Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Timothy 1 guj

Show guj only
Verse × ×
1 Paul, apostle of Christ Jesus by the will of our Father, by the promise of life in Christ Jesus, ખ્રિસ્ત ઈસુમાં જીવનનાં આશાવચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ.
2 to Timothy, my beloved child: Grace, mercy, and peace from our Father and Christ Jesus our Lord. ઈશ્વરપિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.
3 I thank our Father, whom I serve with a clear conscience as my ancestors did, remembering you constantly in my prayers, night and day. વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.
4 Remembering your tears, I long to see you, so that I may be filled with joy. તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં;
5 I recall your sincere faith—alive first in your grandmother Lois and mother Eunice, and now, I'm convinced, in you too. કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.
6 So I remind you to fan into flame the gift of our Father in you, through the laying on of my hands. માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.
7 For our Father gave us no spirit of fear, but the Spirit of power, love, and self-control. કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે.
8 So don't be ashamed of our Lord's testimony, nor of me his prisoner, but share in suffering for the gospel by our Father's power. માટે આપણા પ્રભુની સાક્ષી વિષે અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.
9 He saved and called us with a holy calling, not by our works but by his own purpose and grace, given us in Christ Jesus before time began, તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા આરંભથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી;
10 and now made known through the appearing of our Savior Christ Jesus, who ended death and illuminated life and immortality through the gospel. પણ આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;
11 For this gospel I was appointed a preacher and an apostle and a teacher. મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.
12 That's why I suffer this way. But I'm not ashamed, for I know whom I've believed, and am convinced he can guard what's entrusted to me until the day he returns. એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમનાં પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.
13 Hold the pattern of sound words you heard from me, in faith and love in Christ Jesus. જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.
14 Guard the good deposit entrusted to you, through the Holy Spirit who lives within us. જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.
15 You know this: everyone in the province of Asia turned away from me, including Phygelus and Hermogenes. તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.
16 May our Lord Jesus grant mercy to Onesiphorus's household, for he often refreshed me and wasn't ashamed of my chains. પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;
17 On the contrary, when he arrived in Rome he searched eagerly for me until he found me. પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.
18 May our Lord Jesus grant that he finds mercy from the Lord on that day. You know very well how much he served in Ephesus. (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર દયા થાય); એફેસસમાં તેણે [મારી] અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]