Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 6 guj

Show guj only
Verse × ×
1 Our Father spoke to Moses: યહોવાહે મૂસાને કહ્યું,
2 "If anyone sins, unfaithful to your Father, by deceiving his neighbor about a deposit, a pledge, or stolen goods, or by cheating him, "જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞા તોડે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય,
3 or if he finds lost property and lies about it, swearing falsely—any such act by which a person sins. અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે તે દગો કરે અને જૂઠા સોગન ખાય અથવા જો કોઈ માણસ આ બધામાંથી કંઈપણ કરીને પાપ કરે,
4 When he sins and is guilty, he must return what he stole, or extorted, or the deposit entrusted to him, or the lost item he found, જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય,
5 or whatever he swore falsely about, he must repay it in full, add a fifth to it, and give it to its owner on the day he admits his guilt. અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું
6 He must bring his guilt offering to your Father: a ram without defect from the flock, at your valuation, as a guilt offering, to the priest. પછી તે યહોવાહની આગળ પોતાનું દોષાર્થાર્પણ લાવે: ટોળામાંનો એક ખામી વગરનો ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે.
7 The priest will atone for him before your Father, and he'll be forgiven for whatever he did that made him guilty." યાજક યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરે અને જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે, તેની તેને ક્ષમા કરવામાં આવશે."
8 Then our Father spoke to Moses: પછી યહોવાહે મૂસાને કહ્યું,
9 "Command Aaron and his sons: This is the law for the burnt offering. It stays on the altar's hearth all night until morning, and the altar fire must keep burning on it. "હારુન તથા તેના પુત્રોને આજ્ઞા કર કે, 'આ દહનીયાર્પણના નિયમો છે: દહનીયાર્પણો આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.
10 The priest is to wear his linen garment, with linen undergarments against his skin, then remove the ashes left after the fire consumes the burnt offering on the altar, and place them beside the altar. અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે.
11 Then he removes his garments, puts on others, and carries the ashes outside the camp to a clean place. તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.
12 The altar fire must keep burning; it must not go out. Every morning the priest adds wood on it, arranges the burnt offering on it, and burns the fat of the peace offerings on it. વેદી પરનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો અને પ્રતિદિન સવારે યાજક તે પર લાકડાં બાળે. તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.
13 The fire must be kept burning on the altar continually; it must not go out. વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.
14 "This is the law of the grain offering: Aaron's sons must bring it before your Father, in front of the altar. ખાદ્યાર્પણનો નિયમ આ છે: હારુનના પુત્રો ખાદ્યાર્પણને યહોવાહની સમક્ષ વેદી સામે ચઢાવે.
15 The priest takes a handful of the grain offering's fine flour and oil, with all its frankincense, and burns this memorial portion on the altar as a pleasing aroma to your Father. યાજક ખાદ્યાર્પણોમાંથી એક મુઠ્ઠી ભરીને મેંદો, તેલ અને બધું જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાહને માટે સુવાસને અર્થે વેદી પર તેનું દહન કરે.
16 Aaron and his sons eat what remains; it must be eaten without yeast in a holy place, eaten in the courtyard of the tent of meeting. તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય.
17 Do not bake it with yeast. I've given it as their share of my food offerings, like the sin and guilt offerings; it is most holy. તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.
18 Every male of Aaron's descendants may eat it—a lasting portion through your generations from your Father's food offerings. Whatever touches them becomes holy." હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.'"
19 Our Father said to Moses: તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું,
20 "This is Aaron and his sons' offering to your Father on the day he is anointed: about two quarts of fine flour as a regular grain offering, half in the morning, half in the evening. "હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફોદ મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.
21 Prepare it with oil on a griddle, bring it well-kneaded, present the grain offering in broken pieces—a pleasing aroma to your Father. તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.
22 The anointed priest who succeeds him from among his sons must prepare it—a lasting decree before your Father: it must be burned completely. તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હંમેશના વિધિથી તેનું યહોવાહને માટે પૂરેપૂરું દહન કરાય.
23 Every grain offering of a priest is to be burned completely; it must not be eaten." યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ."
24 Again our Father spoke to Moses: યહોવાહે ફરીથી મૂસાને કહ્યું,
25 "Tell Aaron and his sons: this is the law of the sin offering: slaughter it before your Father, where the burnt offering is slaughtered; it is most holy. "હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, 'પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.
26 The priest who offers it for sin must eat it; it must be eaten in a holy place, in the tent of meeting's courtyard. જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.
27 Whatever touches its flesh becomes holy. If its blood spatters a garment, wash the spattered spot in a holy place. જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.
28 The clay pot it is boiled in must be broken; if boiled in a bronze pot, it must be scoured and rinsed with water. પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
29 Every male among the priests may eat it; it is most holy. યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.
30 No sin offering whose blood is brought into the tent of meeting to atone in the Holy Place may be eaten; it must be burned with fire." અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]