Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Chronicles 20 guj

Show guj only
Verse × ×
1 Later, Moabites and Ammonites, with some Meunites, came to make war on Jehoshaphat. આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.
2 Messengers came and reported to Jehoshaphat, "A vast army comes against you from beyond the Dead Sea, from Edom, already at Hazazon-tamar" (En-gedi). કેટલાકે યહોશાફાટને ખબર આપી, "એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે," તે લોકો હાસસોન-તામાર (એટલે કે એન-ગેદીમાં) છે.
3 Jehoshaphat was afraid, so he set himself to seek our Father, and proclaimed a fast throughout Judah. યહોશાફાટ ગભરાઈ ગયો અને તેણે પોતે ઈશ્વરની સહાય માગી. તેણે આખા યહૂદિયામાં ઉપવાસ જાહેર કર્યો.
4 Judah gathered to seek our Father; from every town of Judah they came to seek him. યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા.
5 Then Jehoshaphat stood up in the assembly of Judah and Jerusalem, in our Father's house, before the new courtyard. યહોશાફાટ ઈશ્વરના સભાસ્થાનની સામે નવા ચોક સામે યરુશાલેમ અને યહૂદિયાની લોકોની સભામાં ઊભો થયો.
6 He said: "O our Father, God of our ancestors, are you not our Father in heaven? You rule all kingdoms of nations. Power and might are in your hand; none can stand against you. તેણે કહ્યું, "હે ઈશ્વર, અમારા પિતૃઓના પ્રભુ, શું તમે સ્વર્ગમાંનાં ઈશ્વર નથી? શું બધી પ્રજાઓના રાજ્યો ઉપર તમે અધિકારી નથી? બળ અને પરાક્રમ તમારા હાથમાં છે. તેથી કોઈ તમારી સામે ટકી શકતું નથી.
7 Our Father, didn't you drive out this land's people before your people Israel, giving it forever to Abraham your friend's descendants? અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?
8 They have lived in it and have built you a sanctuary in it for your name, saying, તમારા લોકો એ દેશમાં રહ્યા અને તેઓએ તમારા નામ માટે એક પવિત્રસ્થાન બાંધ્યું અને કહ્યું,
9 if disaster comes on us—sword of judgment, plague, or famine—we'll stand before this house and before you, for your name is in this house, and cry out to you in our distress, and you'll hear and save. 'આ પવિત્રસ્થાનમાં તમારો વાસ છે. એટલે જો અમારા પર કોઈ આફત આવે, એટલે ન્યાયાસનની તરવાર, મરકી કે દુકાળ આવે તો અમે આ સભાસ્થાનની સમક્ષ ઊભા રહીને (તમારું નામ આ ઘરમાં છે માટે) તે સંકટ સમયે અમે તમને પ્રાર્થના કરીશું અને તમે અમને સાંભળજો અને બચાવી લેજો.'
10 Now: Ammon, Moab, and Mount Seir—you would not let Israel invade them when they came from Egypt; Israel turned away from them and did not destroy them. અગાઉ જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વત પરના લોકો પર ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર આવતા હતા ત્યારે તમે હલ્લો કરવા દીધો ન હતો પણ તેના બદલે ઇઝરાયલ તેઓ દૂર વળી ગયા અને એ લોકોનો નાશ થવા દીધો નહિ.
11 See how they repay us, coming to drive us from the possession you gave us to inherit. હવે જુઓ, તેઓ અમને કેવો બદલો આપે છે? તમે અમને જે દેશ વારસા તરીકે આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે.
12 Our Father, won't you judge them? We're powerless against this vast army coming against us; we don't know what to do, but our eyes are on you." અમારા ઈશ્વર, શું તમે તેઓનો ન્યાય નહિ કરો? કેમ કે અમારી સામે જે મોટું સૈન્ય ધસી આવી રહ્યું છે તેનો સામનો કરવાને અમારામાં શક્તિ નથી. શું કરવું એની અમને સમજ પડતી નથી, પણ અમે તો તમારા તરફ જોઈએ છીએ."
