Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Philippians 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul and Timothy, servants of Christ Jesus, to all the holy ones in Christ Jesus at Philippi, with the overseers and deacons: મસીહ ઈસુના સેવકો, પાઉલ અને તિમોથી, તરફથી ફિલિપ્પીમાં, મસીહ ઈસુના પવિત્ર લોકો, વડીલો તથા અધ્યક્ષોને સલામ:
2 Grace to you and peace from our Father and the Lord Jesus Christ. આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 I thank my Father every time I remember you, દરેક સમયે હું તમને યાદ કરીને હું ઇશ્વરનો આભાર માનું છું.
4 always praying for all of you with joy in every prayer, તમારા બધા માટે મારી બધી પ્રાથઁનાઓમાં, હું હંમેશા આનંદથી પ્રાર્થના કરું છું.
5 because of your partnership in the gospel from the first day until now. કેમકે પહેલાં દિવસથી આજ સુધી સુસમાચારના તમારા સહકારને લીધે મસીહ વિશેનાં સુસમાચાર તમે સાંભળ્યાં ત્યારથી આજ સુધી તેના પ્રચારમાં તમે મને અજાયબ જેવી સહાય કરી છે,
6 I'm confident of this very thing: the one who began a good work in you will complete it until the day of Christ Jesus. મને ખાતરી છે કે જેણે તમારાંમાં જે શુભ કાર્યની શરૂઆત કરેલી છે તેને પ્રભુ મસીહ ઈસુના દિવસ સુધી પૂર્ણ કરતા રહેશે.
7 I'm right to feel this about you—I hold you in my heart, all of you sharing with me in grace, in my chains and in defending and confirming the gospel. તમારાં બધાં માટે મને એ પ્રમાણે માનવું યોગ્ય લાગે છે, તેથી આવી લાગણી ધરાવું એ સ્વાભાવિક છે; કારણ કે મારા બંધનોમા અને સુસમાચારની હિમાયત કરવામાં અને સાબિત કરવામાં તમે બધાં મારી સાથે ઈશ્વરની કૃપામાં સહભાગી હતા.
8 For our Father is my witness, how I long for you all with Christ Jesus's deep affection. કેમકે મસીહ ઈસુ જેવા પ્રેમથી હું તમારા બધાં માટે કેટલો ઝંખુ છું તે વિશે ઈશ્વર મારા સાક્ષી છે.
9 This is my prayer: that your love overflow more and more, with knowledge and all discernment, અને આ મારી પ્રાર્થના છે: કે તમારા જ્ઞાનમાં અને સમજણની ઉંડાઈમાં તમારો પ્રેમ ઉતરોઉતર વધતો જાય,
10 so you can discern what is best, staying pure and blameless until the day of Christ. જેથી શું શ્રેષ્ઠ છે તે તમે પારખી શકો અને મસીહના દિવસ સુધી શુધ્ધ અને નિદોઁષ રહી શકો,
11 Filled with the fruit of righteousness through Jesus Christ, to our Father's glory and praise. ઈસુ મસીહ દ્રારા આવતા ન્યાયપણાના ફળથી ભરપૂર થાઓ, એટલે ઈશ્વરની સ્તુતિ અને મહિમા થાય.
12 I want you to know, brothers and sisters, that my circumstances have actually advanced the gospel, ભાઈઓ આને બહેનો, મારી સાથે જે બન્યું છે તે સુસમાચારને આગળ વધારવામાં મદદરૂપ થયાં છે એ હું તમને જણાવવાં માંગુ છું.
13 so my chains for Christ became known to the whole imperial guard and everyone else. પરિણામે, આખા મહેલના ચોકીદાર અને બધાને એ સ્પષ્ટ થઈ ગયું છે કે હું મસીહને કારણે જેલમાં છું.
14 Most of the brothers and sisters, made confident in the Lord by my chains, now dare more to speak the word fearlessly. અને મારા બંધનોને કારણે, મોટાભાગના ભાઈઓ અને બહેનો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા થયાં છે અને નિભઁયપણે પ્રભુના સુસમાચાર પ્રગટ કરવા માટે વધુ હિંમતવાન બન્યા છે.
