Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Chronicles 34 guj

Show guj only
Verse × ×
1 Josiah was eight years old when he became king, and he reigned thirty-one years in Jerusalem. જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
2 He did what was right in our Father's eyes and walked in the ways of David his father, not turning right or left. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું અને પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે ખસ્યો નહિ.
3 In the eighth year of his reign, while still a boy, he began to seek our Father, the God of David his father. In the twelfth year he began to purge Judah and Jerusalem of the high places, Asherah poles, carved images, and cast metal images. તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
4 In his presence they tore down the Baals' altars; he cut down the incense altars above them, shattered the Asherah poles, carved images, and cast images, ground them to dust, and scattered it over the graves of those who had sacrificed to them. લોકોએ તેની આગળ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ ઉચ્ચસ્થાનો પર હતી તેઓને તેણે કાપી નાખી. તેણે અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
5 He burned the bones of the priests on their altars, and so he purged Judah and Jerusalem. તેણે તેઓની વેદીઓ પર યાજકોના હાડકાં બાળ્યાં. આ રીતે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યાં.
6 In the cities of Manasseh, Ephraim, and Simeon, as far as Naphtali, in their ruins all around. તેણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન તથા નફતાલીના નગરો સુધી તેઓની આસપાસનાં ખંડેરોમાં આ પ્રમાણે કર્યું.
7 He tore down the altars, crushed the Asherah poles and carved images to powder, and cut down all the incense altars throughout Israel. Then he returned to Jerusalem. તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
8 In the eighteenth year of his reign, having cleansed the land and the house, he sent Shaphan son of Azaliah, Maaseiah the city governor, and Joah son of Joahaz the recorder to repair the house of our Father. હવે તેના રાજ્યના અઢારમાં વર્ષે, દેશને તથા સભાસ્થાનને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર શાફાનને, નગરના સૂબા માસેયાને તથા ઈતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના પ્રભુ ઈશ્વરનું સભાસ્થાન સમારવા માટે મોકલ્યા.
9 They came to Hilkiah the high priest and handed over the money brought into the house of our Father, which the Levites who guarded the gates had collected from Manasseh, Ephraim, and all the remnant of Israel, from all Judah and Benjamin, and the residents of Jerusalem. તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે ગયા અને જે પૈસા ઈશ્વરના ઘરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા, એફ્રાઇમ તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતાં તેમની પાસેથી તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતાં તે દાનના નાણાં તેઓએ તેને સોંપ્યાં.
10 They gave it to the workers overseeing the house of our Father, and the workers in the house of our Father used it to repair and restore it. તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં.
11 They paid the carpenters and builders to buy cut stone, and timber for the joists and beams of the buildings the kings of Judah had let fall to ruin. તેઓએ ઘડેલા પથ્થરો જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા સારુ તથા જે ઈમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને સારુ જોઈતા પાટડા લેવાને સારુ તે નાણાં સુથારોને અને કડિયાઓને આપ્યાં.
12 The men worked faithfully. Over them, directing the work, were Jahath and Obadiah, Levites of Merari's sons, and Zechariah and Meshullam of the Kohathites; and the Levites, all skilled musicians, તે માણસો વિશ્વાસુપણે કામ કરતા હતા. મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા તથા કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા અને મશુલ્લામ તેઓના પર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જેઓ કુશળ સંગીતકાર હતા તેઓ પણ કામદારોને નિર્દેશ કરતા હતા.
13 were over the laborers, directing all the workers task by task. Some Levites were scribes, officials, and gatekeepers. આ લેવીઓ ભાર ઊંચકનારાઓ તેમ જ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ દેખરેખ રાખતા હતા. વળી કેટલાક લેવીઓ સચિવ, કારભારીઓ અને દ્વારપાળો તરીકે ફરજ બજાવતા હતા.
14 As they brought out the money brought into the house of our Father, Hilkiah the priest found the Book of the Law of our Father, given through Moses. ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું.
15 Hilkiah told Shaphan the scribe, "I've found the Book of the Law in our Father's house," and gave it to Shaphan. તે બતાવતાં હિલ્કિયાએ શાફાન શાસ્ત્રીને કહ્યું, "ઈશ્વરના સભાસ્થાનમાંથી મને નિયમનું આ પુસ્તક મળ્યું છે." હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપી દીધું.
16 Shaphan brought the king the book and reported, "Your servants are doing everything put in their care. શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો અને કહ્યું, "તારા સેવકો તેમને સોંપેલું કામ વિશ્વાસપૂર્વક કરી રહ્યા છે.
