Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 8 guj

Show guj only
Verse × ×
1 But our Father remembered Noah, all the living creatures, and all the livestock with him in the ark, and swept a wind over the earth so the waters began to recede. ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
2 The springs of the deep and heaven's floodgates closed, and rain from the sky stopped. જળનિધિના ઝરા, આકાશનાં દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
3 Water kept receding from the earth, and after 150 days it had gone down. જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
4 The ark rested on the mountains of Ararat on the seventeenth day of the seventh month. સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.
5 The waters kept receding until the tenth month; on its first day, the mountaintops appeared. પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.
6 After forty days, Noah opened the window he had made in the ark, ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
7 he sent out a raven, and it flew back and forth until the waters dried up from the earth. તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.
8 Then he released the dove from him to see if the waters had subsided from the ground's surface. પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું,
9 But the dove found no resting place for her foot and returned to him in the ark, since water still covered the whole earth's surface. So he reached out his hand, took her, and brought her back into the ark. પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.
10 He waited seven more days and again sent out the dove from the ark. બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું.
11 The dove returned to him that evening with a freshly plucked olive leaf in her beak, so Noah knew the waters had receded from the earth. કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.
12 He waited seven more days, then sent the dove out again; it did not return to him again. તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.
13 In Noah's 600 and first year, the first day of the first month, the waters had dried up from the earth. Noah removed the ark's covering, looked out, and saw the ground's surface was dry. નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
14 By the twenty-seventh day of the second month the earth was completely dry. બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.
15 Then our Father said to Noah, પછી ઈશ્વરે નૂહને કહ્યું કે,
16 "Leave the ark: you and your wife and your sons and your sons' wives with you. "તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો.
17 Bring out with you every living creature—all flesh: birds, animals, everything that crawls on the ground—so they may swarm across the earth, be fruitful, and multiply on the earth." વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે."
18 So Noah came out, together with his sons and his wife and his sons' wives. તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં.
19 Every animal, every crawling thing, every bird—everything that moves on the earth—left the ark by their kinds. દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
20 Noah built an altar to our Father, took some of every clean animal and every clean bird, and offered burnt offerings on it. નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
21 Our Father smelled the pleasing aroma and said in his heart, "I will never again curse the ground because of humanity, though the human heart's inclination is evil from youth, nor will I ever again strike down every living thing as I have done. યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, "બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
22 As long as the earth endures, seedtime and harvest, cold and heat, summer and winter, day and night will never cease." પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]