fat on the altar. All the people saw it, shouted for joy, and fell facedown. યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]