Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 23 guj

Show guj only
Verse × ×
1 Balaam told Balak, "Build me seven altars here, prepare seven bulls and seven rams for me here." બલામે બાલાકને કહ્યું, "અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર."
2 Balak did as Balaam said; Balak and Balaam offered a bull and a ram on each altar. જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
3 Balaam told Balak, "Stand by your burnt offering while I go; maybe God will meet me, and I'll tell you whatever he shows me." Then he went to a bare height. બલામે બાલાકને કહ્યું, "તું "તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ." પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.
4 Our Father met Balaam, who said to him, "I have set up seven altars and offered a bull and ram on each altar." ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, "મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે."
5 Our Father put a word in Balaam's mouth: "Return to Balak and say this." પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, "તું બાલાક પાસે પાછો જા અને તેને કહે."
6 He went back to Balak—there Balak stood beside his burnt offering, with all the princes of Moab. બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
7 He took up his oracle and said: "From Aram Balak brought me, Moab's king from the eastern mountains: Come, curse Jacob for me; come, denounce Israel. બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, "મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. 'તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.' 'આવ, ઇઝરાયલને તુચ્છકાર.'
8 How can I curse those our Father has not cursed? How can I denounce those our Father has not denounced? જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું? યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?
9 From the top of the rocks I see them, from the hills I look on them: a people dwelling alone, not counting itself among the nations. કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું; ટેકરીઓ પરથી હું તેને જોઉં છું. જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.
10 Who can count the dust of Jacob or number even a fourth of Israel? Let me die as the upright die, and let my end be like theirs!" યાકૂબની ધૂળને કોણ ગણી શકે અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે? મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ, અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!"
11 Balak said to Balaam, "What have you done to me? I brought you to curse my enemies, and look—you've only blessed them!" બાલાકે બલામને કહ્યું, "આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો."
12 He answered, "Must I not be careful to say what God puts in my mouth?" બલામે જવાબ આપીને કહ્યું, "યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?"
13 Then Balak said, "Please come with me to another place where you can see them. You will see only their outer edge, not all of them, and curse them for me from there." ત્યાર પછી બાલાકે તેને કહ્યું, "કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે."
14 He took him to the field of Zophim, to the top of Pisgah, built seven altars, and offered a bull and a ram on each. તે બલામને પિસ્ગાહ પર્વતની શિખરે આવેલા સોફીમના ખેતરમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી. દરેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
15 Balaam said to Balak, "Stand here by your burnt offering while I meet with him over there." બલામે બાલાકને કહ્યું, "અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું."
16 Our Father met Balaam, put a word in his mouth, and said, "Return to Balak and say this." યહોવાહ બલામને મળવા આવ્યા અને તેના મુખમાં વચન મૂક્યું. તેમણે કહ્યું, "બાલાક પાસે પાછો જા અને મારું વચન તેને આપ."
17 He came to him—there, standing by his burnt offering, with Moab's princes. Balak said to him, "What has God spoken?" બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, "યહોવાહે તને શું કહ્યું છે?"
18 He took up his oracle: "Rise, Balak, and hear; listen to me, son of Zippor: બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું, "બાલાક ઊઠ, અને સાંભળ. હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.
19 Our Father is not a man, that he should lie, nor a son of man, that he should change his mind. Has he ever said something and not done it? Has he ever spoken and not fulfilled it? ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?
20 Look, I have received a command to bless. He has blessed, and I cannot revoke it. જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો છે તે હું ફેરવી શકતો નથી.
21 He has seen no misfortune in Jacob, nor seen trouble in Israel. Our Father is with him, and the shout of a King is among them. તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી. કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી. યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે, અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.
22 Our Father, who brought them out of Egypt, is for them like the horns of the wild ox. ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને જંગલી બળદ જેવી તાકાત આપે છે.
23 There is no enchantment against Jacob, no divination against Israel. Now it will be said of Jacob and of Israel, 'See what our Father has done!' યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે, ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ. ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે, 'જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!'
24 Look, a people rising up like a lioness, rousing itself like a lion; it will not lie down until it devours the prey and drinks the blood of the slain." જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ."
25 Balak said to Balaam, "Don't curse them at all, and don't bless them at all!" પછી બાલાકે બલામને કહ્યું, "તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ."
26 But Balaam answered Balak, "Didn't I tell you I must do all that God says?" પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, "શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ."
27 Balak said to Balaam, "Come, let me take you elsewhere. Maybe God will let you curse them for me from there." બાલાકે બલામને જવાબ આપ્યો, "હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે."
28 So Balak took Balaam to the top of Peor, which overlooks the wasteland. બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું.
29 Balaam told Balak, "Build me seven altars here, and prepare seven bulls and seven rams here." બલામે બાલાકને કહ્યું, "અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર."
30 Balak did as Balaam had said, and offered a bull and a ram on each altar. જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]