Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 4 guj

Show guj only
Verse × ×
1 So when Jesus knew the Pharisees heard he was making and baptizing more disciples than John. હવે પ્રભુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
2 (though Jesus himself was not baptizing, but his disciples were), (ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા),
3 he left Judea and went back to Galilee. ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
4 And he had to pass through Samaria. સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું.
5 So he came to a town of Samaria called Sychar, near the field Jacob gave his son Joseph. માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
6 Jacob's well was there. Jesus, tired from the trip, sat down at the well—about noon. ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
7 A woman of Samaria came to draw water. Jesus said to her, "Give me a drink." એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.'
8 (For his disciples had gone into the town to buy food.). (તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.)
9 The Samaritan woman said, "You're a Jew; why ask me, a Samaritan woman, for a drink?" (Jews don't associate with Samaritans.). ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, 'હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?' (કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.)
10 Jesus answered her, "If you knew our Father's gift, and who asks you, 'Give me a drink,' you'd have asked him, and he'd have given you living water." ઈસુએ તેને જવાબ આપ્યો કે, 'ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.'
11 The woman said to him, "Sir, you have nothing to draw with, and the well is deep. Where then do you get this living water? સ્ત્રીએ તેમને કહ્યું કે, 'પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
12 Are you greater than our father Jacob, who gave us the well, drank from it himself, with his sons and livestock?" અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?'
13 Jesus said to her, "Everyone who drinks of this water will be thirsty again, ઈસુએ તેને કહ્યું કે, 'જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
14 but whoever drinks the water I give him will never thirst again; that water will become in him a spring of water welling up to eternal life." પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી ઝર્યા કરશે.'
15 The woman said to him, "Sir, give me this water, so I won't get thirsty or come here to draw water." સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.'
16 Jesus said to her, "Go, call your husband, and come back here." ઈસુએ તેને કહ્યું કે, 'જા, તારા પતિને અહીં બોલાવી લાવ.'
17 The woman answered, "I have no husband." Jesus told her, "You're right to say you have no husband. સ્ત્રીએ ઈસુને કહ્યું કે, 'મારે પતિ નથી.'
18 For you've had five husbands, and the man you have now isn't your husband. You've spoken the truth." ઈસુ તેને કહે છે, "તેં સાચું કહ્યું કે, 'તારે પતિ નથી'; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું."
19 The woman said to him, "Sir, I see that you are a prophet. સ્ત્રીએ કહ્યું કે. 'પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
20 Our fathers worshiped on this mountain, but you say Jerusalem is where people must worship." અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.'
21 Jesus told her, "Woman, believe me: an hour is coming when you'll worship the Father neither on this mountain nor in Jerusalem. ઈસુએ તેને કહ્યું કે, 'સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
22 You worship what you don't know; we worship what we know—salvation comes from the Jews. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
23 But a time is coming, and now is, when true worshipers worship the Father in spirit and truth—for the Father seeks such worshipers. પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
24 The Father is spirit, and those who worship him must worship in spirit and truth." ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.'
25 The woman said to him, "I know Messiah—the one called Christ—is coming. When he comes, he will tell us everything." સ્ત્રીએ તેમને કહ્યું કે 'મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.'
26 Jesus said to her, "I am he—the one speaking to you." ઈસુએ કહ્યું કે, 'તારી સાથે જે બોલે છે તે હું છું.'
27 Just then his disciples returned, amazed he was talking with a woman. Yet no one said, "What do you want?" or, "Why talk with her?" એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, 'તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.'
28 So the woman left her water jar and went back to town and said to the people, પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
29 "Come, see a man who told me everything I ever did. Could this be the Christ?" 'આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?'
30 They left the town and were coming to him. ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
31 Meanwhile the disciples were urging him, "Rabbi, eat." તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, 'ગુરુજી, ભોજન કરો.'
32 But he said to them, "I have food to eat that you know nothing about." પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.'
33 So the disciples said to one another, "Has anyone brought him something to eat?" શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, 'એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?'
34 Jesus said to them, "My food is doing the will of the one who sent me and finishing his work. ઈસુએ તેઓને કહ્યું કે, "જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે."
35 Don't you say, 'Four months more, then harvest comes'? Look, I tell you: raise your eyes, see the fields—white for harvest. તમે શું નથી કહેતાં કે, 'ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, 'તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
36 Already the harvester earns wages, gathering fruit for eternal life, so that planter and harvester may rejoice together. જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવનના ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.
37 For here the saying holds true: 'One plants and another harvests.' કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, 'એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.'
38 I sent you to reap what you didn't work for. Others worked, and you have entered into their labor." જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.'
39 Many Samaritans from that town believed in him because of the woman's testimony: "He told me everything I ever did." જે સ્ત્રીએ સાક્ષી આપી કે, 'મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,' તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
40 When the Samaritans came to him, they asked him to stay with them; he stayed two days. સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, 'તમે આવીને અમારી સાથે રહો;' અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
41 And many more believed because of his word. તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;
42 They told the woman, "It is no longer because of what you said that we believe—we've heard for ourselves, and we know this man truly is the Savior of the world." તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, 'હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.'
43 After the two days he departed from there for Galilee. બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.
44 (For Jesus himself had testified that a prophet has no honor in his own hometown.). કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, 'પ્રબોધકને પોતાના પિતાના વાતનમાં કંઈ માન નથી.'
45 When he arrived in Galilee, the Galileans welcomed him, having seen all he did in Jerusalem at the feast—they too had gone to the feast. જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46 He went again to Cana in Galilee, where he had turned water to wine. A royal official's son was sick at Capernaum. ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.
47 Hearing that Jesus had come from Judea to Galilee, he went to him and begged him to come down and heal his son, who was about to die. તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, 'આવીને મારા દીકરાને સાજો કરો;' કેમ કે તે મરવાની અણી પર હતો.
48 So Jesus said to him, "Unless you people see signs and wonders, you will never believe." ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.'
49 The royal official said to him, "Sir, come down before my child dies." તે અધિકારીએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.'
50 Jesus said to him, "Go; your son will live." The man believed what Jesus told him and left. ઈસુ તેને કહે છે કે, 'ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.' જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
51 As he was going down, his servants met him and told him that his boy was living. તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે.'
52 So he asked them the hour he improved, and they said, "Yesterday at the seventh hour, the fever left him." તેણે તેઓને પૂછ્યું કે, 'કયા સમયથી તે સાજો થવા લાગ્યો?' ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.'
53 So the father knew this was the hour when Jesus told him, "Your son will live." He and his whole household believed. તેથી પિતાએ જાણ્યું કે, "જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, 'તારો દીકરો જીવતો રહ્યો છે' તે જ સમયે એમ થયું;" અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
54 This was now the second sign that Jesus did when he had come from Judea to Galilee. ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]