Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 1 guj

Show guj only
Verse × ×
1 In the beginning was the Word, and the Word was with our Father, and the Word was God. પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા.
2 He was in the beginning with our Father. તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
3 All things were made through him, and without him not one thing was made that was made. તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
4 In him was life, and the life was the light of all people. તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
5 The light shines in the darkness, and the darkness has not overcome it. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ.
6 There came a man sent from our Father, whose name was John. ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.
7 He came as a witness, to bear witness about the light, so that all might believe through John's witness. તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.
8 He was not the light, but came to bear witness about the light. યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
9 The true light, which gives light to everyone, was coming into the world. ખરું અજવાળું તે (ઈસુ) હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
10 He was in the world. The world came into being through him, yet did not know him. તેઓ દુનિયામાં હતા અને દુનિયાને તેમણે ઉત્પન્ન કરી હતી અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.
11 He came to his own, and his own people did not receive him. તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
12 But to all who received him, believing in his name, he gave the right to become children of our Father, છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
13 children born not of blood nor of the will of flesh nor of the will of man, but of our Father. તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
14 The Word became flesh and lived among us. We saw his glory, the glory of the one and only Son from the Father, full of grace and truth. અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.
15 John testified about him, crying out, "This is the one I meant: he who comes after me outranks me, since he existed before me." યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, "જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, 'જે મારી પાછળ આવે છે પણ મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા."
16 For from his fullness we have all received, grace upon grace. કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.
17 For the law was given through Moses; grace and truth came through Jesus Christ. નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.
18 No one has ever seen our Father; the one and only God, close beside the Father, has made him known. ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે તેમને (ઈશ્વરને) પ્રગટ કર્યા છે.
19 This is John's testimony, when the Jews sent priests and Levites from Jerusalem to ask him, "Who are you?" જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;
20 He confessed, and did not deny, but confessed, "I am not the Christ." એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, "હું તો ખ્રિસ્ત નથી."
21 So they asked him, "What then? Are you Elijah?" "I am not," he said. "Are you the Prophet?" "No," he answered. તેઓએ તેને પૂછ્યું, "તો શું? શું તું એલિયા છે?" તેણે કહ્યું, "હું તે નથી." શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, 'ના.'
22 So they asked, "Who are you? We need to give an answer to those who sent us. What do you say about yourself?" માટે તેઓએ તેને પૂછ્યું કે, 'તું કોણ છે?' કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે?
23 He said, "I'm the voice of one crying out in the wilderness, 'Make straight the way of the Lord,' as the prophet Isaiah said." તેણે કહ્યું, "યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે 'પ્રભુનો માર્ગ તૈયાર કરો,' તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું."
24 Now they had been sent from the Pharisees. ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.
25 They asked him, "Why baptize, then, if you're not the Christ, nor Elijah, nor the Prophet?" તેઓએ તેને પૂછ્યું કે, 'જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?'
26 John answered them, "I baptize with water, but among you stands one you do not know, યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, "હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;
27 even he who comes after me, whose sandal strap I am not worthy to untie." તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી."
28 These things took place in Bethany across the Jordan, where John was baptizing. યર્દનને પેલે પાર બેથાનિયામાં (બેથબારા) જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
29 The next day, seeing Jesus coming toward him, he said, "Look! The Lamb of our Father—Jesus—who takes away the sin of the world! બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, "જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
30 This is the one I meant: 'After me comes a man who ranks before me, because he was before me.' તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા.
31 I didn't know him, but I came baptizing with water so he would be revealed to Israel." મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.'
32 John testified: "I saw the Holy Spirit descend from heaven like a dove and remain on him. યોહાને સાક્ષી આપી કે, 'મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા.
33 I didn't know him, but the one who sent me to baptize with water told me, 'The one you see the Holy Spirit come down and stay on—he is the one who baptizes with the Holy Spirit.' મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.
34 And I have seen and have borne witness that this is the Son of our Father." મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.'
35 The next day John was standing again with two of his disciples, વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.
36 and looking at Jesus as he walked by, he said, "Look! The Lamb of our Father!" તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, 'જુઓ, ઈશ્વરનું હલવાન!'
37 The two disciples heard him say this, and they followed Jesus. તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
38 Jesus turned, saw them following, and asked, "What do you seek?" They said, "Rabbi" (meaning Teacher), "where do you stay?" ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, 'તમે શું શોધો છો?' તેઓએ તેમને કહ્યું, 'રાબ્બી 'એટલે ગુરુજી,' તમે ક્યાં રહો છો?'
39 He told them, "Come and you will see." So they went and saw where he was staying, and remained with him that day—about four in the afternoon. તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
40 One of the two who heard John speak and followed Jesus was Andrew, Simon Peter's brother. જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
41 He first found his own brother Simon and told him, "We've found the Messiah" (meaning Christ). તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'
42 He brought him to Jesus. Jesus looked at him and said, "You are Simon the son of John. You will be called Cephas" (meaning Peter). તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, 'તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા [એટલે પથ્થર] કહેવાશે.'
43 The next day, Jesus decided to leave for Galilee. He found Philip and said, "Follow me." બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
44 Now Philip was from Bethsaida, the city of Andrew and Peter. હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
45 Philip found Nathanael and told him, "We've found the one Moses wrote of in the Law and the prophets—Jesus, son of Joseph, from Nazareth." ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં જેમનાં સબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.'
46 Nathanael said, "Can anything good come from Nazareth?" Philip said, "Come and see." નથાનિયેલે તેને પૂછ્યું, 'શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?' ફિલિપ તેને કહે છે કે, 'આવ અને જો.'
47 Jesus saw Nathanael approaching and said of him, "Look—a true Israelite, with no deceit in him!" ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, 'જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!'
48 Nathanael asked him, "How do you know me?" Jesus answered, "Before Philip called you, while you were under the fig tree, I saw you." નથાનિયેલે ઈસુને કહ્યું કે, 'તમે મને ક્યાંથી ઓળખો છો?' ઈસુએ તેને જવાબ આપ્યો, 'ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.'
49 Nathanael answered him, "Rabbi, you are the Son of our Father! You are the King of Israel!" નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'
50 Jesus answered him, "You believe because I told you I saw you under the fig tree? You'll see greater things than these." ઈસુએ તેને કહ્યું કે, 'મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.'
51 He told him, "Truly, truly, I say to you, you will see heaven opened, and our Father's angels ascending and descending on the Son of Man." ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]