Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

John 16 guj

Show guj only
Verse × ×
1 "I have told you all this so that you will not fall away. 'કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
2 They will expel you from synagogues; but the hour is coming when whoever kills you will think he offers a service to God. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
3 They will do this because they have not known the Father or me. તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
4 But I've told you this so that when their hour comes, you'll remember I told you. I didn't tell you this from the start, because I was with you. પણ જયારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
5 "But now I'm going to him who sent me, and none of you asks me, 'Where are you going?' પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
6 Instead, because I have said these things to you, sorrow has filled your heart. પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
7 I tell you the truth: my going is for your good. If I don't go, the Helper, the Holy Spirit, won't come to you. But if I go, I will send him to you. તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
8 And when he comes, he will convict the world concerning sin and righteousness and judgment: જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
9 concerning sin, because they do not believe in me; પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
10 concerning righteousness, because I am going to my Father and you will see me no longer; ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી મને જોશો નહિ;
11 concerning judgment, because the ruler of this world has been judged. ન્યાયચૂકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.
12 "I still have many things to say to you, but you cannot bear them now. હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.
13 But when he, the Spirit of truth, comes, he will guide you into all truth. He won't speak on his own, but will speak whatever he hears, and will tell you what is coming. તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
14 He will glorify me, for he will take what is mine and tell it to you. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.
15 All my Father has is mine; that's why I said he takes from what is mine and will tell you. જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.
16 "Soon you'll no longer see me; then soon again you'll see me." થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.'
17 So some of his disciples asked each other, "What does he mean: 'In a little while you will not see me, and then in a little while you will see me,' and, 'Because I am going to the Father'?" એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, 'ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?'
18 So they kept saying, "What does he mean, 'a little while'? We don't know what he's talking about." તેઓએ કહ્યું કે, 'થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.'
19 Jesus knew they wanted to ask him, so he said to them, "Are you asking each other what I meant by saying, 'In a little while you will not see me, and then a little while you will see me'? તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?
20 "Truly, truly, I tell you: you will weep and mourn, but the world rejoices. You'll grieve, but your grief will become joy. હું તમને ખરેખર કહું છું કે, 'તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે શોકિત થશો, પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે.'
21 A woman in labor has pain because her hour has come; but once she gives birth, she forgets the anguish, because she is joyful that a person has been born into the world. જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
22 So you also have sorrow now, but I will see you again, and your heart will rejoice, and no one will take your joy from you. હમણાં તો તમને શોક થાય છે ખરો; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.
23 In that day you will ask me nothing. Truly, truly, I tell you: whatever you ask my Father in my name, he will give you. તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને ખરેખર કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
24 Until now you've asked nothing in my name. Ask, and you will receive, so your joy may be complete. હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.
25 I've told you these things in figures. The hour is coming when I'll no longer speak in figures, but tell you plainly about my Father. એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.
26 That day you'll ask in my name, and I'm not telling you I'll ask my Father on your behalf; તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;
27 for the Father himself loves you, because you've loved me and believed I came from our Father. કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.
28 I came from my Father and entered the world; again, I leave the world, going to my Father." હું પિતા પાસેથી આવ્યો છું અને હું દુનિયામાં આવ્યો છું; ફરીને હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.'
29 His disciples said, "Now you are speaking plainly and not using any figure of speech! તેમના શિષ્યો કહે છે કે, 'હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
30 Now we know you know everything and need no one to ask you questions; so we believe you came from our Father." હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.'
31 Jesus replied, "Do you now believe? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું હવે તમે વિશ્વાસ કરો છો?
32 "See, the hour is coming—has come—when you'll be scattered, each to his own home, leaving me alone. Yet I'm not alone; my Father is with me. જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે હરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
33 I've told you this so you may have peace in me. In the world you'll face trouble, but take heart—I've overcome the world." મેં તમને એ વાતો કહી છે કે, 'મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.'
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]