Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Peter 2 guj

Show guj only
Verse × ×
1 False prophets arose among the people, just as false teachers will arise among you. They will secretly bring in destructive heresies, even deny the Master who bought them, and bring swift destruction on themselves. જેમ [ઇઝરાયલી] લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
2 Many will follow their lust, and because of them the way of truth will be slandered. તેઓના ભ્રષ્ટાચારમાં ઘણાં માણસો ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
3 In their greed they'll exploit you with made-up words. Their judgment, decreed long ago, isn't idle; their ruin isn't asleep. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
4 For if our Father did not spare angels who sinned, but threw them into the deepest pit of gloom, chained in darkness, kept for judgment; કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;
5 if he didn't spare the ancient world, but protected Noah, an announcer of righteousness, with seven others, when he brought a flood on the wicked world; તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં;
6 and if he condemned Sodom and Gomorrah, reducing their cities to ashes, as an example of what awaits the wicked; અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી;
7 and if he rescued righteous Lot, worn out by the shameless behavior of lawless people. અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
8 That righteous man, living among them, was tormented day after day in his righteous soul by the lawless deeds he saw and heard, કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
9 then our Father knows how to rescue the godly from trials, and keep the wicked under punishment until judgment day. પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે,
10 Especially those chasing flesh's corrupt desires and despising authority—bold, arrogant, unafraid to slander celestial beings. અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
11 Whereas angels, greater in strength and power, don't bring a slanderous judgment against them before our Father. પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
12 But these people, like unreasoning animals born by instinct to be caught and destroyed, insult what they don't understand, and will be destroyed in their destruction, પણ તેઓ સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
13 suffering wrong as pay for wrongdoing. They count it a pleasure to revel in broad daylight. They are stains and flaws, reveling in their deceptions while feasting with you. ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં મસ્ત થઈને તમારી સાથે ભોજન કરે છે.
14 Their eyes are full of adultery, never stopping from sin, luring unstable souls, hearts trained in greed—cursed children! તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ ડામાડોળ માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
15 Abandoning the straight path, they went astray, following the way of Balaam son of Beor, who loved the wages of wrongdoing. ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા;
16 But he was corrected for his own wrongdoing: a mute donkey spoke with a human voice and stopped the prophet's madness. પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
17 These are dry springs, storm-driven mists—thick darkness is kept for them. તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
18 With inflated, empty words they lure through the sensual desires of the flesh those barely escaping from people living in error. તેઓ ભ્રમણામાં છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.
19 They promise them freedom, while themselves enslaved to corruption—for whatever overcomes a person enslaves them. તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
20 For if, having escaped the world's corruption through knowing our Lord and Savior Jesus Christ, they are entangled in it again and overcome, their end is worse than their start. કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
21 It would have been better for them never to know the way of righteousness than to know it and turn back from the holy commandment given to them. કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
22 The true proverb has happened to them: "A dog returns to its vomit," and "A washed sow returns to wallow in mud." પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, 'કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે,' આ કહેવત પ્રમાણે તેઓનું વર્તન થયું છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]