Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Mark 14 guj

Show guj only
Verse × ×
1 Two days before Passover and Unleavened Bread, the chief priests and scribes were looking for a way to seize Jesus by trickery and kill him. હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.
2 For they said, "Not during the feast, or the people might riot." તેઓએ કહ્યું કે, 'પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.'
3 While he was in Bethany, in Simon the leper's house, reclining at the table, a woman came with an alabaster flask of pure nard perfume, very costly. She broke the flask and poured it on his head. જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.
4 There were some who said to themselves indignantly, "Why was this perfume wasted like that? પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, 'અત્તરનો બગાડ શા માટે કર્યો?
5 For this perfume could have sold for over 300 denarii and given to the poor." And they scolded her. કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.' તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.
6 But Jesus said, "Leave her alone. Why trouble her? She has done a beautiful thing for me. પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.
7 For the poor are always with you, and you can do good for them whenever you want; but you won't always have me. કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.
8 She has done what she could; she has anointed my body beforehand for burial. જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.
9 Truly, I tell you, wherever the gospel is preached worldwide, what she did will be told in memory of her." વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.'
10 Then Judas Iscariot, one of the twelve, went to the chief priests to betray Jesus to them. બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને તેઓના હાથમાં પકડાવે.
11 Hearing this, they were glad and promised him money. So he looked for a chance to betray Jesus. તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
12 On the first day of Unleavened Bread, when they sacrificed the Passover lamb, his disciples asked him, "Where do you want us to go and prepare for you to eat the Passover?" બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, 'તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?'
13 He sent two of his disciples, "Go into the city; a man carrying a jar of water will meet you. Follow him, ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, 'શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.
14 and wherever he enters, tell the house's owner, 'The Teacher says: Where is my guest room, where I may eat the Passover with my disciples?' અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, "ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાનો ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?"
15 And he will show you a large upper room furnished and ready; there prepare for us." તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.'
16 The disciples left, went to the city, found things as he had told them, and prepared the Passover. શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.
17 And when it was evening, Jesus came with the twelve. સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
18 While they reclined and ate, Jesus said, "Truly, I tell you, one of you will betray me, one eating with me." અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.'
19 They began to grieve and ask him, one by one, "Is it I?" તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, 'શું તે હું છું?'
20 He said to them, "One of the twelve, dipping bread with me into the dish. તેમણે તેઓને કહ્યું કે, 'બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.
21 The Son of Man goes as the Scriptures said about him, but how terrible for that man who betrays him—better if he had never been born." કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.'
22 As they ate, he took bread, blessed it, broke it, gave it to them, and said, "Take; this is my body." તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, 'લો, આ મારું શરીર છે.'
23 He took a cup, gave thanks, gave it to them, and they all drank from it. પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.
24 He said to them, "This is my blood of the covenant, poured out for many. ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેવડાવેલું આવ્યું છે.
25 Truly I tell you, I will not drink wine again until that day when I drink it new in the kingdom of our Father." હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.'
26 And when they had sung a hymn, they went out to the Mount of Olives. તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
27 Jesus said to them, "You will all stumble, for it's written: 'I will strike the shepherd, and the sheep will be scattered.' ઈસુ તેઓને કહે છે કે, 'તમે સઘળા ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.
28 But after I am raised up, I will go ahead of you to Galilee." પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.'
29 Peter said to him, "Even though they all fall away, I will not." પણ પિતરે ઈસુને કહ્યું કે, 'જોકે બધા ભલે ઠોકર ખાય. હું તો નહિ ભૂલું.'
30 Jesus said to him, "Truly I tell you, today, this night, before the rooster crows twice, you will deny me three times." ઈસુ તેને કહે છે, કે 'હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.'
31 But he insisted, "Even if I must die with you, I will never deny you." They all said the same. પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, 'મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું'. બીજા બધાએ પણ એમ જ કહ્યું.
32 They arrived at a place called Gethsemane, and he told his disciples, "Sit here while I pray." તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.'
33 He took Peter, James, and John, and began to feel deep distress and anguish. ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
34 He said to them, "My soul is crushed with grief, to death. Stay here and stay alert." ઈસુ તેઓને કહે છે, 'મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.'
35 Going a little farther, he fell to the ground and prayed that, if possible, the hour would pass from him. તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.'
