Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Matthew 2 guj

Show guj only
Verse × ×
1 After Jesus was born in Bethlehem, Judea, in the days of King Herod, magi from the east arrived in Jerusalem, હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,
2 saying, "Where is the one born king of the Jews? For we saw his star in the east and have come to worship him." "યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ."
3 When Herod the king heard this, he was troubled, and all Jerusalem with him. એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.
4 He gathered all the people's chief priests and scribes, asking where the Christ was to be born. ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?'
5 They told him, "In Bethlehem of Judea, for this is what was written through the prophet: તેઓએ તેને કહ્યું કે, "યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે,
6 'Yet you, Bethlehem, in Judah's land, are certainly not the least among Judah's rulers; for from you a ruler will emerge who will shepherd Israel, my people.'" "ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે."
7 Then Herod secretly summoned the magi and learned from them the exact time the star had appeared. ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.
8 He sent them to Bethlehem, saying, "Go, search carefully for the child. When you find him, come back and tell me, so that I too may go and worship him." તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, 'તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને તે પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું.'
9 After hearing the king, they set out; the star they had seen in the east went ahead of them until it stopped over where the child was. તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા તે જગ્યા પર આવીને અટકી ગયો.
10 When they saw the star, they rejoiced with overwhelming joy. તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.
11 Entering the house, they saw the child with Mary his mother, fell down and worshiped him. They opened their treasure boxes and gave him gifts: gold, frankincense, and myrrh. ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.
12 Warned in a dream not to return to Herod, they went back to their own country by a different route. હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
13 After they left, an angel of our Father appeared to Joseph in a dream: "Get up, take the child and his mother, flee to Egypt, and stay until I tell you—Herod is about to search for the child to kill him." તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'
14 And he got up and took the child and his mother by night and left for Egypt, ત્યારે યૂસફ રાત્રે ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો;
15 and stayed there until Herod died, fulfilling what our Father said through the prophet: "Out of Egypt I called my son." અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, "મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો."
16 Then Herod, seeing the magi had outwitted him, grew furious and sent men to kill all boys two years old and under in Bethlehem and its whole region, matching the time he'd learned from the magi. જયારે હેરોદને માલૂમ પડ્યું કે માગીઓએ મને છેતર્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
17 This fulfilled what was spoken through Jeremiah the prophet: ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે,
18 "A voice was heard in Ramah, weeping and loud mourning, Rachel weeping for her children; she refused to be comforted, because they are no more." "રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામા પ્રદેશમાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા."
19 But when Herod died, an angel of our Father appeared in a dream to Joseph in Egypt, હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે,
20 saying, "Get up, take the child and his mother, go to Israel's land, for those seeking the child's life are dead." 'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'
21 So he got up, took the child and his mother, and went to Israel's land. ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.
22 Hearing that Archelaus was ruling Judea in place of his father Herod, he was afraid to go there. Warned in a dream, he withdrew to the region of Galilee. પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો, તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો.
23 He went and lived in a town called Nazareth, fulfilling the prophets' words: "He will be called a Nazarene." તે 'નાઝારી કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]