Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Hosea 1 guj

Show guj only
Verse × ×
1 The word of our Father that came to Hosea son of Beeri, in the days of Judah's kings Uzziah, Jotham, Ahaz, and Hezekiah, and in the days of Israel's king Jeroboam son of Joash. યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બસેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે:
2 When our Father first spoke through Hosea, our Father said, "Go, take a wife of prostitution and have children of prostitution, for the land has completely abandoned me, turning to prostitution instead of following me." જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું, "જા, ગણિકા સાથે લગ્ન કર. તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે. કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે."
3 He went and took Gomer daughter of Diblaim; she conceived and bore a son. તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
4 And our Father said to him, "Name him Jezreel, for soon I will punish the house of Jehu for the blood of Jezreel, and end the kingdom of the house of Israel. યહોવાહે હોશિયાને કહ્યું, "તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
5 And on that day I will break the bow of Israel in the Valley of Jezreel." તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ."
6 She conceived again and bore a daughter. And our Father said to him, "Name her Lo-Ruhamah, for I will no longer show compassion to the house of Israel, nor forgive them at all. ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, " તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
7 But I will have mercy on the house of Judah and save them as their Father—I will not save them by bow, sword, or battle, by horses or horsemen." પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ, યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
8 When she had weaned Lo-Ruhamah, she became pregnant and gave birth to a son. લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
9 And our Father said, "Name him Lo-Ammi, for you are not my people, and I will not be your Father." ત્યારે યહોવાહે કહ્યું, "તેનું નામ લો-આમ્મી પાડ, કેમ કે તમે મારા લોકો નથી, હું તમારો ઈશ્વર નથી."
10 The children of Israel will be as countless as the sand of the sea, beyond measure or count. Where they were told, "You are not my people," they will be told, "Children of the living Father." તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, "તમે મારા લોકો નથી," તેને બદલે એવું કહેવામાં આવશે કે, "તમે જીવંત ઈશ્વરના લોકો છો."
11 Judah's children and the children of Israel will gather together, appoint one head, and go up from the land, for great will be the day of Jezreel. યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો એકત્ર થશે. તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને, દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]