15 Some, it is true, preach Christ out of envy and rivalry, but others out of goodwill. એ સાચું છે કે કેટલાક લોકો અદેખાઈ અને દુશ્મનાવટથી, અને કેટલાંક સદભાવથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે,
16 These act from love, knowing I'm assigned to defend the gospel. બીજાઓ પ્રેમથી આમ કરે છે, કારણ કે તેઓ જાણે છે કે મને સુસમાચારના બચાવ માટે મૂકવામાં આવ્યો.
17 The others proclaim Christ out of selfish ambition, not sincerely, thinking to stir up trouble for me in my chains. પહેલાં તો મારા બંધનમાં મારા પર વધું મુશ્કેલી લાવવાનાં હેતુથી સ્વાથીઁ ઇચ્છાથી, શુધ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી મસીહના સુસમાચાર પ્રગટ કરે છે.
18 What then? Only that in every way—whether in pretense or truth—Christ is proclaimed, and I rejoice in this. Yes, I will keep rejoicing. પણ એથી શું? મહત્વની વાત એ છે કે, દરેક રીતે, ભલે તે ખોટાં કે સાચા ઈરાદાથી હોય, પણ મસીહનો પ્રચાર થાય છે, અને તેથી હું આનંદ કરું છું. હા, અને હું આનંદ કરતો રહીશ,
19 For I know this will result in my rescue, through your prayers and the help of Jesus Christ's Spirit. હું જાણું છું કે તમારી પ્રાર્થનાઓ તથા ઈસુ મસીહના આત્માની સહાય દ્વારા મારા પર જે વિત્યું છે તે મારા ઉધ્ધારને માટે ઉપયોગી થઈ પડશે.
20 My eager expectation and hope: I will never be ashamed, but with full courage, now as always, Christ will be praised in my body, whether by life or by death. કેમકે હું આતુરતાથી આશા અને ઝંખના કરું છું કે છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ, પણ પૂરી હિમતથી હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી મારા શરીર દ્રારા મસીહને મહિમા મળશે.
21 For to me, to live is Christ, and to die is gain. કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે
22 If I am to go on living in the body, this will mean fruitful work for me. Yet I don't know which to choose. પણ શરીરમાં જીવવું એનો અથઁ મારા માટે કામનું ફળ થશે. તોપણ મારે શું પસંદ કરવું? તે હું જાણતો નથી!
23 Torn between the two, I want to leave and be with Christ—far better, હું આ બે વચ્યે ફસાયેલો છું, હું શરીરમાંથી નીકળીને મસીહની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમકે તે ઘણી રીતે સારું છે;
24 but to remain in the body is more necessary for your sake. પણ તમારે માટે શરીરમાં રહેવું તે વધું જરૂરી છે.
25 Convinced of this, I know I'll remain and stay with you all, for your progress and joy in the faith, મને ખાતરી છે કે, કે હું રહીશ, અને તમારા વિશ્વાસની વૃધ્ધિ અને આનંદ માટે હું તમારા બધાની સાથે રહીશ,
26 so your boasting in Christ Jesus may overflow because of me, when I come to you again. જેથી હું ફરીથી તમારી સાથે રહું ત્યારે મસીહ ઈસુમાં તમારો ગવઁ મારે કારણ ઘણો વધે.
27 Just live worthy of the gospel of Christ, so that whether I come and see you, or am absent, I hear you stand firm in one spirit, contending together with one mind for the gospel's faith, ગમે તે થાય, મસીહના સુસમાચારને યોગ્ય આચરણ કરો. ભલે હું આવીને તમને જોંઊ કે મારી ગેરહાજરીમાં તમારા વિષે સાંભળું કે જાણું, કે તમે એક આત્મામાં સ્થિર રહીને સાથે મળીને સુસમાચારના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.
28 and not scared of your opponents at all—proof to them of their destruction, but of your salvation, and that from our Father. જે લોકો તમારો વિરોધ કરે છે તેઓથી જરા પણ બીતા નહિ, એ તેઓને માટે વિનાશની નિશાની છે તેઓ નાશ પામશે, પણ તમે બચી જશો, અને તે વળી ઇશ્વરથી.
29 For it has been graciously granted to you, for Christ's sake, not only to believe in him but also to suffer for him, કેમકે ઈસુ મસીહ પર વિશ્વાસ કરો એટલું જ નહિ, પણ તેમને ખાતર દુઃખ સહન કરવાનો પણ તમને અધિકાર આપવામાં આવ્યો છે,
30 going through the same struggle you saw me face, and now hear that I still face. જે સંઘષઁ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]