Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Samuel 2 guj

Show guj only
Verse × ×
1 Later, David inquired of our Father, "Should I go up to one of the cities of Judah?" Our Father said, "Go up." David said, "Where?" "Hebron," he said. ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, "શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?" ઈશ્વરે તેને જવાબ આપ્યો, "ઉપર જા." દાઉદે કહ્યું, "હું કયા શહેરમાં જાઉં?" ઈશ્વરે જવાબ આપ્યો, "હેબ્રોનમાં જા."
2 David went up there with his two wives, Ahinoam of Jezreel and Abigail, Nabal the Carmelite's widow. તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઈલ સાથે ત્યાં ગયો.
3 David brought up his men who were with him, each with his household, and they settled in Hebron's towns. દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.
4 Then Judah's men came and anointed David king over Judah's house there. They told David that Jabesh-gilead's men had buried Saul. યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, "યાબેશ- ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો."
5 He sent messengers to the men of Jabesh-gilead: "May our Father bless you for this kindness to your lord Saul, burying him. તેથી દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે સંદેશાવાહકો મોકલીને તેમને કહ્યું, "તમે ઈશ્વરથી આશીર્વાદિત છો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પ્રત્યે વફાદારી દર્શાવીને તેને દફ્નાવ્યો.
6 Now may our Father show you kindness and faithfulness; I too will treat you well for doing this. હવે ઈશ્વર તમારા પર કરારની વફાદારી તથા વિશ્વાસુપણું બતાવો. વળી તમે આ કામ કર્યું છે માટે હું પણ તમારા પ્રત્યે ભલાઈ દર્શાવીશ.
7 Be strong and take courage, for your master Saul is dead, and Judah's house has also anointed me king over them." હવે પછી, તમારા હાથ બળવાન થાઓ; તમે હિંમતવાન થાઓ કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે; પણ યહૂદાના કુળે મને તેઓના પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.
8 But Abner son of Ner, Saul's army commander, took Ish-bosheth son of Saul and brought him across to Mahanaim. પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો;
9 He made him king over Gilead, over the Ashurites, over Jezreel, over Ephraim, over Benjamin—over all Israel. તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.
10 Ish-bosheth son of Saul was forty when he became king over Israel; he reigned two years. But Judah's house followed David. જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.
11 David was king in Hebron over the house of Judah for seven years and six months. દાઉદે સાત વર્ષ અને છ મહિના સુધી હેબ્રોનમાં યહૂદાના કુળ પર રાજ કર્યું.
12 Abner son of Ner, with Ish-bosheth son of Saul's servants, left Mahanaim for Gibeon. નેરનો દીકરો આબ્નેર તથા શાઉલના દીકરા ઈશ-બોશેથના ચાકરો, માહનાઇમથી નીકળીને ગિબ્યોનમાં ગયા.
13 Joab son of Zeruiah and David's servants also went out and met them together at Gibeon's pool—one side sitting on one bank, the other on the opposite bank. સરુયાનો દીકરો યોઆબ અને દાઉદના ચાકરો બહાર નીકળી જઈને તેઓને ગિબ્યોનના નાળા પાસે મળ્યા. તેઓનું એક ટોળું તળાવની એક કિનારે અને બીજુ ટોળું તળાવની બીજી કિનારે એમ ત્યાં તેઓ બેઠા.
14 Abner said to Joab, "Let the young men get up and compete before us." Joab said, "Let them get up." આબ્નેરે યોઆબને કહ્યું કે, "કૃપા કરી જુવાન માણસોને અમારી સમક્ષ આવીને હરીફાઈ કરવા દે." પછી યોઆબે કહ્યું, "તેઓને આવવા દો."
15 So they got up and crossed over by count, twelve for Benjamin and Ish-bosheth son of Saul, twelve from David's servants. પછી જુવાન માણસો ઊઠ્યા અને એકત્ર થયા, બિન્યામીન તથા શાઉલના દીકરા ઈશ-બોશેથમાંથી બાર જણ અને દાઉદના ચાકરોમાંથી બાર.
16 Each man gripped his opponent's head and drove his sword into his side, and they fell together. So the place in Gibeon was named Helkath-hazzurim. તેઓમાંના પ્રત્યેક માણસે પોતાના વિરોધીને માથાથી પકડીને તેની તલવારની અણી તેના વિરોધીને ભોંકી અને તેઓ બધા એકસાથે નીચે ઢળી પડ્યા. માટે તે જગ્યાનું નામ હિબ્રૂ ભાષામાં, "હેલ્કાથ-હાસ્સુરીમ" અથવા "તલવારોનું ખેતર" એવું પડ્યું, જે ગિબ્યોનમાં છે.
17 The fighting that day was very fierce; Abner and Israel's men fell before David's servants. તે દિવસે ઘણું તીવ્ર યુદ્ધ થયું અને આબ્નેર તથા ઇઝરાયલી માણસોનો દાઉદના ચાકરો આગળ પરાજય થયો હતો.
18 Zeruiah's three sons were there: Joab, Abishai, and Asahel—Asahel as fast-footed as a wild gazelle. સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.
