Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

3 John 1 guj

Show guj only
Verse × ×
1 The elder, to the beloved Gaius, whom I love in truth. જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
2 Beloved, I pray you prosper in every way and stay healthy, as your soul prospers. પ્રિયે, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
3 I rejoiced greatly when brothers arrived and testified about your faithfulness to the truth—for you truly are walking in it. કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
4 I have no greater joy than this: to hear that my children are walking in the truth. મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
5 Beloved, you act faithfully in all you do for the brothers, even strangers. પ્રિયે, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
6 They testified to your love before the church. Send them on in a way worthy of our Father. તેઓએ તારા પ્રેમ વિષે મંડળી (વિશ્વાસી સમુદાય) આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે.
7 For they went out for the sake of the Name, accepting nothing from the Gentiles. કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
8 Therefore we ought to support such people, so that we may be fellow workers for the truth. આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.
9 I wrote something to the church, but Diotrephes, who loves being first among them, does not receive us. મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી.
10 So if I come, I'll expose what he's doing—slandering us with malicious words. Not satisfied with that, he refuses to welcome the brothers, stops those who want to, and throws them out of the church. તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
11 Beloved, don't imitate evil, but good. Whoever does good is from our Father; whoever does evil hasn't seen our Father. પ્રિયે, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
12 All speak well of Demetrius, and so does the truth. We testify too, and you know our testimony is true. દેમેત્રિયસ વિષે સઘળાં તથા સત્ય પોતે સાક્ષી પૂરે છે; અમે પણ સાક્ષી પૂરીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.
13 I had much to write to you, but I would rather not write with pen and ink. મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
14 I hope to see you soon, and we will talk face to face. પણ હું તને સમયસર મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું.
15 Peace to you. The friends send their greetings. Greet each of the friends by name. તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]