Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Chronicles 33 guj

Show guj only
Verse × ×
1 Manasseh was twelve years old when he became king, and he reigned fifty-five years in Jerusalem. મનાશ્શા બાર વર્ષની ઉંમરે રાજા બન્યો. તેણે પંચાવન વર્ષ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ.
2 He did evil in our Father's sight, like the detestable things of the nations our Father drove out before the Israelites. ઇઝરાયલીઓની આગળથી ઈશ્વરે જે પ્રજાઓને કાઢી મૂકી હતી તેઓના જેવાં ધિક્કારપાત્ર કાર્યો કરીને તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરાબ કાર્ય કર્યું.
3 He rebuilt the high places his father Hezekiah had torn down, built altars to the Baals, made Asherah poles, and he bowed down to all the forces of heaven and worshiped them. તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનો તોડી પાડ્યાં હતાં તે તેણે ફરી બંધાવ્યાં. વળી તેણે બાલીમને માટે વેદીઓ અને અશેરોથની મૂર્તિઓ બનાવી તેમ જ આકાશના બધાં નક્ષત્રોની પૂજા કરી.
4 He built altars in our Father's house, where our Father said, "In Jerusalem my name remains forever." જે સભાસ્થાન વિષે ઈશ્વરે એમ કહ્યું હતું કે, "યરુશાલેમમાં મારું નામ સદાકાળ કાયમ રહેશે." તેમાં તેણે અન્ય દેવોની વેદીઓ બંધાવી.
5 He built altars to all heaven's forces in both courts of the house of our Father. તે સભાસ્થાનના બન્ને ચોકમાં તેણે આકાશનાં તારામંડળ માટે વેદીઓ સ્થાપિત કરી.
6 In the Valley of Ben-Hinnom he sacrificed his sons in the fire, practiced fortune-telling, omens, and witchcraft, and consulted mediums and spiritists. He did great evil before our Father, provoking his anger. વળી તેણે બેન-હિન્નોમની ખીણમાં પોતાનાં જ છોકરાનું અગ્નિમાં બલિદાન કર્યું. તેણે શુકન જોવડાવ્યા, મેલીવિદ્યા કરી, જાદુમંત્રનો ઉપયોગ કર્યો અને ભૂવાઓ તથા તાંત્રિકોની સલાહ લીધી. ઈશ્વરની નજરમાં તેણે સર્વ પ્રકારની દુષ્ટતા કરીને તેણે ઈશ્વરને અતિશય કોપાયમાન કર્યાં.
7 He set the carved image he made in the house of our Father, of which our Father said to David and his son Solomon, "In this house and in Jerusalem, which I chose from all the tribes of Israel, I will put my name forever. મનાશ્શાએ અશેરાની કોતરેલી મૂર્તિઓ બનાવીને ઈશ્વરના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે ઈશ્વરે દાઉદ તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું, "આ ઘરમાં તેમ જ યરુશાલેમ કે, જે નગર મેં ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે, તેમાં મારું નામ હું સદા રાખીશ.
8 I will never again remove Israel from the land I gave your ancestors, if only they carefully keep all I commanded them—the whole law, decrees, and rules through Moses." જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ."
9 But Manasseh led Judah and Jerusalem's people astray, doing more evil than the nations our Father destroyed before Israel. મનાશ્શાએ યહૂદિયાના તથા યરુશાલેમનાં રહેવાસીઓને ભુલાવામાં દોર્યા, જેથી જે પ્રજાનો ઈશ્વરે ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેઓની દુષ્ટતા વધારે હતી.
10 Our Father spoke to Manasseh and his people, but they would not listen. ઈશ્વરે મનાશ્શા તથા તેના લોકોની સાથે વાત કરી; પણ તેઓએ ધ્યાન આપ્યું નહિ.
11 So our Father brought the army commanders of Assyria's king against them; they captured Manasseh with hooks, bound him in bronze shackles, and took him to Babylon. તેથી ઈશ્વરે તેઓની વિરુદ્ધ આશૂરના રાજાના સૈન્યને તેઓની સામે મોકલ્યા અને તેઓ મનાશ્શાને સાંકળોથી જકડીને તથા બેડીઓ પહેરાવીને બાબિલમાં લઈ ગયા.
12 Distressed, he sought our Father's favor, humbling himself deeply before the God of his fathers. મનાશ્શા જયારે સંકટમાં ફસાઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પૂર્વજોના ઈશ્વરની આગળ અતિશય નમ્ર બન્યો.
