Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 44 guj

Show guj only
Verse × ×
1 Then he told his house steward: "Fill the men's sacks with food, as much as they can carry, and put each man's silver at his sack's opening. યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, "આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
2 Put my cup, the silver cup, in the mouth of the youngest's sack, with his grain money." He did as Joseph said. મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો." યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
3 As soon as the morning was light, the men were sent away with their donkeys. સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
4 They had left the city, not yet far off, when Joseph told his steward, "Chase down the men. When you catch them, ask, 'Why have you repaid evil for good? તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
5 Isn't this the cup my lord drinks from and uses for fortune-telling? What you've done is evil.'" મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.'"
6 When he overtook them, he spoke these words to them. કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
7 They said, "Why does my lord say such things? Your servants would never do such a thing. તેઓએ તેને કહ્યું, "શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
8 Look, we brought back to you from Canaan the silver we found in our sacks' openings. How could we steal silver or gold from your master's house? અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
9 Whichever of your servants it's found with will die, and we'll become my lord's slaves too." હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું."
10 He said, "Good—let it be as you say. Whoever has it will be my slave; the rest of you are innocent." કારભારીએ કહ્યું, "હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો."
11 Then each man quickly lowered his sack to the ground, and each man opened his sack. પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
12 He searched, starting with the oldest, ending with the youngest—the cup was found in Benjamin's sack. કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
13 Then they tore their clothes, and every man loaded his donkey, and they returned to the city. તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.
14 When Judah and his brothers reached Joseph's house, he was still there, and they fell to the ground before him. યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.
15 Joseph said to them, "What have you done? Don't you know a man like me surely tells fortunes?" યૂસફે તેઓને કહ્યું, "તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?"
16 Judah said, "What can we say to my lord? What can we speak? How can we clear ourselves? Our Father has found your servants' guilt. Look—we are my lord's slaves, both we and the one in whose hand the cup was found." યહૂદા બોલ્યો, "અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ."
17 But he said, "I could never do this. Only the man in whose hand the cup was found will be my slave. The rest of you, go back to your father in peace." યૂસફે કહ્યું, "એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ."
18 Then Judah stepped forward and said, "Please, my lord, let your servant speak a word to you. Don't be angry with your servant, for you are like Pharaoh himself. પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, "ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.
19 My lord asked his servants, saying, 'Do you have a father or a brother?' જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, "શું તમારે પિતા અથવા ભાઈ છે?'
20 We said to my lord, 'We have an old father, and a young son born late in life. His brother is dead; he alone is left of his mother's children, and his father loves him.' અમે અમારા ઘણીને કહ્યું હતું કે, 'અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.'
21 Then you told your servants, 'Bring him down to me so I can see him myself.' પછી તેં તારા ચાકરોને કહ્યું, 'તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.'
22 We told my lord, 'The boy can't leave his father, because if he does, his father will die.' અને અમે અમારા ઘણીને કહ્યું, 'તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.'
23 You told your servants, 'If your youngest brother doesn't come down with you, you won't see my face again.' અને તેં અમને કહ્યું, 'જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.'
24 When we went back to my father, your servant, we told him what you had said. પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.
25 And when our father said, 'Go again, buy us a little food,' પછી અમારા પિતાએ કહ્યું, 'ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.'
26 we said, 'We can't go down. If our youngest brother comes with us, then we will go. For we can't see the man's face unless our youngest brother is with us.' પણ અમે કહ્યું, 'અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.'
27 Then your servant my father said to us, 'You know that my wife bore me two sons. એટલે અમારા પિતાએ અમને કહ્યું, 'તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
28 One left me, and I said, "Surely torn to pieces"; I haven't seen him since. તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, "ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી."
29 If you take this one too from me, and harm meets him, you'll bring my gray head down to the grave in grief. પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.'
30 So when I come to your servant, my father, and the boy isn't with us, his life is bound to the boy's life, તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,
31 when he sees the boy is gone, he'll die, and your servants will bring your servant our father down to the grave in sorrow.' અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે.
32 For your servant guaranteed the boy to my father, saying, 'If I don't bring him back to you, I'll bear the guilt before my father all my life.' કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, 'જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.'
33 So please, let your servant stay as my lord's slave instead of the boy, and let the boy return with his brothers. હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.
34 How can I return to my father without the boy? I could not bear to see the disaster that would strike my father." કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]