Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 33 guj

Show guj only
Verse × ×
1 Jacob looked up and saw Esau coming with 400 men. So he divided the children between Leah, Rachel, and the two servants. યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.
2 He put the maidservants and their children first, Leah and her children after them, and Rachel and Joseph last. પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.
3 He himself went ahead of them, bowing to the ground seven times, until he reached his brother. તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.
4 Esau ran to meet him, hugged him, threw his arms around his neck, kissed him—and they wept. એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.
5 When Esau looked up and saw the women and children, he asked, "Who are these with you?" Jacob said, "The children our Father has graciously given your servant." જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, "તારી સાથે આ કોણ છે?" યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે."
6 Then the female servants drew near with their children, and they bowed down. પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
7 Leah also came forward with her children, and they bowed down; then Joseph and Rachel came forward and bowed down. પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
8 Esau said, "Why all this company I met?" "To find favor with my lord," Jacob said. એસાવે કહ્યું, "આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?" યાકૂબે કહ્યું, "મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે."
9 But Esau said, "I have plenty, my brother; keep what is yours for yourself." એસાવ બોલ્યો, "મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ."
10 Jacob said, "No, please—if I've found favor in your eyes, accept my gift from my hand, for I have seen your face like seeing the face of our Father, and you've accepted me. યાકૂબે કહ્યું, "એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.
11 Please take my blessing, brought to you, since our Father has favored me and I have everything." So he insisted, and he took it. મારી જે ભેટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે." યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.
12 Then Esau said, "Let us journey on our way, and I will go ahead of you." પછી એસાવે કહ્યું, "ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ."
13 But Jacob said to him, "My lord knows the children are frail, and the flocks and herds, nursing, are in my care. If driven hard one day, all the flocks will die. યાકૂબે તેને કહ્યું, "મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.
14 Let my lord pass ahead of his servant; I will move slowly, at the pace of the livestock ahead of me and the pace of the children, until I reach my lord at Seir." માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ."
15 Esau said, "Let me leave some of my people with you." Jacob replied, "Why do that? Let me find favor in my lord's eyes." એસાવે કહ્યું, "મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું." પણ યાકૂબે કહ્યું, "શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે."
16 So Esau returned that day on his way to Seir. તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.
17 But Jacob traveled to Succoth, built himself a house, and made shelters for his livestock—that's why the place is called Succoth. સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.
18 Jacob arrived safely at Shechem, a city in Canaan, coming from Paddan-aram, and camped facing the city. જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો.
19 He bought the plot where he pitched his tent from the sons of Hamor, Shechem's father, for one hundred pieces of silver. પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.
20 There he set up an altar and called it El-Elohe-Israel—the Father of Israel. ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડ્યું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]