13 All Judah stood there before our Father, with their little ones, their wives, and their children. યહૂદિયાના બધા લોકો, નાનામોટાં સર્વ, તેઓની પત્નીઓ અને તેઓનાં બાળકો ઈશ્વર સમક્ષ ઊભા રહ્યાં.
14 Then our Father's Spirit came on Jahaziel son of Zechariah, son of Benaiah, son of Jeiel, son of Mattaniah, a Levite of Asaph's line, amid the assembly. પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાના પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો.
15 He said: "Listen, all Judah, Jerusalem's residents, and King Jehoshaphat. This is what our Father says to you: Do not fear or be terrified by this vast army—the battle isn't yours but our Father's. યાહઝીએલે કહ્યું, "સમગ્ર યહૂદિયાના તથા યરુશાલેમના બધા રહેવાસીઓ અને રાજા યહોશાફાટ સાંભળો ઈશ્વર તમને કહે છે: 'ડરશો નહિ; આ મોટા સૈન્યથી નાહિંમત થશો નહિ. કેમ કે આ યુદ્ધ તમારું નહિ પણ ઈશ્વરનું છે.
16 Tomorrow go down against them: they're climbing the Ziz ascent; you'll find them at the valley's end, facing the Jeruel wilderness. આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.
17 You won't need to fight this battle. Take your places, stand firm, and watch our Father rescue you, Judah and Jerusalem. Don't fear or lose heart. March out against them tomorrow, for our Father is with you.'" આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.'"
18 Jehoshaphat bowed face-down, and all Judah and Jerusalem's people fell in worship before our Father. રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી.
19 Then the Levites from the Kohathites and Korahites stood to praise our Father, Israel's God, with a loud voice raised high. કહાથ અને કોરાહના કુળના લેવીઓ ઇઝરાયલના ઈશ્વરની ઊંચા સ્વરે સ્તુતિ કરવા ઊભા થયા.
20 At dawn they went out to Tekoa's wilderness. As they went out, Jehoshaphat stood and said, "Hear me, Judah and people of Jerusalem. Trust your Father and you'll stand firm; trust his prophets and you'll succeed." બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઈને કહ્યું, "યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ મને ધ્યાનથી સાંભળો! તમારા પ્રભુ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને તમે સ્થિર થશો. તેના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખો. તમે સફળ થશો."
21 After consulting the people, Jehoshaphat appointed singers to our Father to praise his holy splendor, marching ahead of the army: "Give thanks to our Father, for his faithful love endures forever." જયારે તેણે લોકોને બોધ શિક્ષા આપવાનું પૂરું કર્યું ત્યારપછી સૈન્યની આગળ ચાલતાં ચાલતાં ઈશ્વરની સમક્ષ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્રો ધારણ કરીને તેમની સ્તુતિ કરનારાઓને તથા 'ઈશ્વરનો આભાર માનો કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે' એ સ્તોત્ર ગાનારાઓને નિયુક્ત કર્યા."
22 As they began to sing and praise, our Father set ambushes against the Ammonites, Moabites, and the people of Mount Seir who were attacking Judah, and they were struck down. તેઓએ ગાયન ગાવાનું અને સ્તુતિ કરવાનું શરૂ કર્યુ, ત્યારે ઈશ્વરે જેઓ યહૂદિયાની સામે ચઢી આવ્યા હતા તેઓએ એટલે આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈર પર્વતના લોકો વિરુદ્ધ ઓચિંતો હુમલો કરાવ્યો અને તેઓને હરાવ્યા.
23 Ammon and Moab turned against Mount Seir's people to destroy and annihilate them; once Seir's people were finished, Ammon and Moab turned and slaughtered each other. આમ્મોન અને મોઆબના સૈન્યોએ સેઈર પર્વતના સૈન્યની વિરુદ્ધ લડીને તેનો સંપૂર્ણ નાશ કર્યો, તેમ કર્યા પછી તેઓએ માંહોમાંહે યુદ્ધ કરીને એકબીજાનો સંહાર કર્યો.
