Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 37 guj

Show guj only
Verse × ×
1 Jacob settled in the land where his father had lived as a foreigner, the land of Canaan. યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.
2 This is Jacob's family record. Joseph, a young man of seventeen, tended the flock with his brothers, the sons of Bilhah and Zilpah, his father's wives—and brought their father a bad report about them. યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.
3 Israel loved Joseph more than all his other sons, because he was born to him in his old age, and made him a robe of many colors. હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ ઝભ્ભો સીવડાવ્યો.
4 When his brothers saw their father loved him more than all of them, they hated him and could not speak kindly to him. તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.
5 Joseph dreamed a dream and told it to his brothers, who hated him even more. યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.
6 He said to them, "Listen to this dream I had: તેણે તેઓને કહ્યું, "મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.
7 Suddenly we were binding sheaves in the field, and suddenly my sheaf rose and stood upright, and suddenly your sheaves gathered around and bowed down to it." આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી."
8 His brothers said to him, "Will you really reign over us? Will you actually rule us?" So they hated him even more for his dreams and his words. તેના ભાઈઓએ તેને કહ્યું, "શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે?" તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.
9 He dreamed again and told his brothers, "Look, I had another dream—the sun, moon, and eleven stars were bowing down to me." તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, "જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં."
10 When he told his father and brothers, his father scolded him: "What is this dream you had? Will I, your mother, and your brothers really come and bow to the ground before you?" જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, "જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?"
11 His brothers were jealous of him, but his father kept the matter in mind. તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
12 Now his brothers had gone to graze their father's flocks near Shechem. તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા.
13 Israel said to Joseph, "Aren't your brothers grazing the flocks at Shechem? Come, I'll send you to them." "Here I am," he replied. ઇઝરાયલે યૂસફને કહ્યું, "શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું." યૂસફે તેને કહ્યું, "હું તૈયાર છું."
14 He said to him, "Go see how your brothers and the flock are doing, and bring me word." So he sent him from the Valley of Hebron, and Joseph came to Shechem. તેણે તેને કહ્યું, "હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ." પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.
15 A man found him wandering in the fields and asked him, "What are you looking for?" જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, "તું કોને શોધે છે?"
16 He replied, "I'm looking for my brothers. Can you tell me where they are grazing their flocks?" યૂસફે કહ્યું, "હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?"
17 "They've left here," the man said. "I heard them say, 'Let's go to Dothan.'" Joseph went after his brothers and found them at Dothan. તે માણસે કહ્યું, "તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, "ચાલો આપણે દોથાન જઈએ." યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.
18 They saw him in the distance, and before he reached them, they plotted to kill him. તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.
19 "Here comes that dreamer!" they said to one another. તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, "જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.
20 "Now come, let's kill him, throw him into one of the pits, and say a wild animal ate him. Then we'll see what becomes of his dreams." હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, 'કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.' પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું."
21 Reuben heard and tried to rescue him from their hands. "Let's not take his life," he said. રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, "આપણે તેનો જીવ લેવો નથી."
22 Reuben told them, "Shed no blood—throw him into this desert cistern, but don't touch him." Reuben said this to rescue Joseph from them and take him back to his father. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, "તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ."
23 When Joseph reached his brothers, they stripped off his robe—the robe of many colors he wore. યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.
24 They took him and threw him into the cistern. The cistern was empty, no water in it. તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું.
25 They sat to eat, looked up, and saw an Ishmaelite caravan coming from Gilead, their camels carrying spices, balm, and myrrh, headed down to Egypt. પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, લોબાન તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.
26 Judah told his brothers, "What do we gain if we kill our brother and hide his blood? યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, "જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?
27 Come, let's sell him to the Ishmaelites, not harm him ourselves—he's our brother, our own flesh." His brothers agreed. ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે." તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.
28 As Midianite traders passed, his brothers lifted Joseph from the pit and sold him to the Ishmaelites for twenty silver pieces, and the Ishmaelites brought him to Egypt. મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.
29 When Reuben returned to the cistern and saw that Joseph was not there, he tore his clothes. રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.
30 He went back to his brothers and said, "The boy is gone! Where can I turn now?" તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, "યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?"
31 Then they took Joseph's robe, slaughtered a goat, and dipped the robe in the blood. પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.
32 They sent the robe of many colors and brought it to their father, saying, "We found this. Examine it: is it your son's robe, or not?" પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, "આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?"
33 He recognized it: "My son's robe—a dangerous animal ate him! Joseph is surely torn apart." યાકૂબે તે ઓળખીને કહ્યું, "તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે."
34 Then Jacob tore his clothes, put on mourning clothes, and mourned for his son many days. યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.
35 All his sons and daughters came to comfort him, but he refused to be comforted, saying, "No, mourning I will go down to my son in the grave." So his father wept for him. તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, "હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ." તેનો પિતા તેને સારુ રડ્યો.
36 Now the Midianites sold Joseph in Egypt to Potiphar, a Pharaoh official and captain of the guard. પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]