Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Leviticus 1 guj

Show guj only
Verse × ×
1 Our Father called to Moses and spoke to him from the tent of meeting, saying: યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે,
2 "Speak to the Israelites and say to them: When any of you brings me an offering, bring your offering of livestock from the herd or the flock. "તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, 'જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.
3 "If his offering is a burnt offering from the herd, he is to offer a male without defect, offering it at the entrance of the tent of meeting, to be accepted before me. જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખામી વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.
4 He is to lay his hand on the burnt offering's head, and it will be accepted for him, to atone for him. જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
5 He is to kill the young bull before me, and Aaron's sons the priests are to bring the blood and splash it around the altar at the entrance of the tent of meeting. પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.
6 Then he is to skin the burnt offering and cut it into its pieces. પછી દહનીયાર્પણનું ચામડું તે ઉતારે અને કાપીને તેના ટુકડા કરે.
7 Aaron's sons the priests will lay a fire on the altar and arrange wood on it. હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે.
8 Aaron's sons, the priests, arrange the pieces, head, and fat on the wood over the fire on the altar. યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે.
9 He is to wash its inner organs and legs with water; the priest burns it all on the altar—a burnt offering, a food offering, a pleasing aroma to me. પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
10 "If his burnt offering is from the flock—sheep or goats—he must bring a male without defect. જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે કે ઘેટાંબકરાંમાંથી હોય, તો તે ખામી વગરનો નર પશુ જ હોવો જોઈએ.
11 He is to slaughter it on the altar's north side before me; Aaron's sons the priests are to splash its blood around the altar. તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
12 He is to cut it into pieces—head and fat—and the priest is to arrange them on the wood, on the fire, on the altar. તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે.
13 He must wash the inner organs and legs with water; the priest offers it all, burns it on the altar—a burnt offering, a food offering, a pleasing aroma to me. પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
14 "If his burnt offering to me is a bird, he must bring turtledoves or young pigeons as his offering. જો યહોવાહને માટે તેનું અર્પણ દહનીયાર્પણને માટે પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે.
15 The priest brings it to the altar, wrings off its head, burns it there; its blood drains against the altar's side. યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.
16 He removes its crop with its contents, throwing it beside the altar eastward, at the ash heap. તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે.
17 He is to tear it open by the wings, not fully apart; the priest will burn it on the altar's wood over the fire—a burnt offering, a food offering, a pleasing aroma to me." યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે, પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે. પછી યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]