24 When Judah reached the wilderness lookout and looked toward the vast army, they saw only corpses fallen on the ground—no one had escaped. યહૂદિયાના માણસો જ્યારે અરણ્ય તરફ નજર કરી શકાય તેવી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે શત્રુઓના સૈન્ય તરફ ફરીને જોયું અને તેમણે ચારે બાજુ ભૂમિ ઉપર મૃતદેહો પડેલા જોયા. એક પણ માણસ જીવતો રહ્યો નહોતો.
25 Jehoshaphat and his people came to plunder the dead, finding abundant goods, clothing, and valuables—too much to carry, so gathering it took three days. જયારે યહોશાફાટ રાજા અને તેના લોકો તેઓ પાસેથી લૂંટ એકત્ર કરવા લાગ્યા ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, પોશાક, કિંમતી દાગીનાઓ મળ્યા તેઓ ઊંચકી ના શકે તેટલું બધું તેઓએ પોતાના માટે ઉતારી લીધું. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઈ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.
26 On day four, they gathered at the Valley of Beracah and praised our Father there—so it's named Valley of Beracah to this day. ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા (આશીર્વાદની ખીણ) પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
27 All the men of Judah and Jerusalem, Jehoshaphat leading, returned there with joy, for our Father gave them joy over their enemies. પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ માણસો આનંદ સાથે યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને આગેવાની આપતો હતો; ઈશ્વરે તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો.
28 They entered Jerusalem with harps, lyres, and trumpets, and went to the house of our Father. તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા.
29 Fear of our Father fell on all the surrounding kingdoms when they heard our Father fought Israel's enemies. ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.
30 So Jehoshaphat's kingdom was at peace, for his Father gave him rest on every side. તેથી યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, તેને ઈશ્વરે સંપૂર્ણ વિશ્રામ આપ્યો હતો.
31 Jehoshaphat reigned over Judah, crowned at thirty-five, twenty-five years in Jerusalem; his mother, Azubah daughter of Shilhi. યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો: જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું, એ શિલ્હીની દીકરી હતી.
32 He walked in his father Asa's ways, never turning aside, doing right in our Father's eyes. તે પોતાના પિતા આસાને માર્ગે ચાલ્યો; તે તેના માગેર્થી જરા પણ આડોઅવળો ગયો નહિ; ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું.
33 Yet the high places stayed; the people still had not set their hearts on their ancestors' God. પણ દેવદેવીઓનાં ઉચ્ચસ્થાનો નષ્ટ કરવામાં આવ્યાં નહિ. લોકો હજુ સુધી પોતાના પિતૃઓના ઈશ્વર પર ખરા અંતઃકરણથી ભરોસો રાખતા થયા ન હતા.
34 Jehoshaphat's other acts, first to last, are in Jehu son of Hanani's records, found in the Book of Kings of Israel. યહોશાફાટ સંબંધી બાકીના બનાવો પ્રથમથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારિખમાં કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમાં નોંધેલા છે.
35 Later Jehoshaphat king of Judah allied with Ahaziah king of Israel, who did evil. ત્યાર પછી યહૂદિયાના રાજા યહોશાફાટે ઇઝરાયલના રાજા અહાઝયાહહની સાથે સંપ કર્યો, તે તો ઘણો દુરાચારી હતો.
36 He joined with him to build a fleet of trading ships to go to Tarshish, built at Ezion-geber. તેણે તેની સાથે મળી જઈને તાર્શીશ જવા માટે એસ્યોન-ગેબેરમાં વહાણો બનાવ્યાં.
37 Eliezer son of Dodavahu of Mareshah prophesied against Jehoshaphat: "For allying with Ahaziah, our Father broke your work apart." The ships wrecked and couldn't sail to Tarshish. પછી મારેશાના વતની દોદાવાહુના પુત્ર અલીએઝેરે યહોશાફાટની વિરુદ્ધમાં પ્રબોધ કરીને કહ્યું, "તેં અહાઝયાહની સાથે સંપ કર્યો છે, માટે ઈશ્વરે તારાં કામોનો નાશ કર્યો છે." એ વહાણો ભાંગી ગયાં અને તેથી તેઓ તાર્શીશ જઈ શક્યા નહિ.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]