Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Samuel 3 guj

Show guj only
Verse × ×
1 The war between Saul's house and the house of David dragged on a long time. David grew steadily stronger, while Saul's house grew weaker and weaker. હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.
2 Sons were born to David in Hebron. His firstborn was Amnon, whose mother was Ahinoam of Jezreel; હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.
3 his second, Chileab, by Abigail, Nabal of Carmel's widow; the third, Absalom, son of Maacah, daughter of Talmai king of Geshur; તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.
4 the fourth, Adonijah son of Haggith; the fifth, Shephatiah son of Abital; ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટયાને અબીટાલે જન્મ આપ્યો હતો,
5 and the sixth, Ithream, by David's wife Eglah. These were David's sons born in Hebron. છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો.
6 During the war between the house of Saul and the house of David, Abner kept strengthening his position in Saul's house. દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.
7 Saul had a concubine named Rizpah, daughter of Aiah. Ish-bosheth said to Abner, "Why did you sleep with my father's concubine?" શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, "તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?"
8 Abner, very angry at Ish-bosheth's words, said, "Am I a dog's head loyal to Judah? Today I keep showing loyalty to your father Saul's house, his brothers and friends, and haven't handed you to David. Yet now you charge me over this woman! આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, "શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?
9 May our Father do the same to Abner, and more, if I do not do for David what our Father swore to him, જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!
10 to transfer the kingdom from Saul's house and set up David's throne over Israel and over Judah, from Dan to Beersheba." એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેર-શેબા સુધી હું સ્થાપું."
11 And Ish-bosheth could not say another word to Abner, because he was afraid of him. પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.
12 Abner sent messengers to David on his behalf: "Whose is the land? Make your covenant with me, and my hand will be with you to bring all Israel over to you." પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, "આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે."
13 David said, "Good; I'll make a covenant with you. But I require one thing: you won't see my face unless you first bring Michal, Saul's daughter, when you come." દાઉદે જવાબ આપ્યો, "સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મીખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ."
14 David sent messengers to Ish-bosheth, Saul's son: "Give me my wife Michal, whom I betrothed to me for one hundred Philistine foreskins." પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, "જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ."
15 So Ish-bosheth sent and took her from her husband, Paltiel son of Laish. તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
16 Her husband went with her, weeping as he followed her to Bahurim. Then Abner told him, "Go back." So he returned. તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, "હવે ઘરે પાછો જા." તેથી તે પાછો ગયો.
17 Abner spoke with Israel's elders: "You've long wanted David as king over you. આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, "ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.
18 Now act, for our Father promised David: 'By my servant David's hand I will save my people Israel from the Philistines and all their enemies.'" તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, 'મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.'
19 Abner also spoke to Benjamin, then went to Hebron to tell David all that Israel and the whole house of Benjamin had agreed to do. આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.
20 When Abner came to David at Hebron with twenty men, David held a feast for Abner and his men. આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.
21 Abner told David, "Let me go gather all Israel to my lord the king, so they make a covenant with you and you reign over all your heart desires." So David sent Abner off, and he left in peace. આબ્નેરે દાઉદને જણાવ્યું, "હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે." દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.
22 Just then David's servants and Joab returned from a raid with much plunder. But Abner was not with David at Hebron, for David had sent him away, and he had gone in peace. પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.
23 When Joab and all his army arrived, he was told, "Abner son of Ner came to the king, who sent him off, and he left in peace." જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, "નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે."
24 So Joab went to the king: "What have you done? Abner came to you—why did you send him off, and now he's gone? યોઆબે રાજા પાસે આવીને કહ્યું, ''તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?
25 You know Abner son of Ner came to deceive you, to learn your movements and everything you're doing." નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?"
26 When Joab left David, he sent messengers after Abner, who brought him back from the well of Sirah. But David knew nothing. જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો.
27 When Abner returned to Hebron, Joab pulled him aside inside the gate as if to speak privately, and there stabbed him in the stomach. He died—for the blood of Joab's brother Asahel. આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.
28 Later, when David heard, he said, "I and my kingdom are forever innocent before our Father of the blood of Abner son of Ner. દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું," નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.
29 May it fall on Joab's head and all his father's house! May Joab's house never lack someone with a discharge or skin disease, who leans on a crutch, falls by the sword, or lacks food." આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને દુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે."
30 So Joab and his brother Abishai killed Abner for killing their brother Asahel in the battle at Gibeon. આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.
31 David told Joab and all the people with him, "Tear your clothes, put on sackcloth, and mourn before Abner." King David walked behind the bier. દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, "પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો." અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા.
32 They buried Abner in Hebron, and the king wept aloud at his grave, and all the people wept. તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા.
33 The king sang this lament for Abner: "Should Abner have died as a fool dies? રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, "જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય?
34 Your hands were not bound, your feet not set in chains. You fell as one falls before the wicked." And all the people wept over him again. તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે." સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો.
35 Then all the people came to urge David to eat something while it was still day, but David swore: "May our Father do so to me, and worse, if I taste bread or anything else before sunset!" લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, "સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો."
36 All the people noticed and were pleased; everything the king did pleased all the people. સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ.
37 So that day all the people and all Israel knew the king had not willed the death of Abner son of Ner. તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી.
38 The king told his servants, "Don't you know a prince and a great man has fallen today in Israel? રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, "શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?
39 Today, though the anointed king, I am weak, and these men, Zeruiah's sons, are too hard for me. May our Father repay the one who does evil for his evil." હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]