Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 13 guj

Show guj only
Verse × ×
1 Now, before the Passover festival, Jesus knew his hour had come to leave this world to his Father. Having loved his own in the world, he loved them to the end. હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
2 During supper, the devil had already put into Judas son of Simon Iscariot's heart the plan to betray Jesus. તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.
3 Jesus, knowing that the Father had given everything into his hands, and that he had come from him and was returning to him, પિતાએ સઘળી વસ્તુઓ મારા હાથમાં આપી છે, હું ઈશ્વરની પાસેથી આવ્યો છું અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને
4 rose from supper, took off his outer clothes, picked up a towel, and tied it around his waist. [ઈસુ] ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં વસ્ત્રો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.
5 Then he poured water into a basin and began washing the disciples' feet, drying them with the towel tied around him. ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.
6 He came to Simon Peter, who said to him, "Lord, are you going to wash my feet?" એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, 'પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?'
7 Jesus answered him, "You do not realize now what I am doing, but later you will understand." ઈસુએ તેને કહ્યું કે, 'હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.'
8 "You will never wash my feet," Peter said. Jesus answered, "Unless I wash you, you share nothing with me." પિતર તેમને કહે છે કે, 'હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.' ઈસુએ તેને કહ્યું કે, 'જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.'
9 Simon Peter said to him, "Lord, not only my feet, but also my hands and head!" સિમોન પિતર તેને કહે છે કે, 'પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.'
10 Jesus told him, "One who has bathed needs only to wash his feet—he is fully clean. You are clean, but not all of you." ઈસુ તેને કહે છે, 'જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
11 He knew who would betray him; that's why he said, "Not all of you are clean." કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, 'તમે બધા શુદ્ધ નથી.'
12 After washing their feet and dressing, he reclined again and said to them, "Do you understand what I have done for you? એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, 'મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?'
13 You call me Teacher and Lord, and rightly so, for that is what I am. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.'
14 So if I, your Lord and Teacher, washed your feet, you too must wash each other's feet. એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
15 For I have given you an example, that you should do as I have done for you. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
16 Truly, truly, I say to you, a servant isn't greater than his master, nor a messenger greater than his sender. હું તમને નિશ્ચે કહું છું કે, 'નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.'
17 If you know these things, you are blessed if you do them. જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
18 "I don't mean all of you—I know those I've chosen. But Scripture must be fulfilled: 'The one eating my bread has raised his heel against me.' હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ 'પણ જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.'
19 I tell you now, before it happens, so you'll believe, once it happens, that I AM. એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, 'જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.'
20 Truly, truly, I tell you, whoever welcomes someone I send welcomes me, and whoever welcomes me welcomes the one who sent me." નિશ્ચે હું તમને કહું છું કે, 'જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.
21 After saying this, Jesus, troubled in spirit, testified, "Truly, truly, I tell you, one of you will betray me." એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.
22 The disciples looked at one another, at a loss to know which of them he meant. તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.
23 One of his disciples, the one Jesus loved, was reclining at his side. હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.
24 So Simon Peter motioned to him to ask which one Jesus meant. સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, 'તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.'
25 Leaning back against Jesus, he asked him, "Lord, who is it?" ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, 'પ્રભુ, તે કોણ છે?'
26 Jesus answered, "It's the one I'll give this bread to, once I've dipped it." Then he dipped the bread and gave it to Judas, son of Simon Iscariot. ઈસુ કહે છે કે, 'હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.' પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
27 After Judas took the bread, Satan entered into him. So Jesus told him, "Do quickly what you're doing." અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, 'જે તું કરવાનો છે, તે જલદી કર.'
28 But no one reclining at the table understood why he said this to him. હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.
29 Since Judas held the money bag, some thought Jesus meant, 'Buy what we need for the feast,' or, 'Give something to the poor.' કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.
30 As soon as Judas had taken the bread, he went out. And it was night. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.
31 After Judas left, Jesus said, "Now the Son of Man is glorified, and my Father is glorified in him. જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, 'હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.
32 If my Father is glorified in him, my Father will also glorify the Son in himself and glorify him immediately. ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.
33 Dear children, I'm with you a little longer. You'll look for me, and as I told the Jewish leaders, so I tell you now: where I'm going, you can't come. ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.' જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, 'જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.
34 I give you a new command: love one another. As I have loved you, so you must love one another. 'હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,
35 By this everyone will know that you are my disciples, if you love one another." જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.
36 Simon Peter said to him, "Lord, where are you going?" Jesus answered, "Where I'm going you can't follow me now, but you'll follow later." સિમોન પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, તમેં ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, 'જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.
37 Peter asked, "Lord, why can't I follow you now? I'll lay down my life for you." પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.
38 Jesus replied, "You will lay down your life for me? Truly, truly, I tell you: the rooster won't crow until you have denied me three times." ઈસુ કહે છે કે, 'શું તું મારે માટે તારો જીવ આપશે?' હું તને નિશ્ચે કહું છું કે, "મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.'
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]