Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 46 guj

Show guj only
Verse × ×
1 So Israel set out with all he had, came to Beersheba, and sacrificed to our Father, whom his father Isaac had worshiped. ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેર-શેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
2 And our Father spoke to Israel in visions of the night, "Jacob, Jacob." He said, "Here I am." ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, "યાકૂબ, યાકૂબ." તેણે કહ્યું, "હું અહીં છું."
3 He said, "I am your Father, whom your father worshiped. Do not be afraid to go down to Egypt, for there I will make you a great nation. તેમણે કહ્યું, "હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
4 I myself will go down with you to Egypt, and I will surely bring you back; and Joseph's own hand will close your eyes." હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે."
5 Jacob set out from Beersheba. Israel's sons carried their father Jacob, their little ones, and their wives in the wagons Pharaoh had sent for him. યાકૂબ બેર-શેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
6 They took their livestock and the goods they had acquired in the land of Canaan, and came to Egypt—Jacob and all his offspring with him. તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
7 His sons and grandsons, daughters and granddaughters—all his offspring he brought with him to Egypt. તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
8 These are the names of Israel's sons who came into Egypt—Jacob and his sons: Reuben, Jacob's firstborn. જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
9 The sons of Reuben: Hanoch, Pallu, Hezron, and Carmi. રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસરોન તથા કાર્મી;
10 The sons of Simeon: Jemuel, Jamin, Ohad, Jachin, Zohar, and Shaul the son of a Canaanite woman. શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
11 The sons of Levi: Gershon, Kohath, and Merari. લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;
12 Judah's sons: Er, Onan, Shelah, Perez, Zerah; but Er and Onan died in Canaan. Perez's sons: Hezron and Hamul. યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);
13 The sons of Issachar: Tola, Puvah, Iob, and Shimron. ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, યોબ તથા શિમ્રોન;
14 The sons of Zebulun: Sered, Elon, and Jahleel. ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
15 These are Leah's sons, born to Jacob in Paddan-aram, with his daughter Dinah; his sons and daughters numbered thirty-three. આ લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
16 The sons of Gad: Ziphion, Haggi, Shuni, Ezbon, Eri, Arodi, and Areli. ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
17 Asher's sons: Imnah, Ishvah, Ishvi, Beriah, and their sister Serah. Beriah's sons: Heber and Malchiel. આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિસ્યા, યિસ્વી, બરિયા તથા તેઓની બહેન સેરા; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
18 These are the sons of Zilpah, whom Laban gave to his daughter Leah; she bore these to Jacob—sixteen in all. લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;
19 The sons of Rachel, Jacob's wife: Joseph and Benjamin. યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
20 Manasseh and Ephraim were born to Joseph in Egypt by Asenath, daughter of Potiphera, priest of On. યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
21 The sons of Benjamin: Bela, Becher, Ashbel, Gera, Naaman, Ehi, Rosh, Muppim, Huppim, and Ard. બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
22 These are the sons of Rachel who were born to Jacob—fourteen persons in all. તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;
23 The sons of Dan: Hushim. દાન તથા તેનો દીકરો હુશીમ;
24 The sons of Naphtali: Jahzeel, Guni, Jezer, and Shillem. નફતાલી તથા તેના દીકરા: યાહસેલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
25 These are Bilhah's sons, whom Laban gave to his daughter Rachel; she bore these to Jacob—seven in all. લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
26 Jacob's direct descendants who came to Egypt—excluding his sons' wives—totaled sixty-six. યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
27 Joseph had two sons born in Egypt. Jacob's household that came to Egypt numbered seventy in all. યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
28 Jacob sent Judah ahead to Joseph to lead the way to Goshen; they reached the land of Goshen. યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
29 Joseph readied his chariot and went up to Goshen to meet his father Israel. He appeared to him, fell on his neck, and wept on his neck a long time. યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
30 Israel said to Joseph, "Now let me die, since I've seen your face and you're still alive." ઇઝરાયલે યૂસફને કહ્યું, "મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે."
31 Joseph told his brothers and his father's household, "I will go up and tell Pharaoh, and say to him, 'My brothers and my father's household, who were in Canaan, have come to me. યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, "હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, 'મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
32 The men are shepherds, for they have been keepers of livestock; they've brought their flocks, herds, and all they have.' તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'
33 When Pharaoh calls you and says, 'What is your occupation?' અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?'
34 you will say, 'Your servants have raised livestock from our youth until now, we and our fathers,' so you may settle in Goshen; for every shepherd is detestable to the Egyptians." ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, 'તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.' આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]