Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Genesis 1 guj

Show guj only
Verse × ×
1 In the beginning, our Heavenly Father created the heavens and the earth. પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
2 The earth was formless and empty; darkness lay over the deep's surface, and the Spirit of our Father was hovering over the waters' surface. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
3 Then our Father said, "Let there be light," and there was light. ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું.
4 He saw that the light was good, and he separated the light from the darkness. ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.
5 He called the light "day" and called the darkness "night." There was evening, and there was morning—the first day. ઈશ્વરે અજવાળાને "દિવસ" કહ્યો અને અંધારાને "રાત" કહી. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
6 And our Father said, "Let there be an expanse between the waters to separate water from water." ઈશ્વરે કહ્યું, "પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો."
7 He made the expanse and separated the water under it from the water above it. And it was so. ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.
8 He called the expanse "sky." So there was evening, and there was morning—the second day. ઈશ્વરે અંતરિક્ષને "આકાશ" કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
9 Then our Father said, "Let the water under the sky be gathered to one place, and let dry ground appear." And it was so. ઈશ્વરે કહ્યું, "આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ." એ પ્રમાણે થયું.
10 He named the dry ground "land," the gathered waters "seas." And he saw it was good. ઈશ્વરે કોરી જગ્યાને "ભૂમિ" કહી અને એકત્ર થયેલા પાણીને "સમુદ્રો" કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
11 Then he said, "Let the land grow vegetation: seed-bearing plants, fruit trees bearing fruit with seed in it, after its kind." And it was so. ઈશ્વરે કહ્યું, "પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે." એ પ્રમાણે થયું.
12 The land produced vegetation—seed-bearing plants by kind, and trees bearing seed-bearing fruit by kind—and our Father saw that it was good. ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
13 And there was evening, and there was morning—the third day. સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
14 And our Father said, "Let there be lights in the sky's expanse to separate day from night, and serve as signs to mark seasons, days, and years, ઈશ્વરે કહ્યું, "રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
15 and let them be lights in the sky's expanse, to give light on the earth." And it was so. પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ." એ પ્રમાણે થયું.
16 Our Father made two great lights—the greater light to rule the day, the lesser light to rule the night. He also made the stars. ઈશ્વરે બે મોટી જ્યોતિઓ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક જ્યોતિ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
17 He set them in the expanse of the sky to give light on the earth, ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
18 to rule the day and the night, and to separate light from darkness. He saw it was good. દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અંધારામાંથી અજવાળાં ને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
19 So there was evening, and there was morning—the fourth day. સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
20 Then our Father said, "Let the water swarm with living creatures, and let birds fly above the earth, across the sky's expanse." ઈશ્વરે કહ્યું, "પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો."
21 So he created the great sea creatures, every living creature that moves and swarms in the water by its kind, and every winged bird by its kind. And he saw it was good. ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22 Our Father blessed them and said, "Be fruitful, multiply, fill the waters in the seas, and let birds multiply on earth." ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, "સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો."
23 And there was evening, and there was morning—the fifth day. સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
24 And our Father said, "Let the land produce living creatures by kind: livestock, crawling creatures, and wild animals, each by kind." And it was so. ઈશ્વરે કહ્યું કે, "પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો." એ પ્રમાણે થયું.
25 He made wild animals by their kind, livestock by their kind, and every creature crawling the ground by its kind. And he saw that it was good. ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
26 Then our Father said, "Let us make humanity in our image, in our likeness, to rule the fish of the sea, the birds of the sky, the livestock, all the earth, and every creature crawling on the ground." ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે."
27 So our Father created humanity in his own image; in the image of God he created them; male and female he created them. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28 Our Father blessed them and said to them, "Be fruitful, multiply, fill the earth and subdue it. Rule the fish of the sea, the birds of the sky, and every living creature that moves on the earth." ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો."
29 Then he said, "I give you every seed-bearing plant across the whole earth, and every tree with seed-bearing fruit—they will be your food. ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30 To every animal of the earth, every bird of the sky, everything crawling on the ground with breath of life, I give every green plant for food." And so it happened. પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું.
31 Our Father saw all he had made, and it was very good. So there was evening, and there was morning—the sixth day. ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]