Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 41 guj

Show guj only
Verse × ×
1 After two full years had passed, Pharaoh had a dream: he was standing beside the Nile. બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નદીની પાસે ઊભો હતો.
2 Seven cows, sleek and fat, came up from the Nile and grazed among the reeds. ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
3 Seven other cows, ugly and bony, came up after them from the Nile and stood beside them on the Nile's bank. અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.
4 Ugly, thin cows ate the seven fine, fat cows, and Pharaoh woke up. પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ.
5 He fell asleep again and had a second dream: seven heads of grain, plump and good, grew on one stalk. પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં.
6 Then after them, seven heads of grain sprouted up—thin and scorched by the east wind. તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
7 The thin heads swallowed the seven plump, full heads. Then Pharaoh woke up—it had been a dream. અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું.
8 In the morning his spirit was troubled; he sent and called all Egypt's magicians and all its wise men. Pharaoh told them his dreams, but none could interpret them for him. સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.
9 Then the chief cupbearer said to Pharaoh, "Today I am reminded of my offenses. એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, "આજે મને મારો અપરાધ યાદ આવે છે.
10 Pharaoh was angry with his servants and put me in custody in the guard captain's house, with the chief baker. જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા,
11 I and he each dreamed the same night, each dream with its own meaning. ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં.
12 A young Hebrew, servant of the guard captain, was with us. We told him our dreams, and he interpreted each according to its own meaning. ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા.
13 Just as he interpreted for us, it happened: I was restored to my position, the other was hanged." તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી."
14 Pharaoh sent for Joseph, and they rushed him from the dungeon. He shaved, changed his clothes, and came before Pharaoh. ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.
15 Pharaoh said to Joseph, "I've had a dream no one can interpret. I've heard about you that when you hear a dream, you can interpret it." ફારુને યૂસફને કહ્યું, "મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે."
16 "I can't do that on my own," Joseph replied. "Our Father will give Pharaoh a favorable answer." યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, "હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે."
17 Then Pharaoh said to Joseph, "In my dream I was standing on the bank of the Nile. ફારુને યૂસફને કહ્યું, "હું મારા સ્વપ્નમાં નદીને કિનારે ઊભો હતો.
18 Seven fat, sleek cows came up from the Nile and grazed among the reeds. ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.
19 Then seven other cows came up after them—scrawny, very ugly, thin-fleshed—the like I had never seen in all the land of Egypt. તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.
20 The gaunt, ugly cows ate the first seven fat cows. તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ.
21 Even after eating them, no one could tell, for they still looked as bad as before. Then I woke up. જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.
22 In my dream I saw seven heads of grain grow on one stalk, full and good. ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં,
23 And after them sprouted seven heads of grain—withered, thin, and scorched by the east wind. અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
24 The thin heads swallowed the seven good heads. I told the magicians, but none could explain it to me." સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે."
25 Joseph said to Pharaoh, "Pharaoh's dreams are one: our Father has revealed to Pharaoh what he's about to do. યૂસફે ફારુનને કહ્યું, "આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.
26 The seven good cows are seven years, and the seven good heads of grain are seven years—it is one dream. જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.
27 The seven thin, ugly cows that came up after them are seven years, and the seven empty heads scorched by the east wind are seven years of famine. તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.
28 This is what I told Pharaoh: our Father has shown Pharaoh what he is about to do. જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.
29 Seven years of great abundance are coming throughout all the land of Egypt. જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
30 Then seven years of famine will follow. All the plenty in Egypt will be forgotten, and famine will devour the land. પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.
31 The abundance will be forgotten in the land, since the famine afterward will be so severe. તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે.
32 Pharaoh's dream repeated twice means our Father has firmly fixed this matter, and our Father will soon carry it out. ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.
33 So let Pharaoh find a discerning, wise man and put him over Egypt's land. હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ.
34 Let Pharaoh take action and appoint overseers over the land, and take a fifth of Egypt's produce during the seven years of abundance. વળી ફારુને આમ કરવું: દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.
35 Let them gather all the food of these good coming years, and store grain under Pharaoh's hand as food in the cities, and guard it. જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
36 That food will be a reserve for the land during the seven years of famine coming on the land of Egypt, so the land won't be cut off by famine." પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.
