Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 29 guj

Show guj only
Verse × ×
1 Then Jacob continued on his journey and came to the land of the eastern peoples. પછી યાકૂબ ત્યાંથી આગળ મુસાફરી કરીને પૂર્વના લોકોના દેશમાં આવ્યો.
2 He saw a well in the field, with three flocks lying beside it, since that well watered the flocks, and a large stone lay over its mouth. તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.
3 There all the flocks would gather; shepherds rolled the stone off the well's mouth, watered the sheep, then returned the stone to its place over the well's mouth. જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.
4 Jacob said to them, "My brothers, where are you from?" "We are from Haran," they replied. યાકૂબે તેઓને પૂછ્યું, "મારા ભાઈઓ, તમે ક્યાંના છો?" તેઓએ કહ્યું, "અમે હારાનના છીએ."
5 He asked them, "Do you know Laban, the son of Nahor?" "We know him," they answered. તેણે તેઓને પૂછ્યું, "શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?" તેઓએ કહ્યું, "હા, અમે તેને ઓળખીએ છીએ."
6 Then he asked, "Is he well?" "He is well," they said. "Look—his daughter Rachel comes with the sheep." તેણે તેઓને પૂછ્યું, "શું તે ક્ષેમકુશળ છે?" તેઓએ કહ્યું, "તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે."
7 "Look," Jacob said, "the day is still high, too soon to gather the herds. Water the sheep, then go graze them." યાકૂબે કહ્યું, "હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો."
8 "We can't," they said, "until all the flocks gather and the stone is rolled off the well's mouth. Then we'll water the sheep." તેઓએ કહ્યું, "ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.
9 While Jacob was still speaking with them, Rachel came with her father's flock, for she tended it. તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.
10 When Jacob saw Rachel, daughter of Laban his mother's brother, and sheep of Laban his mother's brother, he approached, rolled the stone from the well's mouth, and watered the sheep of Laban his mother's brother. યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.
11 Then Jacob kissed Rachel and wept aloud. યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.
12 Jacob told Rachel he was her father's relative, Rebekah's son. She ran and told her father. યાકૂબે રાહેલને જણાવ્યું કે, "હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું." એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.
13 As soon as Laban heard the news about Jacob his sister's son, he ran to meet him, hugged and kissed him, and brought him home. Jacob told Laban everything that had happened. જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
14 Laban said to him, "You are indeed my bone and flesh." So Jacob stayed with him a full month. લાબાને તેને કહ્યું, "વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ." પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.
15 Laban said to Jacob, "Should you serve me for free just because you're my relative? Tell me—what should your wages be?" પછી લાબાને યાકૂબને કહ્યું, "તું મારો સંબંધી છે, તે માટે તારે મારા કામકાજ મફત કરવા જોઈએ નહિ. મને કહે, તું કેટલું વેતન લઈશ?"
16 Now Laban had two daughters. The older was named Leah, and the younger was named Rachel. હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું.
17 Leah's eyes were dull, but Rachel was lovely in form and beautiful to look at. લેઆની આંખો નબળી હતી. રાહેલ દેખાવમાં સુંદર તથા ઘાટીલી હતી.
18 Jacob loved Rachel and said, "I'll serve you seven years for your younger daughter Rachel." યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો તેથી તેણે કહ્યું, "તારી નાની દીકરી, રાહેલને સારું સાત વર્ષ હું તારી ચાકરી કરીશ.
19 Laban said, "Better that I give her to you than to another man. Stay here with me." લાબાને કહ્યું, "બીજા કોઈને હું મારી દીકરી આપું તેના કરતાં હું તેને આપું તે સારું છે. મારી સાથે રહે."
20 Jacob served seven years for Rachel; they felt like only a few days because he loved her. યાકૂબે રાહેલને સારુ સાત વર્ષ સુધી લાબાનની સેવા કરી; તે સાત વર્ષ તેને બહુ ઓછા દિવસો જેવા લાગ્યાં, કેમ કે તે રાહેલને પ્રેમ કરતો હતો.
