Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Daniel 2 guj

Show guj only
Verse × ×
1 In the second year of his reign, Nebuchadnezzar had dreams; his spirit was troubled and his sleep left him. નબૂખાદનેસ્સાર રાજાના શાસનના બીજા વર્ષે તેને સ્વપ્નો આવ્યાં. તેનું મન ગભરાયું, તે ઊંઘી શક્યો નહિ.
2 So the king ordered the magicians, enchanters, sorcerers, and astrologers summoned to tell him his dreams. They came and stood before the king. ત્યારે રાજાએ જાદુગરો તથા મેલીવિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
3 The king said to them, "I dreamed a dream, and my spirit is troubled to know the dream." રાજાએ તેઓને કહ્યું, "મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે."
4 Then the astrologers said to the king in Aramaic, "King, live forever! Tell your servants the dream, and we will reveal its interpretation." ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, "રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું."
5 The king answered the astrologers, "My decree is firm: if you don't tell me the dream and its meaning, you'll be cut to pieces and your houses reduced to rubble. રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, "એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે.
6 But if you tell the dream and its meaning, you'll receive gifts, rewards, and great honor from me. So tell me the dream and its meaning." પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો."
7 They answered a second time, "Let the king tell his servants the dream, and we will give its meaning." તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, " હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ."
8 The king replied, "I know for certain you're trying to buy time, because you see my decree is firm: રાજાએ જવાબ આપ્યો, "હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે.
9 If you don't tell me the dream, there is only one verdict for you. You have agreed to speak lying, corrupt words before me until the times change. So tell me the dream, then I'll know you can reveal its interpretation." પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો."
10 The astrologers answered the king, "No one on earth can do what the king asks. No great, powerful king ever demanded such a thing of any magician, enchanter, or Chaldean. ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, "પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી.
11 The king's request is too hard; only the gods, who don't live among mortals, can reveal it to the king." જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
12 At this the king grew angry and furious, and ordered all Babylon's wise men destroyed. આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો.
13 So the decree went out to kill the wise men, and they searched for Daniel and his companions to put them to death. એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
14 Then Daniel answered Arioch, the king's guard commander, with wisdom and discretion; Arioch had gone out to kill Babylon's wise men. આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
15 He asked Arioch, the king's officer, "Why such a harsh decree from the king?" Then Arioch explained it to Daniel. દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, "રાજાનો હુકમ તાકીદનો કેમ છે?" તેથી આર્યોખે બધી વાત જણાવી.
16 So Daniel went in and asked the king for time, so that he might reveal the interpretation to the king. તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
17 Then Daniel went home and told his companions Hananiah, Mishael, and Azariah about the matter, પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
18 urging them to plead for mercy from our Father in heaven about this mystery, so Daniel and his companions wouldn't be destroyed with Babylon's other wise men. તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
19 Then the mystery was revealed to Daniel in a night vision, and Daniel blessed our Father in heaven. તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.
20 Daniel said: "Blessed be the name of our Father forever and ever, for wisdom and might belong to him. અને કહ્યું, "ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
21 He changes times and seasons; he removes kings and sets up kings; he gives wisdom to the wise and knowledge to those who have understanding. તે સમયોને તથા ઋતુઓને બદલે છે; તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડહાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
22 He reveals deep and hidden things; he knows what lies in darkness, and the light dwells with him. તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે. કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે.
23 To you, the God of my fathers, I give thanks and praise, for you have given me wisdom and might, and now you have made known to me what we asked of you; you have made known to us the king's matter." હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે. અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે; તમે અમને રાજાની વાત જણાવી છે."
24 So Daniel went to Arioch, whom the king had appointed to destroy Babylon's wise men, and said, "Don't destroy Babylon's wise men. Take me to the king, and I will give him the interpretation." પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, "બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ."
25 Then Arioch quickly brought Daniel before the king and said, "Among the exiles of Judah I found a man who can tell the king the interpretation." ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, "મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે."
26 The king asked Daniel, called Belteshazzar, "Can you tell me the dream I saw and what it means?" રાજાએ દાનિયેલને (જેનું નામ બેલ્ટશાસ્સાર હતું) તેને કહ્યું, "મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?"
