Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 9 guj

Show guj only
Verse × ×
1 Then our Father blessed Noah and his sons, saying, "Be fruitful and multiply and fill the earth. પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.
2 Every animal of the earth, every bird of the sky, everything that crawls on the ground, and every fish of the sea will fear and dread you; they are given into your hand. પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
3 Every living, moving thing will be your food. As I gave you the green plants, I now give you everything. પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.
4 But you must not eat meat that still has its lifeblood in it. પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.
5 I will surely demand an accounting for your blood: from every animal I will demand it, and from every person—each for his brother's life—I will demand a human life. હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.
6 Whoever sheds human blood, by humans will their blood be shed; for in the image of God, humanity was made. જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.
7 As for you, be fruitful and multiply; swarm across the earth and multiply on it." તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ."
8 Then our Father said to Noah and to his sons with him: પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,
9 "As for me, I am now establishing my covenant with you and with your descendants after you, "હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.
10 and every living creature with you—birds, livestock, every wild animal of the earth—all that came out of the ark with you, every living thing of the earth. અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.
11 I set my covenant with you: never again will all flesh be cut off by floodwaters; never again a flood to destroy the earth." તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
12 Then our Father said, "This is the sign of the covenant I'm making between me and you and every living creature with you, for all generations to come: ઈશ્વરે કહ્યું, "મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
13 I have put my rainbow in the clouds as the sign of the covenant between me and the earth. મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.
14 Whenever I bring clouds over the earth and the rainbow appears in the clouds, જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,
15 I will remember my covenant between me and you and every living creature of every kind: never again will floodwaters destroy all life. ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.
16 When the rainbow is in the clouds, I will see it and remember the everlasting covenant between me and every living creature of every kind on earth." મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ."
17 So our Father told Noah, "This is the sign of the covenant I've established between me and all life on earth." પછી ઈશ્વરે નૂહને કહ્યું, "મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે."
18 Noah's sons who left the ark: Shem, Ham, and Japheth. (Ham was Canaan's father.). નૂહના દીકરા જેઓ વહાણમાંથી બહાર આવ્યા તે શેમ, હામ તથા યાફેથ હતા. હામ કનાનનો પિતા હતો.
19 These three were the sons of Noah, and from them the whole earth was populated. નૂહના આ ત્રણ દીકરાઓ હતા. તેઓથી આખી પૃથ્વી પર વસ્તી થઈ.
20 Noah, a man of the soil, was the first to plant a vineyard. નૂહ ખેતી કરવા લાગ્યો અને તેણે દ્રાક્ષાવાડી રોપી.
21 When he drank some of its wine, he became drunk and lay uncovered inside his tent. તેણે દ્રાક્ષાસવ પીધો અને તેને નશો ચઢ્યો હોવાથી તે તેના તંબુમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં જ સૂઈ ગયો.
22 Ham, the father of Canaan, saw his father naked and told his two brothers outside. કનાનના પિતા હામે તેના પિતાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયા અને બહાર જઈને તેના બન્ને ભાઈઓને તે વિષે કહ્યું.
23 Shem and Japheth took a cloak, laid it on both their shoulders, walked in backward, and covered their father's nakedness; their faces were backward, so they did not see their father's nakedness. તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
24 When Noah awoke from his wine and learned what his youngest son had done to him, જયારે નૂહ નશામાંથી જાગ્યો ત્યારે તેના નાના દીકરાએ તેની સાથે જે કર્યું હતું તે તેણે જાણ્યું.
25 he said, "Cursed be Canaan! He will be the lowest of servants to his brothers." તેથી તેણે કહ્યું કે, "કનાન શાપિત થાય. દાસોનો દાસ તે તેના ભાઈઓને સારુ થશે."
26 He also said, "Blessed be the Father of Shem; may Canaan be Shem's servant. તેણે કહ્યું કે, "ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
27 May our Father extend Japheth's territory; may Japheth dwell in the tents of Shem, and may Canaan be Shem's servant." યાફેથને યહોવા વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ."
28 After the flood Noah lived 350 years. જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
29 Noah lived a total of 950 years, and then he died. નવસો પચાસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]