17 They emptied out the money found in the house of our Father and handed it to the overseers and workmen." જે નાણાં ઈશ્વરના ઘરમાં હતાં તે તેઓએ બહાર કાઢી લીધા છે અને તેને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધાં છે."
18 Shaphan the scribe told the king, "Hilkiah the priest gave me a book," and read it to the king. શાસ્ત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, "યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે." પછી તેણે તે પુસ્તક રાજા સમક્ષ વાંચ્યું.
19 When the king heard the words of the Law, he tore his clothes. રાજાએ જયારે નિયમશાસ્ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
20 The king commanded Hilkiah, Ahikam son of Shaphan, Abdon son of Micah, Shaphan the scribe, and Asaiah the king's servant: હિલ્કિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાસ્ત્રી શાફાનને તથા રાજાના સેવક અસાયાને રાજાએ હુકમ કર્યો કે,
21 "Go, ask our Father for me and those left in Israel and Judah about the words of the book that was found. Great is his anger poured out on us, because our ancestors did not keep our Father's word, doing all written in this book." "તમે જાઓ અને મારી ખાતર તેમ જ ઇઝરાયલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર મળી આવેલા આ પુસ્તકનાં વચનો સંબંધી ઈશ્વરની ઇચ્છા પૂછો. ઈશ્વરનો રોષ આપણા ઉપર થયો છે, તે ભયંકર છે, કારણ કે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ ઈશ્વરનું વચન પાળ્યું નથી."
22 So Hilkiah and the king's men went to Huldah, the woman prophet, wife of Shallum son of Tokhath, son of Hasrah, keeper of the wardrobe. She lived in Jerusalem's Second Quarter. They spoke with her about this. તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાનના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
23 She told them, "This is what our Father, the God of Israel, says: Tell the man who sent you to me: તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, "જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
24 This is what our Father says: I am about to bring disaster on this place and its residents—all the curses written in the book read to the king of Judah. "ઈશ્વર કહે છે કે, 'જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
25 Because they abandoned me and made offerings to other gods, provoking me to anger with all they have made, my wrath will pour out on this place and not be put out. કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.'"
26 But tell the king of Judah, who sent you to inquire of me: This is what our Father, the God of Israel, says about the words you heard: પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: "ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
27 Because your heart was tender and you humbled yourself before our Father when you heard his words against this place and its residents, and humbled yourself before me, tore your clothes, and wept before me, I myself have heard you, declares our Father. જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે.
28 I will gather you to your ancestors, laid in your grave in peace. Your eyes won't see any of the disaster I'm bringing on this place and its people." So they brought the king this reply. 'જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.'"'" આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
29 Then the king summoned all the elders of Judah and Jerusalem. પછી રાજાએ સંદેશાવાહકોને મોકલીને યહૂદિયા અને યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી.
30 The king went up to the house of our Father with all Judah's men, Jerusalem's residents, the priests, the Levites, and all the people, great and small. He read them all the words of the Book of the Covenant found in the house of our Father. પછી રાજાએ, યહૂદિયાના સર્વ માણસો તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, લેવીઓ અને નાનામોટાં સર્વ લોકોને પોતાની સાથે ઘરમાં એકત્ર કર્યા. રાજાએ તેઓને સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યાં.
31 The king stood in his place and made a covenant before our Father—to follow our Father, keep his commandments, testimonies, and statutes with all his heart and all his soul, and carry out the covenant's words written in this book. રાજાએ તેની જગાએ ઊભા રહીને ઈશ્વર સમક્ષ એ વચનો પ્રમાણે અનુસરવાની, તેમની બધી આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો અને વિધિઓનું પૂર્ણ હૃદયથી પાલન કરવાની અને પુસ્તકમાં લખેલા કરારના બધા વચનો પાળવાની પ્રતિજ્ઞા લીધી.
32 He made everyone present in Jerusalem and Benjamin pledge to it, and the people of Jerusalem acted by the covenant of our Father, the God of their fathers. બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું.
33 Josiah removed all detestable things from the territory of the people of Israel, and made everyone in Israel serve our Father, their God. As long as he lived, they did not turn from following our Father. યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબામાં જે પ્રદેશ હતા ત્યાંથી સર્વ પ્રકારની ઘૃણાસ્પદ વસ્તુઓને દૂર કરી. તેણે તેમના ઈશ્વર પ્રભુની આરાધના કરવાની આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના ઈશ્વરના માર્ગમાંથી પાછા ફર્યા નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]