Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 21 guj

Show guj only
Verse × ×
1 Afterward Jesus showed himself again to the disciples by the Sea of Tiberias—this is how he showed himself. એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું;
2 Simon Peter, Thomas called Twin, Nathanael from Cana in Galilee, Zebedee's sons, and two other disciples were together. સિમોન પિતર, થોમા [જે દીદીમસ કહેવાતો હતો તે], ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા.
3 Simon Peter told them, "I'm going fishing." "We'll go with you," they said. So they went out and got into the boat, but caught nothing that night. સિમોન પિતર તેઓને કહે છે કે, 'હું માછલીઓ પકડવા જાઉં છું.' તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.
4 At daybreak Jesus stood on the shore, yet the disciples didn't know it was Jesus. પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.
5 Jesus said to them, "Children, do you have any fish?" They answered him, "No." ઈસુ તેઓને કહે છે કે, 'જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?' તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'નથી.'
6 He told them, "Cast the net on the boat's right side, and you'll find fish." So they cast it, and were no longer able to haul it in for the sheer number of fish. તેમણે તેઓને કહ્યું કે, 'હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.' તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
7 The disciple Jesus loved told Peter, "It's the Lord!" Hearing it was the Lord, Simon Peter wrapped his coat around him—he'd taken it off to work—and threw himself into the sea. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો.
8 The other disciples came in the boat, dragging the net full of fish, since they were only about one hundred yards from shore. બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ ત્રણસો ફૂટ જેટલે અંતરે હતા.
9 When they went ashore, they saw a charcoal fire with fish on it, and bread. તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
10 Jesus said to them, "Bring some of the fish you have just caught." ઈસુ તેઓને કહે છે કે, 'તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.'
11 So Simon Peter climbed aboard and dragged the net ashore, full of 153 large fish; despite so many, it didn't tear. તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
12 Jesus said to them, "Come, eat breakfast." None of the disciples dared ask him, "Who are you?"—they knew it was the Lord. ઈસુ તેઓને કહે છે કે, 'આવો, નાસ્તો કરો.' તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની 'તમે કોણ છે? એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ.
13 Jesus came, took the bread, and gave it to them, and the fish as well. ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી.
14 This was now the third time Jesus revealed himself to the disciples after being raised from the dead. મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
15 After they ate breakfast, Jesus asked Simon Peter, "Simon, son of John, do you love me with all your heart, more than these?" He answered, "Yes, Lord, you know I love you as a friend." Jesus told him, "Feed my lambs." હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, 'હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુએ તેને કહ્યું કે, 'મારાં ઘેટાંને પાળ.'
16 A second time Jesus asked, "Simon son of John, do you love me with all your heart?" He replied, "Yes, Lord, you know I love you as a friend." Jesus said, "Take care of my sheep." તેઓ બીજી વખત તેને કહે છે કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, 'હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુ તેને કહે છે કે, 'મારાં ઘેટાંઓની સંભાળ રાખ.'
17 A third time Jesus said to him, "Simon son of John, do you love me as a friend?" Peter was hurt that Jesus asked him a third time, "Do you love me as a friend?" and said, "Lord, you know everything; you know that I love you as a friend." Jesus said to him, "Feed my sheep." તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?' પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, 'શું તું મારા પર હેત રાખે છે?' અને તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, તમે સર્વ જાણો છો;' તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, 'મારા ઘેટાંને પાળ.'
18 "Truly, truly, I tell you: when you were young, you dressed yourself and went where you wanted; but when you're old, you'll stretch out your hands, and another will dress you and take you where you don't want to go." હું તને ખાતરીપૂર્વક કહું છું કે, 'જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
19 Jesus said this to show by what kind of death Peter would glorify our Father. Then he told him, "Follow me." હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
20 Peter turned and saw the disciple Jesus loved following—the one who leaned back against Jesus at supper and asked, "Lord, who is going to betray you?" ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
21 When Peter saw him, he said to Jesus, "Lord, what about this man?" ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, એ માણસનું શું થશે?'
22 Jesus told him, "If I want him to remain until I come, what's that to you? You follow me." ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
23 So this word spread among the brothers and sisters that this disciple would not die. Yet Jesus did not tell him he would not die, but, "If I want him to remain until I come, what is that to you?" તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
24 This is the disciple testifying to these things and who wrote them; we know his testimony is true. જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.
25 Jesus did many other things too. If each were written down, I don't think the world itself could hold the books written. ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]