Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Malachi 2 guj

Show guj only
Verse × ×
1 Now, priests, this command is for you. અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.
2 If you won't listen, or take it to heart to honor my name, says the Father of heaven's armies, I will send the curse on you and curse your blessings. I have already cursed them, because you don't take it to heart. સૈન્યોના યહોવાહ કહે છે, "જો તમે મારા નામને મહિમા આપવાનું નહિ સાંભળો અને તેને તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, હું તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે. કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.
3 I will rebuke your offspring and smear manure on your faces—the manure of your feasts—and you will be carried off with it. જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, તમારા મુખ પર અને તમારા અર્પણો પર છાણ નાખીશ, તેઓની સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
4 Then you will know I sent this command to you, so my covenant with Levi stands, says the Father of heaven's armies. ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
5 "My covenant with him was life and peace; I gave them to him to be held with reverence, and he revered me and trembled before my name. "તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તેઓ મારો આદર કરતા હતા અને મારા નામનો ડર રાખતા હતા.
6 True instruction was in his mouth, no wrong on his lips. He walked with me in peace and integrity, and turned many from sin. સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતા હતા, તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતા હતા.
7 A priest's lips guard knowledge, and people seek instruction from his mouth, for he is the messenger of the Father of heaven's armies. કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, લોકોએ તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.
8 But you turned from the way and made many stumble by your instruction; you corrupted the covenant of Levi, says the Father of heaven's armies. પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરાવીને ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.
9 So I made you despised and low before all the people, because you haven't kept my ways but shown favoritism in your instruction." "મેં તમને લોકોની આગળ તિરસ્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ તમારી માહિતી રાખવામાં પક્ષપાત કર્યો છે."
10 Don't we all have one Father? Didn't one Father create us? Why betray each other, desecrating our fathers' covenant? શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે વિશ્વાસઘાત કરીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?
11 Judah is unfaithful; a detestable thing is done in Israel and Jerusalem. Judah has desecrated our Father's holy place, which he loves, and married the daughter of a foreign god. યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.
12 May our Father cut off from Jacob's tents the man who does this—anyone at all—even one bringing an offering to the Father of heaven's armies. જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.
13 And a second thing you do: you cover our Father's altar with tears, weeping and groaning, because he no longer regards the offering or accepts it gladly from your hand. તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.
14 You ask, "Why?" Because our Father witnessed between you and the wife of your youth, whom you betrayed—though your companion, your wife by covenant. પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
15 Didn't the Father make you one with your wife? Body and spirit, you are his. And what does he want? Godly children from your union. So guard your spirit; let no one betray the wife of his youth. શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
16 "For I hate divorce," says our Father, the Father of Israel, "and whoever covers his garment with violence," says the Father of heaven's armies. So guard your spirit; do not be unfaithful. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."
17 You have worn out our Father with your words. Yet you ask, "How have we worn him out?" By saying, "All who do evil are good in his sight, and he delights in them"—or, "Where is the Father of justice?" તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, "કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? "દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?" એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]