Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 18 guj

Show guj only
Verse × ×
1 After saying these things, Jesus went out with his disciples across the Kidron Valley, where a garden stood; he and his disciples entered it. એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.
2 Judas the betrayer knew the place too, since Jesus often gathered there with his disciples. હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
3 So Judas came there with a detachment of soldiers and officers from the chief priests and Pharisees, carrying lanterns, torches, and weapons. ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો છે.
4 So Jesus, knowing all that was coming on him, went out and said to them, "Who are you looking for?" ત્યારે ઈસુને પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, 'તમે કોને શોધો છો?'
5 They answered him, "Jesus of Nazareth." Jesus said, "I AM." Judas, his betrayer, stood with them. તેઓએ તેમને ઉત્તર દીધો કે, 'ઈસુ નાઝારીને.' ઈસુ તેઓને કહે છે કે, 'તે હું છું.' અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.
6 When Jesus said to them, "I AM," they drew back and fell to the ground. એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, 'તે હું છું,' ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.
7 So he asked them again, "Who are you looking for?" And they said, "Jesus of Nazareth." ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, 'તમે કોને શોધો છો?' અને તેઓએ કહ્યું કે, 'નાસરેથના ઈસુને.'
8 Jesus answered, "I told you I AM. So if you're looking for me, let these men go." ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મેં તમને કહ્યું કે, તે હું છું;' એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.'
9 This fulfilled Jesus's own word: "I have not lost a single one of those you gave me." એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; 'જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી,'
10 So Simon Peter drew his sword, struck the high priest's servant, and cut off his right ear—the servant named Malchus. ત્યારે સિમોન પિતર તેની પાસે તરવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.
11 So Jesus told Peter, "Sheath your sword. Shouldn't I drink the cup my Father has given me?" તેથી ઈસુએ પિતરને કહ્યું કે, 'તારી તરવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે 'તે શું હું ના પીઉં?'
12 Then the troops, their commander, and the Jewish officers seized Jesus and tied him up. ત્યારે સિપાઈઓએ, જમાદારે તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.
13 They took him to Annas first, for he was father-in-law to Caiaphas, high priest that year. તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.
14 Caiaphas was the one who advised the Jews: better one man die for the people. હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.
15 Simon Peter and another disciple followed Jesus. That disciple was known to the high priest, so he entered with Jesus into the high priest's courtyard, સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના [ઘરના] ચોકમાં ગયો.
16 but Peter stood outside at the door. So the other disciple, known to the high priest, went out, spoke to the servant girl who kept the door, and brought Peter in. પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.
17 The servant girl guarding the door said to Peter, "You also are not one of this man's disciples, are you?" He said, "I'm not." ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, 'શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?' પિતરે કહ્યું કે, 'હું નથી.'
18 The servants and officers, feeling the cold, had lit a charcoal fire and stood warming themselves; Peter stood with them, warming himself. ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
19 The high priest then questioned Jesus about his disciples and his teaching. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.
20 Jesus answered him, "I spoke openly to the world; I always taught in synagogues and in the temple, where all the Jews gather. I said nothing in secret. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.
21 Why ask me? Ask those who heard what I said to them; they know what I said." 'તું મને કેમ પૂછે છે?' તેઓને પૂછ; 'મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
22 At this, one of the guards nearby slapped Jesus, saying, "Is that how you answer the high priest?" ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?'
23 Jesus answered him, "If I spoke wrongly, testify about the wrong; but if rightly, why do you strike me?" ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, 'તો તું મને કેમ મારે છે?'
24 Then Annas sent him, still bound, to Caiaphas the high priest. ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
25 Simon Peter, meanwhile, stood warming himself. They said, "Aren't you also one of his disciples?" He denied it: "I'm not." હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, 'શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?' તેણે નકાર કરતાં કહ્યું કે, 'હું નથી.'
26 One of the high priest's servants, a relative of the man whose ear Peter cut off, asked, "Didn't I see you with him in the garden?" જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?
27 Peter again denied it, and at once a rooster crowed. ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
28 Then they led Jesus from Caiaphas to the governor's headquarters. It was early morning. They themselves didn't enter, so they wouldn't be made unclean but could eat the Passover. ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
29 So Pilate went out to them and said, "What accusation do you bring against this man?" તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, 'એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?'
30 They answered him, "If this man weren't doing wrong, we wouldn't have handed him over to you." તેઓએ તેને ઉત્તર આપ્યો, 'જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.'
31 Pilate said, "Take him yourselves and judge him by your own law." The Jews said, "We're not permitted to execute anyone." ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,' યહૂદીઓએ તેમને કહ્યું કે, 'કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.'
32 This fulfilled the word Jesus had spoken, showing what kind of death he was about to die. પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે [એમ થયું].
33 So Pilate went back into the headquarters, summoned Jesus, and asked, "Are you the King of the Jews?" એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?'
34 Jesus answered, "Are you saying this on your own, or did others tell you about me?" ઈસુએ ઉત્તર આપ્યો કે, 'આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?'
35 Pilate replied, "Am I a Jew? Your own nation and chief priests handed you over to me. What have you done?" પિલાતે ઉત્તર આપ્યો કે, 'શું હું યહૂદી છું?' તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; 'તેં શું કર્યું છે?'
36 Jesus answered, "My kingdom isn't from this world. If it were, my servants would fight against my being handed to the Jews. But my kingdom isn't from here." ઈસુએ ઉત્તર આપ્યો કે, 'મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.
37 Then Pilate said to him, "So you are a king?" Jesus answered, "You say I'm a king. I was born for this, and I came into the world for this—to testify to the truth. Everyone who belongs to the truth hears my voice." તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, 'ત્યારે શું તું રાજા છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તું કહે છે કે હું રાજા છું.' એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.'
38 Pilate asked, "What is truth?" Then he went out to the Jews again and said, "I find nothing wrong in him. પિલાત તેને કહે છે કે, 'સત્ય શું છે?' જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
39 But you have a custom: I release one man to you at Passover. So do you want me to release the King of the Jews to you?" પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?
40 They cried out again, "Not this man, but Barabbas!" Now Barabbas was a robber. ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, 'એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]