27 Daniel answered the king, "No wise men, enchanters, magicians, or astrologers can reveal the mystery the king asks about. દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, "જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી.
28 But our Father in heaven reveals mysteries, and has made known to King Nebuchadnezzar what will happen in the latter days. Your dream and the visions in your mind as you lay on your bed were these: પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
29 "As you lay in bed, O king, your thoughts turned to what would come, and the revealer of mysteries showed you what is to be. હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે.
30 But this mystery was revealed to me not because I have more wisdom than anyone else alive, but so the king may know its interpretation, and you may understand your heart's thoughts. બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
31 "You watched, O king, and saw a great statue. This statue, huge and dazzling in brightness, stood before you, and its appearance was terrifying. હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો.
32 The statue's head was fine gold, its chest and arms silver, its belly and thighs bronze, તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં.
33 its legs of iron, its feet partly of iron and partly of clay. તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
34 While you watched, a stone cut without hands struck the statue's feet of iron and clay, crushing them. આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.
35 Then the iron, clay, bronze, silver, and gold were all broken to pieces together, becoming like chaff on a summer threshing floor. The wind carried them off, leaving no trace. But the stone that struck the statue became a great mountain filling the whole earth. પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળામાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
36 "This was the dream. Now we will tell the king its interpretation. આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું.
37 You, king, are the king of kings, to whom our Father in heaven has given kingdom, power, might, and glory. હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશનાં ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે.
38 Into your hand he has placed all people, the beasts of the field, and the birds of the sky, wherever they live, making you ruler over them all. You are the head of gold. જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
39 "After you another kingdom will arise, inferior to yours; then a third kingdom, of bronze, ruling over all the earth. તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
40 A fourth kingdom will be strong as iron—iron breaks and shatters everything—and as iron crushes all these, it will break and crush them. ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
41 As you saw the feet and toes—part potter's clay, part iron—it will be a divided kingdom; yet it will have some of iron's strength, just as you saw iron mixed with soft clay. જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે.
42 As the toes were partly iron and partly clay, so the kingdom will be partly strong and partly brittle. જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે.
43 As you saw iron mixed with soft clay, the people will mix in marriage but not hold together, just as iron does not mix with clay. વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
44 "In those kings' days our Father in heaven will set up a kingdom never to be destroyed, nor its rule left to another people. It will crush all these kingdoms and end them, and it will stand forever. તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.
45 This is what the vision meant: the stone cut from a mountain, not by human hands, broke the iron, bronze, clay, silver, and gold to pieces. Our great Father has shown the king what will happen after this. The dream is certain, its interpretation trustworthy." તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે."
46 Then King Nebuchadnezzar fell facedown, bowed to Daniel, and ordered offering and incense given to him. નબૂખાદનેસ્સાર રાજાએ દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પૂજા કરી; તેણે આજ્ઞા કરી કે દાનિયેલને અર્પણ તથા સુગંધીઓનો ધૂપ ચઢાવો.
47 The king told Daniel, "Truly your God is God of gods, Lord of kings, and revealer of secrets, since you could reveal it." રાજાએ દાનિયેલને કહ્યું, "સાચે જ તમારા ઈશ્વર દેવોના પણ ઈશ્વર છે, રાજાઓના પ્રભુ અને રહસ્યો પ્રગટ કરનાર છે. કેમ કે તેમનાથી તું આ રહસ્ય પ્રગટ કરવાને સમર્થ થયો છે.
48 Then the king promoted Daniel to high honor, gave him many great gifts, and made him ruler of Babylon's whole province and chief prefect over all its wise men. પછી રાજાએ દાનિયેલને ઊંચી પદવી આપી, તેને ઘણી કિંમતી ભેટો આપી. તેણે તેને સમગ્ર બાબિલના પ્રાંતનો અધિકારી બનાવ્યો. દાનિયેલ બાબિલના સર્વ જ્ઞાની માણસો ઉપર મુખ્ય અધિકારી બન્યો.
49 Daniel asked the king, who put Shadrach, Meshach, and Abednego over Babylon province's affairs; Daniel remained at the king's court. દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબિલના વિવિધ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]