19 He chased Abner, turning neither to the right nor to the left as he pursued him. અસાહેલ કોઈપણ દિશામાં વળ્યા વિના સીધો આબ્નેરની પાછળ ગયો.
20 Abner looked back and said, "Is that you, Asahel?" "It is," he answered. આબ્નેરે પાછળ જોઈને તેને કહ્યું, "શું તું અસાહેલ છે?" તેણે જવાબ આપ્યો કે, "હું તે છું."
21 Abner told him, "Turn right or left, seize one of the young men, take his gear." But Asahel refused to stop chasing him. આબ્નેરે તેને કહ્યું, "તારી જમણી કે ડાબી બાજુ તરફ વળી જા. અને એક જુવાન માણસને પકડીને તેનાં શસ્ત્ર લઈ લે." પણ અસાહેલ કોઈ બાજુએ વળ્યો નહિ.
22 Abner told Asahel again, "Turn back. Why force me to strike you down? How could I face your brother Joab?" તેથી આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું કે, "મારો પીછો કરવાનું બંધ કર. શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માંગે છે? તને મારીને હું કેવી રીતે મારું મોં તારા ભાઈ યોઆબને દેખાડું?"
23 He refused to turn aside, so Abner struck him in the stomach with the butt of his spear; it came out through his back. He fell there and died on the spot. Everyone who came to where Asahel had fallen and died stood still. પણ અસાહેલે તે બાજુ તરફ વળવાનો ઇનકાર કર્યો, તેથી આબ્નેરે ભાલાનો ધારદાર હાથો તેના શરીરમાં ઘુસાડી દીધો, તે ભાલાનો હાથો શરીરની આરપાર નીકળ્યો. અસાહેલ નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યાં અસાહેલ મરણ પામ્યો હતો ત્યાં તેના શબ પાસે જેઓ આવ્યા હતા તેઓ ત્યાં જ ઊભા રહ્યા.
24 Joab and Abishai pursued Abner; at sunset they reached the hill of Ammah, near Giah on the way to the wilderness of Gibeon. પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પાછળ લાગ્યા. સૂર્યાસ્ત થવાના સમયે, તેઓ આમ્મા પર્વત, જે ગિબ્યોનના અરણ્યના માર્ગ પર ગીયાહ આગળ છે ત્યાં આવી પહોંચ્યા.
25 Benjamin's men gathered behind Abner, formed one band, and stood atop a hill. બિન્યામીનના માણસો પોતે આબ્નેરની પાછળ એકત્ર થયા અને તેઓ પર્વતના શિખર ઉપર ઊભા રહ્યા.
26 Abner called to Joab: "Must the sword devour forever? Don't you know this will end bitterly? How long until you tell the people to turn back from chasing their brothers?" ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, શું તરવાર હંમેશા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનો અંત તો કડવો થશે? તારા જે માણસો તેઓના ભાઈઓની પાછળ પડ્યા છે તેઓને ત્યાંથી પાછા વળી જવાનું કહેવાને તું ક્યાં સુધી રાહ જોઈશ?"
27 Joab said, "As surely as our Father lives, if you had not spoken, the people would have kept pursuing their brothers until morning." યોઆબે જવાબ આપ્યો, "જીવતા ઈશ્વરના સમ, જો તેં કહ્યું ન હોત તો નિશ્ચે સવાર સુધી મારા સૈનિકો તેઓના ભાઈઓની પાછળ પડ્યા ન હોત."
28 Joab blew the trumpet; all the troops stopped, no longer pursuing Israel or fighting. પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, તેના સર્વ માણસોએ ઇઝરાયલની પાછળ પડવાનું અટકાવી દીધું. અને તેઓએ લડાઈ કરવાનું બંધ કર્યું.
29 Abner and his men marched through the Arabah all that night, crossed the Jordan, went through all Bithron, and reached Mahanaim. આબ્નેર અને તેના માણસોએ તે આખી રાત અરાબામાં પસાર થઈને મુસાફરી કરી. તેઓ યર્દન ઓળંગીને, બીજી સવારે માહનાઇમમાં પહોંચ્યા.
30 Joab turned back from chasing Abner, gathered all the troops, and found nineteen of David's men missing, besides Asahel. યોઆબે આબ્નેરની પાછળ પડવાનું અટકાવી દીધું. તે પાછો ફર્યો. તેણે સર્વ માણસોને એકત્ર કર્યા. તો તેઓમાંથી અસાહેલ અને દાઉદના સૈનિકોમાંથી ઓગણીસ માણસો ઓછા થયેલા હતા.
31 But David's servants struck down 360 of the men of Benjamin who were with Abner. પણ દાઉદના માણસોએ આબ્નેર તથા બિન્યામીનના ત્રણ સો સાઠ માણસોને માર્યા.
32 They carried Asahel, buried him in his father's tomb in Bethlehem; Joab and his men walked all night, reaching Hebron by dawn. પછી તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાં તેના પિતાની કબરમાં દફ્નાવ્યો. યોઆબ અને તેના માણસો આખી રાત ચાલ્યા અને સૂર્યોદય થતાં હેબ્રોનમાં પહોંચ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]