Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 49 guj

Show guj only
Verse × ×
1 Jacob called his sons and said, "Gather, so I can tell you what will happen to you in the days ahead. યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, "તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
2 Assemble and listen, sons of Jacob; listen to Israel your father. "યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો.
3 Reuben, you are my firstborn, my might and the firstfruits of my strength, excelling in dignity and excelling in power. રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે.
4 Unstable as water, you will not excel, because you went up to your father's bed; then you defiled it—he went up to my couch. તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.
5 Simeon and Levi are brothers; weapons of violence are their swords. શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તરવારો છે.
6 May I never enter their council; may my honor not be joined to their assembly. For in their anger they killed men, and in their willfulness they hamstrung oxen. તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે. તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે. ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.
7 Cursed be their anger, for it is fierce, and their wrath, for it is cruel! I will divide them throughout Jacob and scatter them throughout Israel. તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ.
8 Judah, your brothers will praise you; your hand will be on the neck of your enemies; your father's sons will bow down before you. યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.
9 Judah is a lion's cub; from the prey, my son, you have come back. He stooped down; he crouched as a lion and as a lioness—who dares rouse him? યહૂદા સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે. તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?
10 The scepter will not depart from Judah, nor the ruler's staff from between his feet, until he comes to whom it belongs, and to him will be the obedience of the peoples. જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.
11 Binding his foal to the vine and his donkey's colt to the choice vine, he has washed his garments in wine and his robes in the blood of grapes. તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.
12 His eyes are darker than wine, and his teeth whiter than milk. દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.
13 Zebulun will dwell at the shore of the sea; he will become a haven for ships, and his border will be at Sidon. ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.
14 Issachar is a strong donkey, crouching between the sheepfolds. ઇસ્સાખાર બળવાન ગધેડો, ઘેટાંના વાડાની વચ્ચે સૂતેલો છે.
15 He saw that a resting place was good and that the land was pleasant, so he bent his shoulder to the load and became a servant at forced labor. તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
16 Dan will judge his people as one of the tribes of Israel. ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.
17 Dan will be a serpent in the road, a viper by the path, that bites the horse's heels so that his rider falls backward. દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.
18 I wait for your salvation, my Father. હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
19 Gad—raiders will raid him, but he will raid at their heels. ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
20 Asher's food will be rich, and he will yield royal delicacies. આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
21 Naphtali is a doe let loose that bears beautiful fawns. નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
22 Joseph is a fruitful branch, a fruitful branch by a spring; his branches run over the wall. યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે.
23 The archers bitterly attacked him, shot at him, and harassed him severely. ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.
24 Yet his bow remained unmoved; his arms were made agile by the hands of the Mighty One of Jacob—our Father—from there comes the Shepherd, the Stone of Israel. પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.
25 By the God of your father who will help you, by El Shaddai—the Almighty, our Father—who will bless you with blessings of heaven above, blessings of the deep that crouches beneath, blessings of the breasts and of the womb. તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.
26 The blessings of your father are mighty beyond the blessings of my ancestors, reaching to the riches of the everlasting hills. May they be on the head of Joseph, and on the brow of him who was set apart from his brothers. તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
27 Benjamin is a ravenous wolf, in the morning devouring the prey and at evening dividing the spoil." બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે."
28 All these are the twelve tribes of Israel; this is what their father said as he blessed them, each with the blessing fitting him. એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.
29 He commanded them: "I am being gathered to my people. Bury me with my fathers in the cave in Ephron the Hittite's field, પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, "હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,
30 in the cave in the field at Machpelah, east of Mamre in Canaan, which Abraham bought along with the field from Ephron the Hittite as a burial place. એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.
31 There they buried Abraham and Sarah his wife; there they buried Isaac and Rebekah his wife; and there I buried Leah, ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.
32 the field and the cave that is in it were bought from the Hittites. એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં."
33 Jacob finished commanding his sons, drew his feet into the bed, breathed his last, and was gathered to his people." જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]