13 He prayed to him, and our Father, moved by his plea, heard his cry for mercy, brought him back to Jerusalem, to his kingdom. Then Manasseh knew that our Father is God. તેણે તેમની પ્રાર્થના કરી; અને ઈશ્વરે તેની વિનંતી કાને ધરીને તેની પ્રાર્થના માન્ય કરી તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. પછી મનાશ્શાને ખાતરી થઈ કે યહોવા તે જ ઈશ્વર છે.
14 Afterward he rebuilt the City of David's outer wall, west of Gihon in the valley to the Fish Gate entrance, around the Ophel, raising it very high. He posted army commanders in all Judah's fortified cities. આ પછી, મનાશ્શાએ દાઉદનગરની બહારની દીવાલ ફરીથી બાંધી, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં મચ્છી દરવાજા સુધી તે દીવાલ બાંધી. આ દીવાલ ઓફેલની આસપાસ વધારીને તેને ઘણી ઊંચી કરી. તેને યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં નીડર સરદારોની નિમણૂક કરી.
15 He removed the foreign gods and idol from our Father's house, with all the altars he'd built on the temple mount and in Jerusalem, and threw them out of the city. તેણે વિદેશીઓના દેવોને, ઈશ્વરના ઘરમાંથી પેલી મૂર્તિઓને તથા જે સર્વ વેદીઓ તેણે ઈશ્વરના ઘરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને તોડી પાડીને તેનો ભંગાર નગરની બહાર નાખી દીધો.
16 He rebuilt our Father's altar, sacrificed peace and thank offerings on it, and commanded Judah to serve our Father, the God of Israel. તેણે ઈશ્વરની વેદી ફરી બંધાવી. અને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા; તેણે યહૂદિયાને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવા કરવાની આજ્ઞા આપી.
17 The people, however, still sacrificed at the high places, but only to our Father, their God. તેમ છતાં હજી પણ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, પણ તે ફક્ત પોતાના પ્રભુ ઈશ્વરને માટે જ કરતા.
18 Manasseh's other acts, his prayer to our Father, and the seers' words to him in the name of our Father, the God of Israel, are in the records of Israel's kings. મનાશ્શાનાં બાકીનાં કાર્યો સંબંધીની, તેણે કરેલી તેમના ઈશ્વરની પ્રાર્થનાની અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરને નામે પ્રબોધકોએ ઉચ્ચારેલાં વચનોની સર્વ વિગતો ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલી છે.
19 His prayer, how our Father was moved by him, all his sin and unfaithfulness, and the places where he built high places, set up Asherah poles, and carved images before he humbled himself—all recorded in the seers' records. તેણે કરેલી પ્રાર્થના, ઈશ્વરે આપેલો તેનો જવાબ, તેનાં બધાં પાપો તથા અપરાધ, જે જગ્યાઓમાં તેણે ધર્મસ્થાનો બાંધ્યાં અને અશેરીમ તથા કોતરેલી મૂર્તિઓ બેસાડી તે સર્વ બાબતોની નોંધ પ્રબોધકના પુસ્તકમાં કરવામાં આવેલી છે.
20 Manasseh died and was buried in his palace. And his son Amon became king in his place. મનાશ્શા પોતાના પૂર્વજો સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને તેના પોતાના મહેલમાં દફનાવ્યો. તેના પછી તેનો દીકરો આમોન રાજા બન્યો.
21 Amon was twenty-two years old when he became king, and he reigned two years in Jerusalem. આમોન જયારે રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું.
22 He did evil before our Father, as his father Manasseh had. Amon sacrificed to all the carved images Manasseh made and worshiped them. જેમ તેના પિતા મનાશ્શાએ કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં ખોટું હતું તે જ પ્રમાણે કર્યું. તેના પિતા મનાશ્શાએ કોતરેલી મૂર્તિઓ બનાવી હતી તે સર્વને આમોને બલિદાન આપ્યાં અને તેઓની પૂજા કરી.
23 Unlike his father Manasseh, he did not humble himself before our Father; instead Amon multiplied his guilt. જેમ તેનો પિતા મનાશ્શા નમ્ર થઈ ગયો હતો તેમ તે ઈશ્વરની આગળ નમ્ર થયો નહિ. પરંતુ તે ઉત્તરોત્તર અધિક અપરાધ કરતો ગયો.
24 Amon's servants conspired against him and killed him in his palace. તેના ચાકરોએ તેની વિરુદ્ધમાં બળવો કરીને તેને તેના પોતાના જ મહેલમાં જ મારી નાંખ્યો.
25 The people of the land killed all who conspired against King Amon and made his son Josiah king in his place. પણ દેશના લોકોએ, આમોન રાજાની વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]