37 The plan seemed good to Pharaoh and to all his servants. આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.
38 Pharaoh said to his servants, "Can we find anyone like this, a man with God's Spirit in him?" ફારુને પોતાના દાસોને કહ્યું, "જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો અન્ય કોઈ માણસ આપણને મળે ખરો?"
39 Pharaoh said to Joseph, "Since God has shown you all this, none is as discerning and wise as you. તેથી ફારુને યૂસફને કહ્યું, "ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે જોતાં તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ જણાતો નથી.
40 You will be over my house; all my people will obey your command. Only in the throne will I be greater than you." તું મારા રાજ્યનો ઉપરી થા. મારા સર્વ લોકો તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. રાજ્યાસન પર હું એકલો જ તારા કરતાં મોટો હોઈશ."
41 And Pharaoh said to Joseph, "See, I have set you over all the land of Egypt." ફારુને યૂસફને કહ્યું, "આજથી હું તને આખા મિસર દેશના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરું છું."
42 Pharaoh took the signet ring from his hand and put it on Joseph's hand, dressed him in fine linen, and put a gold chain on his neck. ફારુને પોતાની મુદ્રાવાળી વીંટી અધિકારના પ્રતિક તરીકે યૂસફની આંગળીએ પહેરાવી. તેને મલમલનાં વસ્ત્રો અને સોનાનો હાર પહેરાવ્યો.
43 Pharaoh had Joseph ride in his own second chariot, had men call out before Joseph, "Kneel!" and set him over all Egypt's land. તેને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને લોકો તેની આગળ "ઘૂંટણ ટેકવો" એમ પોકારો પાડતા. ફારુને તેને આખા મિસર દેશનો ઉપરી નિયુક્ત કર્યો.
44 Pharaoh said to Joseph, "I am Pharaoh; without you, no one moves hand or foot in all the land of Egypt." ફારુને યૂસફને કહ્યું, "હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે."
45 Pharaoh named Joseph Zaphenath-paneah and gave him Asenath, daughter of Potiphera, priest of On, as wife. Then Joseph went out over the land of Egypt. ફારુને યૂસફનું નામ "સાફનાથ પાનેઆ" પાડ્યું. ઓનના યાજક પોટીફારની પુત્રી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. યૂસફ આખા મિસર દેશમાં સન્માન પામ્યો.
46 Joseph was thirty when he stood before Pharaoh king of Egypt. He left Pharaoh's presence and traveled through all the land of Egypt. યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી.
47 During the seven years of abundance, the land produced bountifully. પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી પુષ્કળ અનાજ પાક્યું.
48 He collected all the food of the seven years in Egypt and stored it in the cities, in each city the food of the fields around it. મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું.
49 Joseph stored grain like the sand of the sea—so much he stopped counting; it was uncountable. યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.
50 Before the famine years, Joseph fathered two sons with Asenath, daughter of Potiphera, priest of On. દુકાળનાં વર્ષો આવ્યાં તે અગાઉ યૂસફને બે દીકરા થયા, જે આસનાથ, ઓનના યાજક પોટીફારની દીકરીથી જન્મ્યા.
51 Joseph named the firstborn Manasseh: "Because our Father made me forget all my hardship and all my father's house." યૂસફે પોતાના જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશ્શા પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારાં સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે."
52 He named the second Ephraim: "For our Father has made me fruitful in the land of my suffering." બીજા દીકરાનું નામ તેણે એફ્રાઇમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "મારા દુઃખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે."
53 The seven years of abundance in the land of Egypt came to an end. મિસર દેશમાં ભરપૂરીપણાનાં જે સાત વર્ષ આવ્યાં હતાં તે વિતી ગયાં.
54 The seven years of famine began, just as Joseph had said. Famine struck every land, but in all the land of Egypt there was bread. યૂસફના કહ્યા પ્રમાણે, દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં. દુકાળ સર્વ દેશોમાં વ્યાપેલો હતો, પણ આખા મિસર દેશમાં અન્નના ભંડાર ભરેલા હતા.
55 When famine struck all Egypt, the people cried to Pharaoh for bread. Pharaoh told all the Egyptians, "Go to Joseph; do whatever he tells you." જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, "યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો."
56 As the famine spread across the land, Joseph opened all the storehouses and sold grain to the Egyptians, since the famine was severe in Egypt. પછી યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. જો કે મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.
57 All the earth came to Egypt to buy grain from Joseph, for the famine gripped all the earth. સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યા, કેમ કે આખી પૃથ્વી પર સખત દુકાળ હતો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]