36 He said, "Abba, Father, all things are possible for you. Take this cup from me—but let it be your will, not mine." તેમણે કહ્યું કે, 'અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
37 He returned, found them asleep, and said to Peter, "Simon, are you asleep? Couldn't you stay awake one hour? ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, 'સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
38 Watch and pray, so you don't fall into temptation. The spirit is willing, but the flesh is weak." જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'
39 And again he went away and prayed, saying the same words. ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
40 Again he found them sleeping, eyes heavy, not knowing how to answer him. ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.
41 He came a third time and said, "Still sleeping and resting? Enough—the hour has come. Look, the Son of Man is handed over into the hands of sinners. ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, 'શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.
42 Rise, let us be going; see, my betrayer is here." ઊઠો, આપણે જઈએ; જુઓ, મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.'
43 While he was still speaking, Judas—one of the twelve—arrived, and with him a crowd with swords and clubs from the chief priests, scribes, and elders. તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તરવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.
44 His betrayer had given them a signal: "The one I kiss is him—seize him and take him away securely." હવે ઈસુને પકડાવનારે તેઓને એવી નિશાની આપી હતી કે, 'જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈ લઈ જજો.'
45 He came up to Jesus at once, said, "Rabbi!" and kissed him. ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, 'ગુરુજી.' અને તે તેમને ચૂમ્યો.
46 And they laid hands on him and seized him. ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.
47 One of the bystanders drew his sword, struck the high priest's servant, and cut off his ear. પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તરવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.
48 Jesus said to them, "Have you come out with swords and clubs to seize me, like a robber? ઈસુએ તેઓને કહ્યું કે, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?
49 Every day I was with you in the temple teaching, and you didn't arrest me. But let the Scriptures be fulfilled." હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.
50 And they all left him and fled. બધા ઈસુને મૂકીને નાસી ગયા.
51 And a young man followed him, wearing nothing but a linen cloth. And they seized the young man, એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;
52 but he left the linen cloth and ran away naked. પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.
53 They led Jesus to the high priest, and all the chief priests and elders and scribes gathered. તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.
54 Peter had followed at a distance, all the way into the high priest's courtyard, and sat with the guards, warming himself by the fire. પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ ચાલતો છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.
55 The chief priests and the whole council sought testimony against Jesus to put him to death, but found none. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.
56 For many gave false testimony against him, but their testimony did not agree. કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
57 And some stood up and gave false testimony against him, saying, કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,
58 "We heard him say, 'I will destroy this temple made by hands, and in three days build another not made by hands.'" અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, 'હાથે બનાવેલા આ ભક્તિસ્થાનને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.'
59 Yet even about this their testimony did not agree. આમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
60 The high priest stood up in the midst and asked Jesus, "You have no answer? What are these men testifying against you?" પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, 'શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?'
61 He stayed silent, answered nothing. Again the high priest asked him, "Are you the Christ, the Son of the Blessed?" પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, 'શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?'
62 Jesus said, "I AM, and you will see the Son of Man seated at the right hand of the Mighty One and coming with heaven's clouds." ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.
63 And the high priest tore his clothes and said, "What further witnesses do we need? પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, 'હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?
64 You have heard his blasphemy. What is your decision?" And they all condemned him as deserving death. તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?' બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.
65 Some began spitting on him, covering his face, and punching him, saying to him, "Prophesy!" Then the guards slapped him. કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, 'તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.
66 While Peter was below in the courtyard, one of the high priest's servant girls came, હવે પિતર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક દાસી આવી.
67 seeing Peter warming himself, she looked at him and said, "You too were with the Nazarene, Jesus." અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, 'તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.'
68 But he denied it: "I don't know or understand what you mean." Then he went out to the entrance, and a rooster crowed. પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, 'તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.' તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.
69 The servant girl saw him and again told the bystanders, "This man is one of them." તે દાસી તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, 'એ તેઓમાંનો છે.'
70 But he denied it again. A little later the bystanders again told Peter, "You truly are one of them, for you're a Galilean." પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, 'ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.'
71 He began to call down curses on himself and swear, "I don't know this man you're talking about." પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, 'જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.'
72 At once a rooster crowed a second time. Peter remembered Jesus' words: "Before the rooster crows twice, you will deny me three times." He broke down and wept. તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]