Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

2 Chronicles 2 guj

Show guj only
Verse × ×
1 Solomon resolved to build a house for our Father's name, and a royal palace for himself. હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
2 Solomon assigned 70,000 carriers, 80,000 stonecutters in the mountains, and 3,600 overseers over them. સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
3 Solomon sent to Huram king of Tyre: "Deal with me as you did with my father David, sending him cedar to build his house to live in. સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, "તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
4 I am building a house for the name of my Father, to dedicate it to him—to burn fragrant incense before him, set out the bread of the Presence continually, offer burnt offerings morning and evening, on sabbaths, new moons, and appointed feasts of our Father. Israel must do this forever. જુઓ, હું મારા ઈશ્વર યહોવા માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
5 The house I am building will be great, for our Father is greater than all gods. હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
6 But who can build him a house, when heaven and the highest heavens cannot contain him? And who am I to build him one, except to burn sacrifices before him? તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સક્ષમ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
7 Now send me a craftsman skilled in gold, silver, bronze, iron, purple, crimson, and blue yarn, and in engraving, to work with my skilled workers in Judah and Jerusalem, whom my father David provided. તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
8 Send me also cedar, cypress, and red sandalwood from Lebanon, for I know your servants skillfully cut Lebanon's timber; my servants will join yours. લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
9 Prepare plenty of timber for me, for the house I am building will be great and wonderful. મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે.
10 For your servants who cut the timber I will give about 125,000 bushels of crushed wheat, 125,000 of barley, 115,000 gallons of wine, and 115,000 of oil." જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ (એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ."
11 Huram king of Tyre wrote Solomon: "Because the LORD loves his people, he made you their king." પછી તૂરના રાજા હિરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: "ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે."
12 Huram said: "Blessed be the LORD, God of Israel, maker of heaven and earth! He gave King David a wise son with insight and understanding, to build a house for the LORD and a royal palace for himself. આ ઉપરાંત, હિરામે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
13 Now I am sending you a skilled craftsman, gifted with understanding, Huram-abi, હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હિરામ-અબીને ભેટ તરીકે મોકલું છું,
14 son of a woman of Dan's daughters, his father a man of Tyre—skilled in gold, silver, bronze, iron, stone, wood, purple, blue, and crimson yarn, and fine linen. He can do any engraving and carry out any design assigned to him, working with your craftsmen and those of my lord David, your father. તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
15 So let my lord send his servants the wheat, barley, oil, and wine he promised, હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
16 and we'll cut all the timber you need from Lebanon, float it to you as rafts by sea to Joppa, and you can haul it up to Jerusalem." તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે."
17 Solomon counted all the foreigners residing in the land of Israel, as his father David had; they numbered 153,600. જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
18 He assigned 70,000 as carriers, 80,000 as stonecutters in the mountains, and 3,600 as overseers to keep the people working. તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]