Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 8 guj

Show guj only
Verse × ×
1 Our Father spoke to Moses: યહોવાહે મૂસાને કહ્યું હતું,
2 "Take Aaron and his sons with him, the garments, the anointing oil, the bull of the sin offering, the two rams, and the basket of yeast-free bread, "હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે.
3 and assemble the whole congregation at the entrance of the tent of meeting." મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે."
4 Moses did as our Father commanded him; the assembly gathered at the entrance of the tent of meeting. તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ.
5 And Moses said to the congregation, "This is what our Father has commanded to be done." પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, "યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે."
6 Then Moses brought Aaron and his sons forward and washed them with water. મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.
7 He put the tunic on Aaron, tied the sash around him, dressed him in the robe, put the ephod on him, tied the ephod's skillfully woven band around him, and fastened it to him. તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.
8 He placed the breastpiece on him, and in the breastpiece he put the Urim and the Thummim. તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા.
9 He set the turban on Aaron's head, and on its front he set the gold plate, the holy crown, as our Father commanded Moses. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો.
10 Then Moses took the anointing oil and anointed the tabernacle and everything in it, and consecrated them. મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા.
11 He sprinkled some of it on the altar seven times, anointing the altar, all its utensils, and the basin with its stand, to dedicate them. તેણે વેદી પર સાત વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારુ તેઓનો અભિષેક કર્યો.
12 He poured some anointing oil on Aaron's head and anointed him to dedicate him. તેણે હારુનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું અને તેને પવિત્ર કરવા સારુ તેનો અભિષેક કર્યો.
13 Then Moses brought Aaron's sons forward, dressed them in tunics, tied on sashes, and put caps on their heads, as our Father had commanded Moses. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે હારુનના પુત્રોને ઝભ્ભાઓ પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધ્યા અને માથે પાઘડી બાંધી.
14 He brought the bull of the sin offering, and Aaron and his sons laid their hands on its head. મૂસા પાપાથાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા.
15 Moses slaughtered it, took the blood, and with his finger applied it to the altar's horns all around, purifying the altar. He poured the rest of the blood at the altar's base and dedicated the altar, making atonement for it. તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી.
16 He took all the fat on the inner organs, the liver's lobe, and the two kidneys with their fat, and burned it on the altar. તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ.
17 But the bull—hide, flesh, and waste—he burned outside the camp, as our Father commanded Moses. પણ જેમ યહોવાહે તેને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.
18 He brought the ram for the burnt offering; Aaron and his sons laid their hands on its head. મૂસાએ દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.
19 Moses slaughtered it and threw the blood against the sides of the altar. તેણે તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું.
20 He cut the ram into pieces and burned the head, the pieces, and the fat. તેણે તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું.
21 He washed the inner organs and legs in water, then burned the whole ram on the altar—a burnt offering, a pleasing aroma, a food offering to our Father, as our Father commanded Moses. તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું.
22 He brought the second ram, the ram of ordination, and Aaron and his sons laid their hands on its head. પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા.
23 Moses slaughtered it, took some of its blood, and put it on Aaron's right earlobe, right thumb, and right big toe. હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું.
24 Moses brought Aaron's sons near and put blood on their right earlobes, thumbs, and big toes, then splashed the rest against the altar's sides. તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું.
25 He took the fat, the fat tail, all the fat on the intestines, the liver's long lobe, the two kidneys with their fat, and the right thigh. તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી.
26 From the basket of unleavened bread before our Father, he took one cake, one oiled cake, and one wafer, and put them on the fat and the right thigh. જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.
27 He put all these in Aaron's and his sons' hands, and waved them as a wave offering before our Father. તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.
28 Moses took them from their hands and burned them on the altar with the burnt offering—an ordination offering, a pleasing aroma, a food offering to our Father. પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી.
29 Moses took the breast and waved it as a wave offering before our Father—Moses's portion from the ram of ordination, as our Father commanded him. મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.
30 Moses took some anointing oil and some blood from the altar and sprinkled it on Aaron and his garments, on his sons and their garments. So he consecrated Aaron and his garments, and his sons and their garments with him. મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારુન તથા તેનાં વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારુનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યાં.
31 Moses told Aaron and his sons, "Boil the meat at the tent of meeting's entrance, eat it there with the bread from the ordination-offering basket, as I commanded: Aaron and his sons will eat it. તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, "મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, 'હારુન તથા તેના પુત્રો તે ખાય,' તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ.
32 Whatever is left of the meat and the bread, burn it with fire. તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો.
33 Do not leave the Tent of Meeting's entrance for seven days, until your ordination days end, for it takes seven days to ordain you. સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે.
34 What has been done today, our Father has commanded to be done to make atonement for you. તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે.
35 Stay at the tent of meeting's entrance day and night, seven days, doing what our Father requires, so you do not die—this is what I was commanded." તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે."
36 So Aaron and his sons did everything our Father had commanded through Moses. તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]