21 Jacob said to Laban, "Give me my wife—my time is complete—so I can go in to her." પછી યાકૂબે લાબાનને કહ્યું, "હવે મારી પત્ની મને આપ કેમ કે મારી ચાકરીનાં વર્ષોની મુદ્દત પૂરી થઈ છે, જેથી હું તેની સાથે સુખ ભોગવું."
22 So Laban gathered together all the men of the place and made a feast. તેથી લાબાને ત્યાંના સર્વ માણસોને નિમંત્રિત કરીને મિજબાની કરી.
23 That evening he brought his daughter Leah to Jacob, and he was intimate with her. રાત્રે અંધારામાં, લાબાન તેની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો અને યાકૂબે તેની સાથે શરીરસુખ માણ્યું.
24 And Laban gave his servant Zilpah to his daughter Leah as her servant. લાબાને તેની દીકરી લેઆને સેવા ચાકરી માટે ઝિલ્પા નામે દાસી પણ આપી.
25 In the morning—it was Leah! Jacob said to Laban, "What have you done to me? Didn't I serve you for Rachel? Why did you deceive me?" સવારે યાકૂબના જોવામાં આવ્યું કે, તે તો લેઆ હતી! યાકૂબે લાબાનને પૂછ્યું, "આ તેં મને શું કર્યું છે? શું રાહેલને સારુ મેં તારી સેવા ચાકરી કરી નહોતી? તેં મને શા માટે છેતર્યો?"
26 Laban replied, "It's not the custom here to give the younger before the firstborn. લાબાને કહ્યું, "મોટી દીકરીના લગ્ન અગાઉ નાની દીકરીનું લગ્ન કરવું એવો રિવાજ અમારા દેશમાં નથી.
27 Finish this one's bridal week, then we'll give you the other too—for another seven years of work." આ દીકરી સાથે નવવધુ તરીકેનું અઠવાડિયું પૂરું કર પછી બીજાં સાત વર્ષ તું મારી ચાકરી કરજે અને તેના બદલામાં અમે રાહેલને પણ તને આપીશું."
28 Jacob did this, completed her week, and Laban gave him his daughter Rachel as his wife. યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.
29 And Laban gave his servant Bilhah to his daughter Rachel as her servant. વળી રાહેલની સેવા માટે બિલ્હા નામે દાસી પણ આપી
30 Jacob slept with Rachel too, and loved her more than Leah. He served Laban seven more years. યાકૂબે રાહેલ સાથે પણ લગ્ન કર્યું. તે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ રાખતો હતો. તેથી યાકૂબે બીજાં સાત વર્ષ લાબાનની ચાકરી કરી હતી.
31 When our Father saw that Leah was unloved, he opened her womb; but Rachel was barren. ઈશ્વરે જોયું કે લેઆને પ્રેમ કરવામાં આવતો નથી, તે માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડ્યું, પણ રાહેલ નિ:સંતાન હતી.
32 Leah conceived and bore a son, and named him Reuben, for she said, "Our Father has seen my suffering; surely now my husband will love me." લેઆ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેનું નામ રુબેન પાડવામાં આવ્યું. કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારું દુઃખ જોયું છે માટે હવે મારો પતિ મને પ્રેમ કરશે."
33 She conceived again, bore a son, and said, "Because our Father heard I was unloved, he gave me this one too." So she named him Simeon. પછી તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હું નાપસંદ છું તે ઈશ્વરે સાંભળ્યું છે, માટે તેમણે આ દીકરો પણ મને આપ્યો છે" તેણે તેનું નામ શિમયોન પાડ્યું.
34 She conceived again and bore a son, and said, "This time my husband will be joined to me, since I have borne him three sons." So he was named Levi. પછી તે ત્રીજીવાર ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે મારો પતિ મારી સાથે પ્રેમથી બંધાશે. કેમ કે મેં તેના ત્રણ દીકરાને જન્મ આપ્યો છે." તે માટે તેનું નામ લેવી રાખવામાં આવ્યું.
35 She conceived again and bore a son, and said, "This time I will praise our Father." So she named him Judah. Then she stopped bearing children. તે ચોથી વખત ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "હવે આ સમયે હું ઈશ્વરની સ્તુતિ કરીશ." તેથી તેણે તેનું નામ યહૂદા પાડ્યું. ત્યાર પછી તેને સંતાન જનમવાનું બંધ થયું.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]