Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 31 guj

Show guj only
Verse × ×
1 Our Father said to Moses, યહોવાહે મૂસાને કહ્યું,
2 "Avenge the Israelites against the Midianites; afterward you will be gathered to your people." "ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ."
3 So Moses told the people, "Arm men from among you for war, to go against Midian and carry out our Father's justice on Midian. તેથી મૂસાએ લોકોને કહ્યું, "તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.
4 You are to send 1,000 from each of the tribes of Israel to the war." ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા."
5 So from Israel's thousands, 1,000 per tribe were supplied—12,000 armed for war. ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.
6 Moses sent them to war, 1,000 from each tribe, with Phinehas son of Eleazar the priest, carrying the holy articles of the sanctuary and the signal trumpets in his hand. પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
7 They waged war against Midian, as our Father had commanded Moses, and they killed every male. યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા.
8 They killed the kings of Midian among the slain—Evi, Rekem, Zur, Hur, and Reba, Midian's five kings—and killed Balaam son of Beor with the sword. યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.
9 The people of Israel captured Midian's women and children, and plundered all their livestock, flocks, and goods. ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.
10 They burned with fire all the cities where they lived and all their camps, જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.
11 and they took all the spoil and all the plunder, both people and animals. તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી.
12 They brought the captives, plunder, and spoil to Moses, Eleazar the priest, and Israel's whole assembly, at the camp on Moab's plains by the Jordan, across from Jericho. તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
13 Moses, Eleazar the priest, and all the assembly's leaders went to meet them outside the camp. મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.
14 But Moses was angry with the army's officers, commanders of thousands and commanders of hundreds, who returned from the battle. પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.
15 Moses said to them, "Have you let all the women live? મૂસાએ તેઓને કહ્યું, "શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?
16 Look, these women, on Balaam's advice, led Israel to betray our Father in the Peor incident, bringing the plague on the congregation of our Father. જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
17 Now kill every male child, and kill every woman who has slept with a man. તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
18 But keep alive for yourselves every young girl who has not slept with a man. પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
19 Stay outside the camp seven days. Anyone who killed someone or touched a corpse must purify themselves on the third day and the seventh—you and your captives. તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
20 Purify every garment, every leather article, everything made of goats' hair, and every wood article." તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો."
21 Eleazar the priest told the soldiers who had gone to war, "This is the statute of the law our Father commanded Moses: જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, "યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
22 only the gold, the silver, the bronze, the iron, the tin, and the lead. સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
23 Everything that can withstand fire, pass through the fire—it becomes clean. But it must also be purified with water of purification. Whatever can't withstand fire, pass through the water. જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
24 Wash your clothes on the seventh day, and you'll be clean; then you may enter the camp." અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો."
25 Our Father said to Moses, યહોવાહે મૂસાને કહ્યું,
26 "You, Eleazar the priest, and the family heads of the community, count the plunder taken, people and animals. "તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
27 Divide the plunder into two: between the fighters who went to battle and the whole congregation. લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
28 From the soldiers who went out to battle, take a tax for me: one in 500—people, cattle, donkeys, and flocks. જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
29 Take it from their half and give it to Eleazar the priest as a contribution to me. તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
30 From the Israelites' half, take one in fifty—from the people, cattle, donkeys, flocks, and all the animals—and give them to the Levites who keep charge of my tabernacle." ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો."
31 Moses and Eleazar the priest did as our Father had commanded Moses. તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
32 The plunder remaining from the spoil that the army had taken was 675,000 sheep, સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
33 72,000 cattle, બોતેર હજાર બળદો,
34 61,000 donkeys, એકસઠ હજાર ગધેડાં,
35 and 32,000 persons in all—the women who had not slept with a man. બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
36 The half belonging to those who had gone out to war numbered 337,500 sheep, યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
37 and the tribute to our Father from the sheep was 675. ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
38 The cattle were 36,000, of which the tribute to our Father was 72. છત્રીસ હજાર બસોમાંથી યહોવાહનો કર બોતેર હતો.
39 The donkeys were 30,500, of which the tribute to our Father was 61. ત્રીસ હજારને પાંચસો ગઘેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
40 The persons were 16,000, of which the tribute to our Father was 32. જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
41 Moses gave the tribute, our Father's contribution, to Eleazar the priest, as our Father commanded him. યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
42 As for the Israelites' half, which Moses had set apart from that of the men who fought, ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
43 the congregation's half was 337,500 sheep, જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટા,
44 36,000 cattle, છત્રીસ હજાર બળદો,
45 30,500 donkeys, ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
46 and 16,000 persons. સોળ હજાર માણસો હતાં.
47 From the Israelites' half, Moses took one of every fifty—people and animals—and gave them to the Levites in charge of our Father's tabernacle, as our Father had commanded Moses. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
48 The officers over the army's units, the commanders of thousands and hundreds, came to Moses, પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
49 and said to him, "Your servants counted the fighting men under our command; not one of us is missing. તેઓએ તેને કહ્યું, "જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
50 So we've brought our Father an offering—each man's find: gold articles, armlets, bracelets, signet rings, earrings, beads—to atone for ourselves before our Father." અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ."
51 Moses and Eleazar the priest received from them the gold, all the crafted articles. મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
52 All the gold of the contribution that they presented to our Father, from the commanders of thousands and the commanders of hundreds, came to about 420 pounds. ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
53 The men of war had each taken plunder for himself. દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
54 Moses and Eleazar the priest took the gold from the commanders of thousands and hundreds and brought it into the tent of meeting as a reminder for the Israelites before our Father. મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]